બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Corona is Back: To increase immunity just start consuming these fruits

હેલ્થ ટિપ્સ / Corona is Back: હવે ફરીથી ઈમ્યુનિટી વધારવી જરૂરી, બસ આજથી જ શરૂ કરી દો આ ફ્રૂટ્સનું સેવન

Megha

Last Updated: 04:21 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે ડાયટમાં કેટલીક એવી વસ્તુઓ સામેલ કરી લો, જે સિઝનલ બીમારીઓ જ નહીં પરંતુ દરેક પ્રકારના ગંભીર રોગ સામે લડવાની પણ તાકાત આપે.

  • રોગપ્રતિકારક શક્તિ વધારવી એ આપણા હાથમાં જ છે
  • આપણો ખોરાક જ ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરતો હોય
  • ડાયટમાં આ વસ્તુઓ પણ સામેલ કરી લો 

આજના આ કારમી મોંઘવારીના યુગમાં દરેક વ્યક્તિ પોતાના તેમજ પરિવારના આરોગ્યનું ધ્યાન રાખે એ ખૂબ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવી એ આપણા હાથમાં જ છે. આપણો ખોરાક જ ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરતો હોય છે. આપણે ડાયટમાં કેટલીક એવી વસ્તુઓ પણ સામેલ કરી લઈએ, જે સિઝનલ બીમારીઓ જ નહીં, પરંતુ દરેક પ્રકારના ગંભીર રોગ સામે લડવાની પણ તાકાત આપે છે. 

દાડમ
દાડમનું સેવન ખૂબ ફાયદાકારક છે. એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ વાઇરલ ગુણના કારણે તેને સુપરફૂડ માનવામાં આવે છે. તેનું સેવન ઇમ્યુનિટી વધારવાની સાથે-સાથે શરીરમાં લોહીની કમી થવા દેતું નથી. 

નારંગીનો જ્યૂસ
નારંગીના જ્યૂસમાં વિટામિન-સી હોય છે, જે કોશિકાઓની રક્ષા અને પ્રતિરક્ષા તેના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. એક ગ્લાસ સંતરાંના જ્યૂસમાં ૧૦૦ ટકા વિટામિન-સી હોય છે, જે આરોગ્ય માટે ફાયદાકારક છે. 

લસણ
લસણમાં એલિસિન નામનું તત્ત્વ રહેલું હોય છે, જે ઇમ્યુનિટી વધારવાની સાથે ફ્લૂ, તાવ, વાઇરલ ફીવર, શરદી તેમજ ખાંસીથી બચાવે છે. 

ક્રેનબેરી
વિટામિન-સી અને પોલિફેનોલ્સથી ભરપૂર ક્રેનબેરી પણ ઇમ્યુન સિસ્ટમ વધારે છે. ક્રેનબેરીના જ્યૂસમાં મળી આવતાં ઘટક શરીરના સંક્રમણને ઘટાડે છે. 

ટેટી
ટેટીમાં એક પ્રાકૃતિક એન્ટિઓક્સિડન્ટ હોય છે, તે શરીરમાં વિટામિન-એમાં પરિવર્તિત થઇ જાય છે. વિટામિન-એનું નિમ્ન સ્તર ઇમ્યુન સિસ્ટમ સાથે જોડાયેલું છે. તેથી તે ખાવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. 

દ્રાક્ષ
દ્રાક્ષમાં એન્ટિઓક્સિડન્ટ અને અન્ય પોલિફેનોલ હોય છે, તે આપણી કોશિકાઓના સ્વાસ્થ્ય અને ઇમ્યુન સિસ્ટમ પર સકારાત્મક અસર કરે છે, સાથે-સાથે દ્રાક્ષ એક હાઇડ્રેટિંગ ભોજન છે, તેમાં ૮૦ ટકાથી વધુ પાણી હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ