દેશભરમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળ્યા છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે 17 હજારથી વધુ કેસ નોંધાયા,તો આર્થિક રાજધાની મુંબઈમાં પણ કોરોનાના કેસ 20 હજારને પાર
દેશમાં દિલ્હી,મુંબઈમાં સૌથી વધુ કેસ
દિલ્હીમાં કોરોના કેસ એ રેકર્ડ તોડ્યો
મુંબઈમાં કેસ 20 હજારને પાર કરી ગયા
દેશભરમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળ્યા છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે 17 હજારથી વધુ કેસ નોંધાયા,તો આર્થિક રાજધાની મુંબઈમાં પણ કોરોનાના કેસ 20 હજારને પાર કરી ગયા છે. દિલ્હી અને મહારાષ્ટ્ર આજની સ્થિતિએ દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે.
મુંબઈની વાત કરીએ તો શુક્રવારે કોરોનાના 20,917 નવા કેસ નોંધાયા છે.સાથે જ 8490 દર્દીઓ સાજા થયા છે. મુંબઈમાં શુક્રવારે કોરોનાથી 6 દર્દીઓના મોત નીપજ્યા છે. આ સિવાય 1395 દર્દીઓ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુમ્બીની હોસ્પીટલમાં 35 હજારથી વધુ દર્દીઓની પથારી તૈયાર કરવામાં આવી છે. જેમાંથી 6532 પથારી ઉપયોગમાં છે.
કોરોનાના કારણે મુંબઈની 123થી વધુ બિલ્ડીંગને સીલ કરી દેવાઈ છે અને અહિયાં અત્યારે 6 કન્ટેન્ટમેંટ ઝોન એક્ટીવ છે.બીજી તરફ સમગ્ર મહારાષ્ટ્રમાં 364 રેસીડેન્ટ તબીબ કોરોના સંક્રમિત થયા છે.
દિલ્હીમાં તુટ્યો 8 મહિનાનો રેકર્ડ
દિલ્હીમાં શુક્રવારે 17,335 કેસ નોંધાયા.ત્યાર પછી સંક્રમણનો દર 17.73 ટકા પર પહોચી ગયો. રાજધાનીમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કેસને લઈને દિલ્હીમાં છેલ્લા 8 મહિનાનો રેકર્ડ તુટ્યો છે. છેલ્લે ,ગત 8 મી મે પછી સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે.તો સંક્રમણનો દર પણ 8 મહિનામાં સૌથી વધુ છે. દિલ્હીમાં આજે સંક્રમણનો દર 11 મી મે પછી સૌથી વધુ છે.