બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / cigarettes are more dangerous than alcohol

સ્વાસ્થ્ય / નશાના બંધાણીઓ ચેતજો: દારૂ આખા સપ્તાહમાં જેટલું નુકસાન કરે, એટલું જ સિગારેટ ગણતરીની મિનિટમાં કરે છે

Bijal Vyas

Last Updated: 09:46 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધૂમ્રપાનના દુષ્પ્રભાવો વિશે લોકોમાં જાગૃતતા ફેલાવા અને ધૂમ્રપાન છોડવા માટે પ્રેરિત કરવા માટે દરવર્ષે નવા-નવા અભિયાન ચલાવે છે

  • સિગરેટ પીવાથી કેન્સરનો ભય વધારે રહે છે
  • દારુ પીવાથી મહિલાઓને બ્રેસ્ટમાં અને પુરુષને પેટ તથા લિવરમાં કેન્સર થાય છે
  • આખા અઠવાડિયામાં ફક્ત 14 યુનિટ દારુથી વધારે ના પીવી જોઇએ

ધ્રૂમપાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોય છે. આ ફક્ત કહેવાની વાતો નથી પરંતુ હકીકત છે. જો કોઇ વ્યક્તિ સિગરેટ, બીડી અને તમાકુ, દારુ પીવે છે તો તેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. ફક્ત એટલુ જ નહીં શ્વાસને લગતી બીમારી પણ થઇ શકે છે. ધૂમ્રપાનના દુષ્પ્રભાવો વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવા અને તેમને ધૂમ્રપાન છોડાવા માટે પ્રેરિત કરવા દર વર્ષે નવા નવા અભિયાન ચલાવે છે. 

આવો જાણીએ કે, શું સિગરેટ અને દારુ બંને શરીર પર એક જેવો જ અસર કરે છે, સાથે જ એવુ જણાવીશું કે દારુ અને સિગરેટ બંનેમાંથી કોણ છે ખતરનાક. એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અઠવાડિયામાં 750 મિલીલીટર દારુના બરાબર 10 સિગરેટ છે. ત્યાંજ પુરુષોને આ નુકશાન સિગરેટ પીવા પર થાય છે. જે લોકો ઓછી સિગરેટ પીવે છે, જે લોકો ઓછી સિગરેટ પીવે છે, તેમને જાગૃત કરવા પર તેમને આ આદતથી છોડાવી શકાય છે. ઘણા રિસર્ચરનું માનવુ છે કે, વધારે દારુ પીવા કરતા સિગરેટ પીવી વધારે ખતરનાક છે. તથા સિગરેટ પીવાથી કેન્સરનો ભય વધારે રહે છે. 

વધુ દારુ પીવાથી કેન્સરનો ભય વધે છે
સરકારી નિર્દેશ અનુસાર એક મહિલા કે પુરુષને આખા અઠવાડિયામાં ફક્ત 14 યુનિટ દારુથી વધારે ના પીવી જોઇએ. આ બીયરની 6 પ્વાઇંટ અને 6 ગ્લાસ ઓફ વાઇનના બરાબર છે. બીએમસી પબ્લિક હેલ્થના રિસર્ચરે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તેમનું કહેવુ છે કે જો કોઇ પુરુષ અને મહિલા સિગરેટ નથી પીતા અને એક અઠવાડિયામાં એક બોટલ પીવે છે તો લગભગ 10થી વધારે પુરુષ અને મહિલામાં કેન્સરનો ભય વધે છે. દારુ પીવાથી મહિલાઓને બ્રેસ્ટમાં અને પુરુષને પેટ તથા લિવરમાં કેન્સર થવાની શક્યતા વધે છે. 

સિગરેટનો ધુમાડાથી થઇ શકે છે કેન્સર 
ધૂમ્રપાન કરવાથી ફેફસાંની કાર્યક્ષમતા બગડે છે અને રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ જાય છે. 100 ટકા ધૂમ્રપાન-મુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે હોટલ અને રેસ્ટોરન્ટ તથા કેન્સર કેરના જાણકારનું કહેવુ છે કે, સિગરેટનો ધુમાડો સિગરેટ ના પીનારા લોકો માટે વધુ ખતરનાક છે. સિગરેટ પીનારા લોકોને હૃદય અને ફેફસાંને લગતા રોગ વધુ થાય છે. 

દારુથી વધારે સિગરેટ ખતરનાક છે
યુકે સેન્ટર ફોર ટોબેકો એન્ડ આલ્કોહોલ સ્ટીડીઝના નિર્દેશક અનુસાર, દારુની સરખામણીમાં સિગરેટ પીવી વધુ ખતરનાક છે. જો કોઇ વ્યક્તિ પોતાના હેલ્થ માટે ચિંતા છે તો તેઓએ સિગરેટને છોડી દેવી જોઇએ. દારુ ખતરનાક હોય છે પરંતુ જો તમે આખા અઠવાડિયામાં 14 યુનિટથી વધારે પીવો છો તો પણ તે સિગરેટ કરતા વધારે ખતરનાક નથી હોતુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ