ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે સાંજે 5 કલાકે વરસાદથી થયેલા નુક્સાન લઈને બેઠકનું આયોજન કરાવામાં આવ્યું છે. જેમાં નુક્સાન અંગેની સમીક્ષા કરવામા આવશે.
બેઠકમાં કૃષિ વિભાગ અને મહેસુલ વિભાગના અધિકારી હાજર રહેશે
પાક નુકસાન અને સર્વેની કામગીરી મુદ્દે બેઠકમાં ચર્ચા
પ્રભાવિત જિલ્લામાં સર્વેની કામગીરી ચાલી રહી છે
મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠકનું આયોજન
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્વ પટેલ સરકારના નવા મંત્રીઓએ આજે મંત્રી તરીકેના ચાર્જ સંભાળવાના શરૂ કર્યા છે. બાદ સૌ કોઈ એક્શન મોડમાં આવી ગયાં છે. તેની વચ્ચે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્વ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે સાંજે 5 કલાકે રાજ્યમાં વરસાદથી થયેલા નુક્સાનના પગલે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના કૃષિમંત્રી રાધવજી પટેલ સહિત કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ હાજર રહેશે
બેઠકમાં ખેતીમાં થયેલા નુક્સાન અને સર્વેની કામગીરીની સમીક્ષા કરાશે
આ બેઠકમાં CM ભુપેન્દ્વ પટેલ અને કૃષિમંત્રી રાધવજી પટેલે કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત આસ-પાસના વિસ્તારોમાં ખેતીમાં થયેલા નુક્સાન અને સર્વેની કામદગીરીની સમીક્ષા કરશે તેમજ નુકસાનીના અંદાજ પ્રમાણે ખેતી, પશુપાલન અને માલસામાન ને થયેલ નુકસાનીની સહાય ચુકવાય તે અંગે નિર્ણય કરશે
મુખ્ય મંત્રીએ તમામને મદદની ખાતરી આપી હતી
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ બીજા દિવસે જ ભુપેન્દ્વ પટેલે સૌરાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા હતાં અને વરસાદથી સૌથી વધુ અસર પામેલા ગામો જાતે મુલાકત લઈને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી . આ દરમિયાન તેમણે વરસાદથી ગ્રામજનોને થયેલા નુક્સાનની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોની મુલાકત સમયે રાજ્ય સરકાર દ્વારા તમામને મદદની ખાતરી આપી હતી અને ક્હ્યું હતું કે, અસરગ્રસ્ત સહાયથી વંચિત નહી રહે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થતાં ભારે નુક્સાન થયું હતું
એક સપ્તાહ પુર્વે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ હેત વરસાવવાના બદલે વરસાદે રૌદ્ર રૂપ ધારણ કરતા 12 થી 14 કલાક માં જ અંદાજે 17 ઇંચ વરસાદ ખાબકી ગયો પરિણામે વરસાદી પાણીથી રાજકોટ માત્ર નહિ સમગ્ર પંથક જળમગ્ન બની ગયો ગ્રામીણ વિસ્તારમાં લોધિકા,કોટડા સાંગાણી,ગોંડલ જેવા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા,નદીઓ વહેતી હોય તેવા દૃશ્યોનું નિર્માણ થયું હતું.સડકો પર પણ પાણી ફરી વળ્યા હતાં. સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થતાં અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી