બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / congress now looks at rajasthan to send manmohan singh to rajya sabha

રાજનીતિ / ડૉ.મનમોહન સિંહને રાજ્યસભામાં મોકલવા કોંગ્રેસ પાસે બચ્યો માત્ર આ રાજ્યનો સહારો

vtvAdmin

Last Updated: 11:51 AM, 3 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ (Manmohan Singh) ના રાજ્યસભામાં મોકલવાને લઇને કોંગ્રેસ વિકટ સ્તિથિનો સામનો કરી રહી છે. કોંગ્રેસ પાસે અસમ અને ગુજરાતમાં રસ્તો બંધ થયા બાદ હવે રાજસ્થાન એક માત્ર સહારો છે. તમિલનાડુમાં પણ સહયોગી ડ્રવિડ મુનેત્ર કષગમ (DMK)એ મંગળવારે રાજ્યની ત્રણ રાજ્યસભા બેઠકો પૈકી 2 બેઠક પોતાની પાસે રાખી ત્રીજી બેઠક કોંગ્રેસના સ્થાને અન્ય સહયોગી પાર્ટી MDMKના વી. ગોપાલસ્વામી  અથવા વાઇકોને જાહેર કરી હતી.

તમિલનાડુમાં સત્તાધીન ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કષગમ (AIADMK) તથા વિપક્ષી દળ DMK, બંને પાસે એટલા ધારાસભ્ય થે કે ત્રણ-ત્રણ બેઠક જીતી શકે છે. ગત દિવસોએ સમાચાર મળ્યા હતા કે એક સમયે વડાપ્રધાન પદ માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નામની વાત કરનાર DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિન આ વાત માટે રાજી હતા કે પોતાના ક્વોટામાંથી એક બેઠક ડૉ. મનમોહન સિંહને આપશે.

સૂત્રોનું કહેવું છે કે DMK નો ઇરાદો બદલવાનું પાછળ કારણ છે કે કોંગ્રેસના ટોચના બે નેતાઓ- રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધીએ સીધા એમ.કે.સ્ટાલિનને વાત ન કરી, પરંતુ તેમના સ્થાને કોંગ્રેસ નેતાઓ અહમદ પટેલ અને ગુલામ નબી આઝાદે DMKમાં પોતાના સમકક્ષને વાત કરી હતી. જેના કારણે DMK નેતૃત્વ નારાજ થઇ ગયું હતું. 

વર્ષ 2014માં કોંગ્રેસ આગેવાની વાળા યુપીએની સરકારની હાર પહેલા 10 વર્ષ સુધી વડાપ્રધાન રહેલા ડૉ. મનમોહન સિંહ પૂર્વોત્તરના આસામ રાજ્યથી રાજ્યસભા સાંસદ હતા. પરંતુ જ્યારે આ રાજ્યમાં કોંગ્રેસ પાસે પુરતી સંખ્યામાં ધારાસભ્ય નથી, જે દ્વારા ડૉ. સિંહને સંસદ સુધી મોકલી શકાય.

હવે વાત કરીએ ગુજરાતની તો, કોંગ્રેસે ગુજરાતથી ડૉ. સિંહને રાજ્યસભા મોકલવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીના લોકસભા સભ્ય બન્યા બાદ 2 બેઠક ખાલી પડી હતી. જોકે, રાજ્યની બંને રાજ્યસભા બેઠક પર એક સાથે ચૂંટણી કરાવવાની માંગ ફગાવતા પાર્ટીએ આ નિર્ણય બદલી નાંખ્યો હતો. 

હવે સમાચાર મળી રહ્યા છે કે, કોંગ્રેસની યોજના ડૉ. મનમોહન સિંહને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવાની છે. જ્યાં ગત મહીને જ રાજ્ય BJP પ્રમુખ મદનલાલ સૈનીના નિધન બાદ એક રાજ્યસભા બેઠક ખાલી થઇ છે. તેમનો કાર્યકાળ એપ્રિલ 2024 હતો. ગત વર્ષ ડિસેમ્બરમાં રાજસ્થાન વિધાનસભા ચૂંટણી જીતીને રાજ્યમાં સત્તારૂઢ બનેલી કોંગ્રેસને પોતાની જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ