બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Controversy over non-payment of construction money by managers of Surat Heeraburs

વિવાદ / સુરત હીરાબુર્સના સંચાલકોએ બાંધકામના પૈસા ન ચૂકવતા વિવાદ, 538 કરોડની ચૂકવણી બાકી, કોર્ટે આપ્યો એક સપ્તાહનો સમય

Priyakant

Last Updated: 01:01 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Diamond Bourse Latest News: કોર્ટે ડાયમંડ બુર્સેને એક અઠવાડિયા ગેરેન્ટી પેટે 100 કરોડ જેવી માતબર રકમ જમા કરાવવા કર્યો હુકમ

  • સુરતનું હીરાબૂર્સે શરૂ થાય તે પહેલા જ વિવાદમાં 
  • હીરાબુર્સના સંચાલકોએ બાંધકામના પૈસા ન ચૂકવતા વિવાદ 
  • સંચાલકોએ ઇમારત બાંધકામના 538 કરોડ ન ચુકવતા વિવાદ
  • બાંધકામ કરનાર PSP લીમીટેડ કંપનીને રકમ ન ચુકવાતા વિવાદ 
  • પૈસા ન ચૂકવાતા PSP કંપનીએ નામદાર કોર્ટના દ્વાર ખખડાવ્યા 
  • કોર્ટે ડાયમંડ બુર્સેને એક અઠવાડિયા ગેરેન્ટી પેટે રકમ જમા કરાવવા કર્યો હુકમ 
  • 100 કરોડ જેવી માતબર રકમની બેન્ક ગેરંટી જમા કરાવવા કર્યો હુકમ

Surat Diamond Bourse : સુરતનું હીરાબુર્સ શરૂ થાય તે પહેલા જ વિવાદ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, કરોડના ખર્ચ બનેલ આ હીરાબુર્સનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થવાનું છે. જોકે ઉદ્ઘાટન પહેલા જ હવે હીરાબુર્સના સંચાલકોએ બાંધકામના પૈસા ન ચૂકવાતા વિવાદ થયો છે. વિગતો મુજબ અદ્યતન હીરાબુર્સના ઇમારતના 538 કરોડની ચૂકવણી બાકી હોવાનું સામે આવ્યું છે. જેથી બાંધકામ કરનાર PSP લિમિટેડ કંપનીએ કોર્ટમાં અરજી કરતાં કોર્ટે ડાયમંડ બુર્સને 100 કરોડ ગેરંટી પેટે જમા કરાવવા આદેશ આપ્યો છે. 

ડાયમંડ નગરી સુરતનું હીરાબુર્સ શરૂ થાય તે પહેલા જ એક વિવાદ સામે આવ્યો છે. વિગતો મુજબ બાંધકામ કરનાર PSP લિમિટેડ કંપનીને  હીરાબુર્સ 538 કરોડ ન ચૂકવાયા હોવાનું સામે આવ્યું છે. આ તરફ બાકી ચૂકવણાને લઇ PSP કંપનીએ કોર્ટમાં અરજી કરી હતી. જેને લઈ કોર્ટે ડાયમંડ બુર્સને એક સપ્તાહમાં ગેરન્ટી પેટે રકમ જમા કરાવવા હુકમ કર્યો છે. જેમાં 100 કરોડ જેવી માતબર રકમની ગેરંટી જમા કરાવવા કોર્ટે આદેશ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ