કેન્દ્રીય મંત્રી નિશિથ પ્રામાણિકની નાગરિકતાને લઇને વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ સાસંદ રિપુન બોરાએ PM મોદીને પત્ર લખ્યો છે અને સાથે જ મંત્રી નિશિથ પ્રામાણિકની નાગરિકતાને લઇ તપાસની માગણી પણ કરી છે. મંત્રી નિશિથ પ્રામાણિક બાંગ્લાદેશી નાગરિક હોવાનું સાંસદ રિપુન બોરાનું કહેવું છે. નિશિથ પ્રામાણિકને લઇ દેશમાં અનેક ચર્ચાઓ છે અને સાથે તેઓ બંગાળના કૂચબિહારથી સાંસદ છે. મોદી સરકારમાં નિશિથ પ્રામાણિક કેન્દ્રીય રાજ્ય મંત્રી છે.
કોંગ્રેસ સાસંદ રિપુન બોરાએ શું લખ્યું છે પત્રમાં
તેઓએ પીએમ મોદીને પત્રમાં લખ્યું છે કે હું તમને નિશિથ પ્રામાણિકના વાસ્તવિક જન્મ સ્થાન અને નાગરિકતાના વિશે પારદર્શી રીતે તપાસ કરવા અને આ મુદ્દાને સ્પષ્ટ કરવાનો આગ્રહ કરું છે કેમકે તેનાથી દેશમાં ભ્રમ ફેલાઈ રહ્યો છે.
BarakBanglaNews, RepublicTV Tripura, IndiaToday & Business Standard publishes, @NisithPramanik is a Bangladeshi national. Its a matter of grave concern that a foreign national is an incumbent union minister. Urging PM @narendramodi in a letter to conduct an enquiry to clarify it. pic.twitter.com/5Td0xIoG8n
બંગાળના કૂચબિહારથી સાંસદ છે નિશિથ પ્રામાણિક
નિશિથ પ્રમાણિક બંગાળના કૂચબિહારથી સાંસદ છે. આ પહેલા તેઓ તૃણમૂલ કોંગ્રેસનો ભાગ રહી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી પહેલા પ્રામાણિકે ટીએમસીથી રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા હતા. હાલમાં થયેલા નવા વિસ્તારમાં તેમને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બનાવાયા છે. આસામમાં રાજ્યસભા સાંસદ રિપૂન બોરાએ તેની પર પ્રશ્નો કર્યા છે અને એક બાંગ્લાદેશી ફેસબુક પેજ દ્વારા પ્રામાણિકને રાજ્યમંત્રી બનાવવાને લીને અભિનંદન આપ્યા અને તેને બાંગ્લાદેશનો દીકરો કહેવાની લેઈને આ વિવાદ શરૂ થયો છે.
શું લખ્યું છે રિપૂન બોરાએ ટ્વિટમાં
તેઓએ લખ્યું કે આ ચિંતાનો વિષય છે. આ એક વિદેશી નાગરિક કેન્દ્રીય મંત્રી બન્યા છે. પત્રમાં પીએમ મોદીને તેને સ્પષ્ટ રીતે તપાસના આગ્રહ કર્યા છે. બોરાએ દાવો કર્યો કે પ્રામાણિકનો જન્મ બાંગ્લાદેશના ગૈબાંઘા જિલ્લાના પલાસબારી પોલિસ સ્ટેશનના હરિનાથપુરમાં થયો હતો. તેઓએ કહ્યું કે તેઓ કમ્પ્યુટરના અભ્યાસ માટે પ. બંગાળ આવ્યા હતા.
પ્રામાણિકના નજીકના સૂત્રોએ વાતનું કર્યું ખંડન
કોંગ્રેસ સાંસજનો દાવો છે કે કમ્પ્યુટરની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ ટીએમસી અને પછી ભાજપમાં સામેલ થયા. અંતમાં તેઓ એક સાંસદના પદ સુધી પહોંચ્યા. પ્રામાણિકના નજીકના સૂત્રોએ આ રીતના આરોપોનું ખંડન કર્યું છે અને દાવો કર્યો છે કે મંત્રીનો જન્મ, પાલન પોષણ અને શિક્ષણ ભારતમાં થયું છે. શનિવાર રાત સુધી ગૃહમંત્રાલયની વેબસાઈટ પર મંત્રઈના લિસ્ટમાંથી પ્રામાણિકનું નામ અને ફોટો ગાયબ રહ્યો છે. રાજ્ય મત્રીની લિંક પર નિત્યાનંદ રાય અને અજયકુમાર મિશ્રાનો જ ફોટો છે.