બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 'Congress will not bow down, the mentality that it will happen as I want it is wrong': Congress leaders aggressive on Dinesh Sharma's resignation

પ્રતિક્રિયા / 'કોંગ્રેસ ઝૂકેગા નહિ, હું ઈચ્છું એટલું જ થાય એ માનસિકતા ખોટી' : દિનેશ શર્માના રાજીનામા પર કોંગ્રેસ નેતાઓ આક્રમક

Mehul

Last Updated: 09:08 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિનેશ શર્માના આરોપો બાદ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પાર્ટીએ શર્માને ઓળખ આપી લાયક બનાવ્યા છે. પાર્ટીમાં અવગણના હોય તો આંતરિક ચર્ચા કરવી જોઈએ

  • દિનેશ શર્મા પર કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા
  • મર્યાદિત બેઠકોમાં મનમાની ચલાવી ના લેવાય
  • હિંમતસિંહ પટેલ, ઇન્દ્રવિજય સિંહ શર્મા પર લાલઘૂમ  


અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષનાં  નેતા તરીકે ટર્મ પૂરી કરનારા દિનેશ શર્માએ બગાવતી તેવર દર્શાવતા કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. પ્રદેશ કોન્ગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ ભાજપામાં જતા હવે નગર કક્ષાએ કોંગ્રેસમાં વિરોધી બ્યુગલ ફૂંકાવા લાગ્યા છે. દિનેશ શર્મા એ કોંગ્રેસ છોડતા ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પર આરોપ લગાવ્યા હતા. દિનેશ શર્માના આરોપો બાદ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ દિનેશ શર્માને ઓળખ આપી લાયક બનાવ્યા છે. પાર્ટીમાં અવગણના હોય તો આંતરિક ચર્ચા કરવી જોઈએ. આજે તેમના નિવેદન અપરિપક્વ અને સંસ્કારહીન છે. હિંમત સિંહે કહ્યું કે, મર્યાદિત સીટોમાં લોકો મનમાની કરે એ ન ચલાવી લેવાય. હોદ્દા, ટિકિટોમાં ક્યારેક ને ક્યારેક બ્રેક લાગતી હોય છે. અનેક દાવેદારો વચ્ચે પદ તો કોઈ એકને જ મળે છે. પદ ન આપે એટલે પાર્ટી વિશે એલફેલ બોલવું અયોગ્ય છે. એવું તો શું થઈ ગયું કે તમે તાત્કાલિક બદલાઈ ગયા. 

તો દિનેશ શર્મા ના રાજીનામાં બાદ કોંગ્રેસ નેતાઓ આક્રમક પ્રતિક્રિયા આપી રહ્યા છે. હિંમતસિંહ પટેલ બાદ ઇન્દ્રવિજયસિંહ ગોહિલનું દિનેશ શર્મા પર નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દિનેશ શર્માને કોંગ્રેસે 5 વાર મનપામાં ટીકીટ અને કમિટીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોંગ્રેસમાં હું ઈચ્છું એટલું જ થાય એ માનસિકતા ખોટી છે. મનમાની કરનાર નેતાઓને કોંગ્રેસ   તાબે નહીં થાય. આમ જુઓ તો રાહુલ ગાંધી તાલુકા કક્ષાના નેતાઓને પણ  દ્વારકામાં મળવાના જ છે. દિનેશ શર્મા ઈચ્છે તો દ્વારકામાં રાહુલ ગાંધી સાથે વાત કરી શક્યા હોત.પરંતુ તેઓ  પહેલા થી જ નક્કી કરી ચુક્યા હતા એટલે આવી નિવેદનબાજી કરે છે. રાહુલ ગાંધી, રઘુ શર્મા વિશે આવા નિવેદનો ક્યારેય ચલાવી ના લેવાય અને કોંગ્રેસ આવા નેતાઓના દબાવમાં નહીં આવે.  અત્યાર સુધી તેઓ દબાણ ની રાજનીતિ કરી શકતા હતા પરંતુ હવે લડવાની માનસિકતા ના ધરાવનાર સામે કોંગ્રેસ ઝુકશે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ