બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Congress announced the election manifesto 2022

ચૂંટણી ઢંઢેરો / કોંગ્રેસે કરી વચનોની લહાણી, 500 રૂ.માં ગેસ સિલિન્ડર આપવાથી લઇને ખેડૂતોના દેવા માફી સુધીની જાહેરાત

Dhruv

Last Updated: 03:20 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં આવી ગયા છે. ત્યારે હવે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરી દીધો છે. જેમાં આઠ વચનોની લ્હાણી કરવામાં આવી છે.

  • ચૂંટણીને લઇને કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
  • 'જનતાની સરકાર'ના નામથી ઢંઢેરાની કરાઇ જાહેરાત
  • ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચનોની કરાઇ લ્હાણી

રાજસ્થાનના CM અશોક ગેહલોતે આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં 'જનતાની સરકાર'ના નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. આ ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રહેશે.

જુઓ ચૂંટણી ઢંઢેરામાં કરેલા વચનોની લ્હાણી

  • કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે
  • 300 યુનિટ વીજળી ફ્રી, જૂની પેન્શન યોજના, કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદી કરાશે
  • 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે
  • પેપર ફૂટવા અટકાવવા ભ્રષ્ટાચાર નિવારણ કાયદો લવાશે
  • નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં 20 ટકાનો ઘટાડો કરાશે
  • શિક્ષણ આરોગ્યના વ્યાપારીકરણ પર રોક લગાવવામાં આવશે
  • તમામ નદીઓની સાફ સફાઈ કરવામાં આવશે
  • 5 વર્ષમાં રાજ્યને પ્રદૂષિત મુક્ત કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરાશે
  • આઠ મહાનગરોમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરી
  • સ્કૂલ ફીમાં 20 ટકા રકમનો ઘટાડો કરવામાં આવશે

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર

શિક્ષણ

- ઈતર પ્રવૃત્તિના નામે લેવાતી ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન્સ પર પ્રતિબંધ, પ્રવર્તમાન શિક્ષણ ફી ને સ્થગિત કરી તાત્કાલિક ફી માં ૨૦%નો ઘટાડો

પશુપાલન

લંપીથી મૃત્યુ પામેલ ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય
- પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે

સૌને ધરના ઘર

- ઘર ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી, પાકા રસ્તા,ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્સ, બાલભવન, દવાખાના

-ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં કોઈ શરતો વિના ગટર, પાણી, લાઈટની સુવિધા
- વસ્તી મુજબ શૌચાલયોની વ્યવસ્થા

SC,ST,OBC, લઘુમતી

- વસ્તી ગણતરીના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીમાં સમાજના લોકો માટે ભાજપે રદ કરેલ અનામત પુન: લાગુ કરાશે
- ભરતીમાં ચડતા ક્રમથી અગ્રીમતી આપી અંત્યોદયના સિદ્ધાંતોનો અમલ કરાશે

પંચાયતી રાજ

- ભાજપે પંચાયતો પાસેથી છીનવેલ સત્તા, કાર્યો સુપરત કરાશે

- મનરેગામાં ભ્રષ્ટાચાર અટકાવી સમયસર ચૂકવણુ થાય માટે અગ્રીમતા અપાશે

મહિલા સુરક્ષા

- મહર્ષિ દયાનંદ સરસ્વતી જ્ઞાન યોજના હેઠળ મેડિકલ, ઈજનેરી, એમબીએમાં પ્રવેશ લેનાર છાત્રાઓને ફ્રી લેપટોપ

- આઠ મહાનગરોમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરી

ખેડૂત

- દરેક ગામમાં જળસંગ્રહ માટે તળાવો- વરસાદી/કેનાલના પાણીથી ભરવાની યોજના

- કૃષિ ક્ષેત્ર -ખેડૂતના વિકાસને અગ્રિમતા અપાશે

માછીમાર

- માછીમારી પ્રવૃત્તિને ઉદ્યોગનો દરજ્જો અપાશે
- માછીમારોનું રૂ. ૩ લાખ સુધીનું દેવુ માફ

પર્યાવરણ સુરક્ષા

- 5 વર્ષમાં રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા સઘન પગલા
- તમામ નદીઓમાં પ્રદૂષણમુક્ત  કરવા એક્શન પ્લાન 

વ્યાપાર ઉદ્યોગ

- વીજળીના દર,પ્રોપર્ટી ટેક્સ, પરિવહન, ટોલટેક્સ, જીએસટી દર, રો-મટિરિયલ, રોયલ્ટી દર, વ્યાજદરોની સમીક્ષા કરાશે

- ઈન્ક્મ ટેક્સની મર્યાદામા પગાર/આવક ધરાવનારને વ્યવસાય વેરો માફ કરાશે

ઈન્ફ્રાસ્ટ્રક્ચર

- કૃષિ ક્ષેત્રે ૨૫ વર્ષની જરૂરિયાતોનું આયોજન

- વીજળી ઉત્પન્ન કરી શકે માટે ૨ KVની સોલર પેનલ સબ્સિડી

લોકશાહી

- બિલકીસ બાનુ કેસના આરોપીઓની સજા માફ કરવાના નિર્ણયને રદ કરવાની કાર્યવાહી કરાશે

મોંઘવારી

શિક્ષણ, આરોગ્યના વ્યાપારીકરણ પર રોક

નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં ૨૦ ટકાનો ઘટાડો

રોજગાર

- સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિ અને વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકવા ભ્રષ્ટ્રાચાર નિવારણ કાયદો અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના

કલા-સંસ્કૃતિ-અસ્મિતા

- પ્રથમ કેબિનેટમાં જ સરદાર પટેલ સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવામાં આવશે

- વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે તે માટેના પ્રયાસ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ