બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Ahmedabad 50000 positive case reported

ચિંતાજનક / અમદાવાદમાં કોરોના 50,000 નજીક : છેલ્લાં એક મહિનાનો આંકડો ચોંકાવનારો, શહેરમાં 118 માઈક્રો કન્ટેન્મેન્ટ એરિયા

Gayatri

Last Updated: 04:56 PM, 12 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ૪૮ કલાકમાં કુલ કેસ પ૦ હજારનો આંકડો પાર કરશે. સતત આઠમા દિવસે ૩૦૦થી ઓછા કેસ નોંધાતાં લોકોમાં હાશકારો થયો હતો. શહેરમાં હવે માત્ર ૧૧૮ માઈક્રો કન્ટેન્મેન્ટ એરિયા રહ્યા છે. એક સમયે દેશના કોરોના કેપિટલ જાહેર થયેલા અમદાવાદમાં કોરોનાનો આતંક લોકોને ભયભીત કરતો હતો. મે-જૂન મહિનામાં કોરોનાની સ્થિતિ બદતર બની હતી. સમગ્ર રાજ્યમાં નોંધાતા કોરોનાના કુલ કેસના ૪૦થી પ૦ ટકા કેસ અને મોત અમદાવાદમાં નોંધાતાં હતાં.

  • દિવાળી બાદ બે-ત્રણ દિવસમાં શહેરમાં કોરોનાની સેકન્ડ વેવ ફરી વળી
  • સતત ૧૦ દિવસ સુધી શહેરમાં ૩૦૦થી વધુ કોરોના કેસ નોંધાયા હતા
  • કોરોનાને હરાવી અત્યાર સુધીમાં ૪૪,૭૯૭ દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા

કોરોના મહામારીના કપરાકાળમાં આર્થિક મંદીએ અનેક લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. શહેરમાંથી કોરોના ક્યારે વિદાય લેશે તેની ફિકરમાં શહેરીજનો હોઈ હજુ એકાદ મહિનો કોરોના કેસમાં ઉલ્લેખનીય ઘટાડો થાય તેમ મ્યુનિસિપલ તંત્ર પણ માનતું નથી. ગત તા.૧ નવેમ્બરથી ગઇ કાલ સાંજ સુધીના છેલ્લા ૪૧ દિવસમાં શહેરમાં ૧૦,૧પ૭ કેસ નોંધાઈ ચૂક્યા છે, જે બાબત પુરવાર કરે છે કે નાગરિકોએ હજુ કોરોનાના પડછાયામાં રહેવું પડશે, કેમ કે ઠંડી વધતાં કોરોનાનો ઉપદ્રવ વધી શકે તેમ છે.
 
દિવાળી બાદ બે-ત્રણ દિવસમાં શહેરમાં કોરોનાની સેકન્ડ વેવ ફરી વળી

અમદાવાદમાં કોરોનાના કેસમાં નવરાત્રિ ઉત્સવ સુધી કંઈક અંશે રાહત હતી. મે-જૂનના કોરોનાના પિક પિરિયડ બાદ નવરાત્રિ દરમિયાન લોકોએ પણ ઉજવણી અતિરેક ન કરીને સંયમ દાખવ્યો હતો, પરંતુ તહેવારોના રાજા દિવાળીએ કોરોનાને બેકાબૂ કરી નાખ્યો હતો. દિવાળી ટાણે લોકોએ બજારમાં ખરીદી માટે આંખ મીંચીને દોટ લગાવી હતી. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા પણ લોકોને ખરીદી માટે પ્રોત્સાહન પૂરું પાડવા દિવાળીના બે દિવસ પહેલાં પશ્ચિમ અમદાવાદના ર૬ વિસ્તારમાંથી રાતનો પ્રતિબંધ હટાવી દેવાયો હતો. આનું પરિણામ એ આવ્યું હતું કે દિવાળી બાદ બે-ત્રણ દિવસમાં શહેરમાં કોરોનાની સેકન્ડ વેવ ફરી વળી હતી.

સતત ૧૦ દિવસ સુધી શહેરમાં ૩૦૦થી વધુ કોરોના કેસ નોંધાયા હતા

ગત નવેમ્બરના પ્રારંભે કોરોનાના કેસ ૧પપથી ૧૬પ સુધી નોંધાતા હતા, પરંતુ ૧પ નવેમ્બરે કોરોના કેસનો આંકડો લાંબા સમય બાદ પહેલી વખત ર૦૦ કેસને આંબી ગયો હતો. દિવાળી બાદ થયેલા કોરોના બ્લાસ્ટથી ર૦ નવેમ્બરે કેસનો આંકડો ૩૦૦ને પાર થયો હતો, જ્યારે ર૧ નવેમ્બરે ૩પ૪ કેસ નોંધાતાં મ્યુનિસિપલ તંત્રમાં પણ ગભરાટ ફેલાયો હતો. તે સમયે સતત ૧૦ દિવસ સુધી શહેરમાં ૩૦૦થી વધુ કોરોના કેસ નોંધાયા હતા, જેના કારણે અમદાવાદના દર્દીને સારવાર માટે છેક વડોદરા સુધી મોકલાયા હતા. 

૩૦ નવેમ્બરે પણ શહેરમાં ર૯૧ કેસ નોંધાયા હતા

૩૦ નવેમ્બરે પણ શહેરમાં ર૯૧ કેસ નોંધાયા હતા, પરંતુ મૃત્યુઆંક ૧૩ થતાં સત્તાવાળાઓને તેમની એસી ઓફિસમાં પરસેવો છૂટી વળ્યો હતો. માત્ર નવેમ્બરમાં કોરોનાના નવા ૬૯૮૬ કેસ નોંધાયા હતા, જ્યારે ૧પ૧ દર્દીનો કોરોનાએ ભોગ લીધો હતો. માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં વધારો, બેડની સંખ્યામાં વધારો, મોપ-અપ રાઉન્ડ, કીઓસ્કની સંખ્યામાં વધારો જેવી નવી રણનીતિ અપનાવવાની તંત્રને ફરજ પડી હતી. 

ડિસેમ્બરના પ્રારંભમાં પણ પહેલા ત્રણ ‌દિવસમાં કોરોના કેસ ૩૦૦થી વધુ નોંધાયા હતા

હાલ ડિસેમ્બરના પ્રારંભમાં પણ પહેલા ત્રણ ‌દિવસમાં કોરોના કેસ ૩૦૦થી વધુ નોંધાયા હતા, જોકે ૪ ડિસેમ્બર બાદ શહેરમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે એટલે કે છેલ્લા આઠ દિવસથી અમદાવાદમાં ૩૦૦થી ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. કોરોના સામેની લડતના મ્યુનિસિપલ તંત્રના આક્રમક અભિગમથી કેસ ઘટ્યા હોવાનો સત્તાવાળાઓ દાવો કરે છે, જોકે કેસ ઘટવાથી લોકો અમુક અંશે રાહત અનુભવી રહ્યા છે. હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા પણ વધી છે, જોકે હોમ આઇસોલેટેડ દર્દીનું પ્રમાણ શહેરમાં સતત વધતું જતું હોઈ લોકોએ કોરોના સામે  બેદરકારી દાખવવાનું પાલવે તેમ નથી. 

આગામી ૪૮ કલાકમાં શહેરમાં કોરોનાના કુલ પ૦ હજાર કેસનો બ્લાસ્ટ થશે

મ્યુનિસિપલ તંત્રના કોરોનાના સત્તાવાર કેસની વિગત તપાસતાં ગઇ કાલ સાંજ સુધી શહેરમાં કોરોનાના કુલ ૪૯,૭૦૩ કેસ નોંધાઇ ચૂક્યા છે, જ્યારે કોરોનાથી ર૧૦૬ દર્દીનાં મોત થયાં છે. કોરોના કેસની ગતિ જોતાં આગામી ૪૮ કલાકમાં શહેરમાં કોરોનાના કુલ પ૦ હજાર કેસનો બ્લાસ્ટ થશે.

કોરોનાને હરાવી અત્યાર સુધીમાં ૪૪,૭૯૭ દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા

ગઇ કાલ સાંજે શહેરમાં રપપ૦ એક્ટિવ કેસ નોંધાયા હતા, જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૪પ૦ કેસ હતા. મધ્ય ઝોનમાં સૌથી ઓછા ર૬ર, ઉત્તર ‌પશ્ચિમ ઝોનમાં ૪૪૮, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૪૦પ, ઉત્તર ઝોનમાં ૩ર૦, પૂર્વ ઝોનમાં ર૭૧ અને દક્ષિણ ઝોનમાં ૩૯૪ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાને હરાવી અત્યાર સુધીમાં ૪૪,૭૯૭ દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. 

શહેરમાં માત્ર ૧૧૮ માઈક્રો કન્ટેમેન્ટ એરિયા અમલમાં

દરમિયાન મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરમાં કોરોનાનો ઉપદ્રવ ઘટતાં હવે વધુ ને વધુ સોસાયટી-ફલેટને માઈક્રો કન્ટેન્મેન્ટ એરિયામાંથી મુક્તિ અપાઇ રહી છે. એક સમયે એરિયામાં સતત વધારો કરવાની રણની‌િત અપનાવનાર તંત્ર હવે તેમાં ઘટાડો કરી રહ્યું છે તેમજ નવા એરિયા પણ જાહેર કરાતા નથી, જેના કારણે હાલની સ્થિતિએ શહેરમાં માત્ર ૧૧૮ માઈક્રો કન્ટેમેન્ટ એરિયા અમલમાં છે. 

ડબલ સિઝનથી શરદી-ખાંસી અને તાવના દર્દીની સંખ્યામાં ઉછાળો 

આ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે અમદાવાદમાં છવાયેલી ડબલ સિઝનથી શરદી-ખાંસી અને તાવના દર્દીની સંખ્યામાં ઉછાળો આવશે તેની સાથે-સાથે કોરોનાના કેસ પણ વધી શકે છે, કેમ કે ઠંડું વાતાવરણ કોરોના સંક્રમણ ફેલાવવા માટે અનુકૂળ હોવાની તબીબી આલમમાં ચર્ચા છે એટલે અમદાવાદીઓએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા તેમજ સોશિયલ ‌ડિસ્ટન્સિંગની કોરોનાની ગાઇડ લાઇનને પાળવા માટે સ્વયં જાગૃત બનવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ