બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / રાજકોટ / CM Rupani's big statement in Rajkot

અપીલ / રાજકોટમાં CM રૂપાણીનું મોટું નિવેદન, રેમડેસિવીર ઈન્જેક્શનની અછત નથી, બિનજરૂરી લેવાનું ટાળો નહીંતર...

Shyam

Last Updated: 04:54 PM, 9 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીની મુલાકાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા હતા, જ્યા સારવારની સુવિધા અંગે કરી ચર્ચા

  • મોરબીની મુલાકાત બાદ રાજકોટ પહોંચ્યા CM રૂપાણી
  • રાજકોટમાં અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની બેઠક
  • રાજકોટમાં સારવારને લઈ સુવિધા વધારવાની કરી જાહેરાત

સૌરાષ્ટ્રમાં કોરોનાની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું, કેસ વધતાની સાથે સમસ્યા વધે છે. ફેબ્રુઆરીમાં ગુજરાતમાં 300 કેસ રોજ આવતા હતા. આજે 4 હજાર કેસ થઈ ગયા છે. જેને લઈ સરકારે ત્રણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેમાં ટેસ્ટિંગ વધારવું, આજે રોજના સવા લાખ ટેસ્ટિંગ રાજ્યભરમાં થઈ રહ્યા છે. તો રાજકોટની સમરસ હોસ્ટેલમાં ઓક્સિજનની પાઈપલાઈન નાખવાની કામગીરી થઈ રહી હોવાની પણ વાત કરી છે. 

રાજકોટમાં કેટલા બેડ ખાલી?

મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યમાં નવા કેસ સામે આવતા નવા 15 હજારથી વધુ બેડ વધાર્યા છે. રાજકોટમાં પણ 6631 બેડની કુલ સંખ્યા આગામી દિવસમાં થઈ જશે. રાજકોટમાં હાલ 4293 બેડ રાજકોટ જિલ્લામાં  છે. હાલ રાજકોટમાં 1700 બેડ ખાલી છે. આ બેડ સમરસ હોસ્ટેલ અને સિવિલ હોસ્પિટલ સહિતના કેન્દ્રોની વાત છે.

રાજકોટમાં નવા સેન્ટર કરાશે ઉભા

રાજકોટમાં સમરસ હોસ્પિટલમાં ઓક્સિજન પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. સમરસના 8 માળનો સંપૂર્ણ ઉપયોગ કરાશે. સાથે સમરસમાં 500 નવા બેડ ઉભા કરાશે. સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર કોવિડ સેન્ટર ઉભું કરાશે. જ્યાં 200 નવા બેડ ઉભા કરાશે. આ સાથે અમૃત ઘાયલ કોવિડ હોલમાં ઓક્સિજનની પાઈપલાઈન નખાશે. ત્યાં પણ કોવિડના દર્દીઓને રાખવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારમાં PHC સેન્ટર સહિત સમાજની વાડીઓમાં 15 જેટલા બેડ એક સેન્ટર પર ઉભું કરવાની કવાયત થઈ રહી છે. સાથે અન્ય ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટિંગ અને વોર્ડ ઉભા કરાશે. જેથી રાજકોટ પર તેનું ભારણ ઘટી શકે.

રેમડેસિવિર માટે મુખ્યમંત્રીનું નિવેદન

રાજકોટને છેલ્લા 5 દિવસમાં 15 હજાર જેટલા ઈન્જેક્શનની ડિલિવરી કરાઈ ચૂકી છે. પરંતુ દર્દીને ઈન્જેક્શન અપાશે નહી. પણ હોસ્પિટલને જ ઈન્જેક્શન અપાશે. હોસ્પિટલ દ્વારા હેલ્પલાઈનને ફોન કરવાનો રહેશે. જે બાદ હોસ્પિટલનો વ્યક્તિ જ લેવા જઈ શકે છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં પણ ડૉક્ટર લખી આપશે પછી જ દર્દીના નામે ઈન્જેક્શન મળશે. દર્દીના સગાને નહીં પણ હોસ્પિટલનો વ્યક્તિ જ ઈન્જેકશન લેવા જઈ શકશે. 

બીનજરૂરી ઈન્જેક્શન ન લેવા અપીલ

મુખ્યમંત્રીએ કહ્યું, બીનજરૂરી ઈન્જેક્શન લેવા જોઈએ નહીં. જ્યાં સુધી તબીબો લખી આપશે નહીં. ત્યાં સુધી કોઈએ ઈન્જેક્શન લેવા નહીં. સાથે બીન જરૂરૂ ઈન્જેક્શન સ્ટોક પણ કરવા જોઈએ નહીં.

મોરબીમાં મુખ્યમંત્રીની મુલાકાત

મહત્વનું છે કે, રાજકોટની મુલાકાત પહેલા મોરબીમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ જોતા ખુદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દોડી આવ્યાં હતા અને ઉચ્ચ અધિકારી સાથે સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. સમીક્ષા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું, 48 કલાકમાં જ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરાશે. વધારાના 500 બેડની સુવિધા પણ ઉભી કરવામાં આવશે.

સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને અન્ય સ્ટાફની અછત દૂર કરવા નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ મોરબી જિલ્લાને વધુ 700  રેમડેસીવીર ઇન્જેક્શન મોકલાશે તેવો દાવો કર્યો હતો. સાથે જ લોકોને રેમડેસીવીર ઇન્જેક્શન જરૂરી હોય તો જ લેવા માટે અપીલ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ