બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus cases increase in ahmedabad day by day

સાવધાન / બેદરાકારી જોજો મોંઘી ન પડે! બિલ્લી પગે અમદાવાદમાં વકરી રહ્યો છે કોરોના, જાણો એક દિવસમાં કેટલા કેસ નોંધાયા

Kavan

Last Updated: 08:54 AM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ ઋતુજન્ય રોગચાળો ભરડો લઈ રહ્યો છે તો બીજી તરફ રાજ્યભરમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હોય તેવી રીતે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

  • ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો
  • અમદાવાદ એરપોર્ટ પર યાત્રીઓ પોઝિટિવ
  • એક દિવસમાં 8 યાત્રી પોઝિટિવ

એક તરફ ઓમિક્રોનની દહેશત વધી રહી છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવતા ચિંતા વધી છે. અમદાવાદ એરપોર્ટ પર એક જ દિવસમાં 8 પ્રવાસીઓ કોરોના સંક્રમિત નોંધાતા આવનારા તંત્ર સફાળું જાગ્યું છે અને હરકતમાં આવ્યું છે.

એક વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણ 

ઉલ્લેખનીય છે કે, લંડનથી આવેલ 6, તાન્ઝાનિયા અને પોલેન્ડના 1-1 મુસાફર સંક્રમિત હોવાનું સામે આવ્યું છે, તો એક વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો દેખાતા જીનોમ સિક્વન્સ માટે તાત્કાલિક અસરથી સેમ્પલ મોકલવામાં આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં ગુજરાતમાં વિદેશથી આવનાર 20 મુસાફરો કોરોના પોઝિટિવ નોંધાયા છે. 

મંગળવારે નોંધાયેલા કેસની વિગત
 
છેલ્લા 24 કલાકમાં બીજી લહેર શાંત પડ્યા બાદ સૌથી વધુ કોરાનાના વધુ 87 કેસ નોંધાયા છે જે છેલ્લા 5 મહિનાની સરખામણીએ મોટો વધારો છે. એક સાથે અચાનક 87 કેસ પોઝિટિવ આવતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 589 સુધી પહોંચી ગઈ છે. કોરોનાને માત આપીને 73 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ હેમખેમ ઘેર પરત ફર્યા છે તો જ્યમાં વધુ 2 દર્દીઓનું કોરોનાને કારણે મૃત્યુ થયુ છે.  8 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે.

રાજકોટ અને વલસાડમાં 1-1 દર્દીનું મોત 

રાજકોટ અને વલસાડમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે જો જિલ્લા વાઈઝ કોરોના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 33 નવા કેસ નોંધાયા઼ છે છેલ્લા 173 દિવસ બાદ સૌથી વધુ છે. સુરતમાં 12 કેસ, વડોદરામાં 11 કેસ, રાજકોટમાં 7 કેસ, ખેડામાં 5 કેસ, વલસાડમાં 5 કેસ, નવસારીમાં 4 કેસ, આણંદમાં 3 કેસ, ગાંધીનગરમાં 2 કેસ, કચ્છમાં 2 કેસ,ભરૂચ, જામનગર અને મહેસાણામાં કોરોનાનો એક-એક કેસ સામે આવ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આ કેસો વધશે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે.

રાજ્યમાં 10,104 દર્દીના અત્યાર સુધીમાં થયાં મોત

જો રાજ્યભરમાં અત્યાર સુધીના કોરોનાના આકડા પર નજર કરીએ તો અત્યાર સુધી 8,18,010 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, તો 10,104 દર્દીને કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

સાજા થવાનો દર 98.71 ટકા 

ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા છે જે અન્ય રાજ્યો કરતાં ઘણો સારો છે જેનું એક માત્ર કારણ વેકસીનેશન છે. જો રસીની વાત કરીએ તો આજે 2.16 લાખ નાગરિકોનું રસીકરણ થયું છે.અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.75 કરોડથી વધુ ડોઝ આપી દેવાયા છે. ઓમીક્રૉનનો ખતરો માથા પર મંડારાઈ રહ્યો છે ત્યારે બુસ્ટર ડોઝની કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ