વડોદરામાં 2, ભરૂચમાં 1 અને પોરબંદરમાં 1 દર્દીનું કોરોનાથી મોત
રાજ્યમાં સતત કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 367 કેસ નોંધાયા છે અને 902 દર્દી સાજા થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 3925 પર આવી પહોંચી છે. તો આજે 4 દર્દીના મૃત્યુ થયા છે. અત્યાર સુધી કોરોનાને કારણે કુલ 10906 દર્દીના મૃત્યુ થયા છે. કુલ 36 કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ વેન્ટિલેટર પર અને 3889 દર્દી સ્ટેબલ છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1206445 પર પહોંચી છે. આજે રાજ્યમાં કુલ 186089 દર્દીઓનું રસીકરણ થયું છે. તો રિકવરી રેટ વધીને 98.79 ટકા પર પહોંચ્યો છે. જ્યારે વડોદરા શહેરમાં 2, ભરૂચમાં 1 અને પોરબંદરમાં 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે. ત્યારે રાજ્યના 8 મોટા જિલ્લામાં જાણો કેટલા એક્ટિવ કેસ છે...
મોટા જિલ્લા
એક્ટિવ કેસ
Ahmedabad
1400
Vadodara
914
Surat
252
Gandhinagar
237
Rajkot
168
Jamnagar
48
Bhavnagar
29
Junagadh
1
અમદાવાદ શહેરમાં 157, વડોદરા શહેરમાં 56, વડોદરા ગ્રામ્યમાં 31, બનાસકાંઠામાં 14, ગાંધીનગર શહેરમાં 12, આણંદમાં 8, ભરૂચમાં 7, દાહોદમાં 7, પાટણમાં 7, તાપીમાં 7, સાબરકાંઠામાં 6, રાજકોટ ગ્રામ્યમાં 5, સુરત શહેરમાં 5, અમદાવાદ ગ્રામ્યમાં 4, ભાવનગર શહેરમાં 4, સુરત ગ્રામ્યમાં 4, ડાંગમાં 3, ગાંધીનગર ગ્રામ્યમાં 3, જામગનર શહેરમાં 3, કચ્છમાં 3, મહેસાણામાં 3, રાજકોટ શહેરમાં 3, અરવલ્લીમાં 2, ખેડામાં 2, મોરબીમાં 2, નવસારીમાં 2, સુરેન્દ્રનગરમાં 2, છેડા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મહીસાગર અને વલસાડમાં 1-1 કોરોનાનો કેસ નોંધાયો છે.
જ્યારે અમરેલી, ભાવનગર ગ્રામ્ય, બોટાદ, જામનગર, જૂનાગઢ ગ્રામ્ય, જૂનાગઢ શહેર, નર્મદા, પંચમહાલ અને પોરબંદરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.