દિલ્હીના CM કેજરીવાલની દિકરીનું અપહરણ કરવાની મળી ધમકી, સુરક્ષા વધારાઇ

By : juhiparikh 08:02 AM, 13 January 2019 | Updated : 08:02 AM, 13 January 2019
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિકરી હર્ષિતા કેજરીવાલને અપહરણ કરવાની ધમકી મળી છે. આ ધમકીભર્યો ઇ-મેલ મુખ્યમંત્રી કેજરીવાલના ઑફિશ્યલ ઇમેલ આઇડી પર 9 જાન્યુઆરીના મોકલવામાં આવ્યો છે. બે ઇમેલમાં અપહરણ કરવાની ધમકી અપાઇ છે. ઇમેલમાં CM કેજરીવાલને સંબોધિત કરીને લખવામાં આવ્યુ છે કે, ''તમે તમારી દીકરીને બચાવી શકો તો બચાવી લો, બાકી અપહરણ કરી લઈશુ.''

આ ઇમેલને સીએમો તરફથી સિક્યોરિટી ઓફિસરને આગળ મોકલવમાં આવ્યા છે. દિલ્હી પોલીસના શીર્ષ અધિકારીઓને પણ આ અંગેની જાણકારી આપવામાં આવી છે. હાલમાં કેજરીવાલની દિકરીની સુરક્ષા વધારી દેવામાં આવી છે સાથે જ તપાસની જવાબદારી સાઇબર સેલને આપવામાં આવી છે. 

પોલીસના સુત્રોનુસાર, સીએમઓને 9 જાન્યુઆરી થોડી થોડી મિનિટોના અંતરમાં ત્રણ ઇમેલ મળ્યા હતા. પહેલા બે ઇમેલમાં 18 મિનિટનો ગેપ હતો. સૌથી પહેલા મોકલાવાયેલા ઇમેલમાં સીએમની દિકરીને અપહરણ કરવાની ધમકી અપાઇ હતી. બીજા ઇમેલમાં ધમકીભરી અન્ય વાતો લખવામાં આવી હતી. ત્રીજા ઇમેલમાં એવું જણાવવામાં આવ્યુ કે,  આ ઇમેલ ફેક છે. ધમકીભર્યા ઇમેલ સામે આવ્યા પછી સીએમ ઓફિસે પોલીસ કમિશનરે ફરિયાદ મોકલવામાં આવી હતી. 

સીએમ પરિવાર સાથે સિવિલ લાઈન્સ એરિયામાં રહે છે. નોર્થ ડિસ્ટ્રિકટ પોલીસ હેડક્વાર્ટર તરફથી સિક્યોરિટી વધારવાની સૂચના અપાઇ હતી. . અસ્થાઈ રીતે દિકરીની પણ સુરક્ષા વધારવામાં આવી છે. આ મામલાની તપાસ સ્પેશિયલ સેલની સાઇબર સેલને સોંપાઇ છે. કેજરીવાલની દિકરી ગુડગાવની મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે. આ પહેલા જાન્યુઆરી 2016માં સીએમની દિકરીને લઇને શરમજનક ટ્વિટ કરવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. ત્યારે અપમાનજનક ટીપ્પણી કરવાના આરોપમાં પાંચ લોકો વિરુદ્ધ મુંબઇ પોલીસમાં ફરિયાદ દાખલ કરાઇ હતી.Recent Story

Popular Story