બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Corona vaccine is the reason for the increase in heart attacks among young people Doctors give a different reason

શંકાનું સમાધાન / યુવાઓમાં હાર્ટ એટેક વધવાનું કારણ શું કોરોના વેક્સિન છે? ડૉક્ટરો કંઈક જુદું કારણ આપે છે, જાણી લેજો તો ફાયદામાં રહેશો

Kishor

Last Updated: 12:22 AM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટ એટેકના વધી રહેલા કિસ્સા માટે  એક્સિડેન્ટલ લાઇફ અને ખાનપાનની અયોગ્ય  રીત અને ધ્રૂમપાન વધારે જવાબદાર છે.

  • હાર્ટએટેકના બનાવમાં ચિંતાજનક ઉછાળો
  • નિષ્ણાત તબીબોએ આપ્યો મંતવ્ય
  • ખોટી જીવનશેલી અને ધ્રૂમપાન વધારે જવાબદાર

દેશમાં ખેલતા-કૂદતા, જીમ કરતા, સામાજીક પ્રસંગોમાં ડાન્સ કરતા અને ચાલતા જતા કોઈપણ વ્યક્તિને હાર્ટ અટેક આવવાના દ્રશ્યો આજકાલ સોશિયલ મીડિયા પર અનિચ્છનીય હાજરી પૂરાવી રહ્યા છે. આવા અકાળે અવસાનનું કારણ શું હોઈ શકે છે આ સવાલ દરેકને મુંઝવી રહ્યો છે. ત્યારે વીટીવી ન્યૂઝએ યુવાઓમા વધી રહેલા હાર્ટ એટેકનું કારણ જાણવા કેટલાક મેડિકલ જગતના નિષ્ણાતો સાથે વાત કરી કારણ જાણવા પ્રયાસ કર્યો છે.



જીમમાં કસરત કરતાં કરતાં પણ હાર્ટ એટેક આવી રહ્યા છે

છેલ્લાં થોડા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા એકાદ વર્ષથી મસ્તીમાં ઝુમતા, ક્રિકેટ-ફૂટબોલ રમતા અથવા તો કોઇ પ્રસંગમાં ડાન્સ કરતાં વ્યક્તિના અચાનક જ ઢળી પડવાના કિસ્સા અને વીડિયો સામે આવવાનું પ્રમાણ વધ્યુ છે. માત્ર મેદસ્વી લોકોમાં જ નહીં પરંતુ નિયમિત જીમમાં જતાં અને હેલ્થ મેઇન્ટેન્ટ કરતા લોકોને પણ જીમમાં કસરત કરતાં કરતાં પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. હાર્ટ અટેકના કિસ્સાઓમાં 20થી 25 ટકાનો વધારો થયાનું અનુમાન પણ સામે આવી રહ્યું છે.

ડો. જયલ શાહે જણાવ્યું કે...

 VTV દ્વારા યુ.એન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના કાર્ડિયોલોજી વિભાગના ડો. જયલ શાહ પાસેથી કારણો જાણવાનો પ્રયાસ કરાયો હતો. તેમણે કહ્યું કે હાર્ટ અટેકની બિમારી કોઇ પણ માણસને કોઇ પણ ઉંમર થઇ શકે છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાયપરટેન્શન, સ્ક્રીન ટાઇમમાં વધારો, ઓછી શારીરિક પ્રવૃત્તિ, પારિવારિક ઇતિહાસ, મેદસ્વીપણું વગેરે પણ હાર્ટ અટેક માટે જવાબદાર છે.એક ડોક્ટરના આ અભિપ્રાય સાથી વીટીવીએ લોકોમાં ઊભી થયેલી  એક અજીબ શંકાનું નિવારણ કરવાનો પ્રયાસ કર્યો છે.શું કોરોના વેક્સિન લેવાથી હાર્ટ અટેકના કિસ્સાઓ વધ્યા ?

WHOના એક રિપોર્ટને ટાંકીને કહેવાયું કે...

છેલ્લા કેટલાક દિવસથી WHOના એક રિપોર્ટને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વેક્સિન લેવાના કારણે હાર્ટ અટેકના કિસ્સાઓ વધ્યા છે ત્યારે આ ભ્રામકતા અંગે વાત કરતા IMAના ડોક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યુ હતુ કે WHOનો જે રિપોર્ટ છે એ વિદેશી વેક્સિનો પર હતો અને ભારતમાં જે 2 વેક્સિન આપવા આવી હતી તે ડેડ વાયરસ વેક્સિન હતી અને ડેડ વેક્સિન આપવાનો ભારતમાં બહુ મોટો ઇતિહાસ છે અને બીજી વેક્સિન અપાઇ તે જીનેટિક એન્જિનિયરિંગવાળી વેક્સિન હતી. હજૂ આ બંન્ને વેક્સિનને લઇ કોઇ ડેટા આવ્યા નથી જેથી હાલના તબક્કે એવું ન કહીં શકાય કે વેક્સિનના કારણે હાર્ટ અટેકનું પ્રમાણ વધ્યુ છે.

આમ હૃદયરોગના નિષ્ણાત ડોક્ટરોની વાતમાંથી એક જ હાર્દરૂપ સૂર નીકળી રહ્યો છે કે, હાર્ટ એટેકના વધી રહેલા કિસ્સા માટે  એક્સિડેન્ટલ લાઇફ અને ખાનપાનની અયોગ્ય  રીત અને ધ્રૂમપાન વધારે જવાબદાર છે.ICMR દ્વારા આ મુદ્દા પર રિસર્ચ પણ કરવામાં આવી રહ્યું છે. 


હાર્ટ અટેક પાછળના કારણો

  • તણાવપૂર્ણ લાઇફ સ્ટાઇલ
  • તંબાકૂનું સેવન
  • રેગ્યુલર ચેકઅપ ન કરાવવું
  • અનિયમિત ઉંઘ
  •  કસરતનો અભાવ  
  • બિમારીઓનું રેગ્યુલર ચેક અપ ન કરાવવુ

હાર્ટ અટેકથી બચવાના ઉપાયો

  • જંગ ફૂડથી દૂર રહેવુ
  • કોલેસ્ટ્રોલવાળા ફૂડથી દૂર રહેવુ
  • નિયમિત અને સંતુલિત આહાર લેવો
  • મલ્ટિગ્રેન ડાયટ ફોલો કરવુ
  • બિમારીઓનું રેગ્યુલર ચેકઅપ કરાવવુ
  • ધ્રુમપાન છોડવુ
  • નિયમિત કસરત કરવી
  • બ્લડ પ્રેસર અને સુગર લેવલ તપાસવુ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ