Children's tuition teachers need to be monitored: Forced to show obscene videos to two children in Surat, an act against nature
SHORT & SIMPLE /
બાળકોના ટ્યુશન ટીચર પર નજર રાખવી જરૂરી: સુરતમાં બે બાળકોને જબરદસ્તી અશ્લીલ વીડિયો બતાવી, કરાયું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
Team VTV04:20 PM, 25 Mar 23
| Updated: 04:21 PM, 25 Mar 23
સુરતમાં જ આવો બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે. જેમાં ટ્યુશન શિક્ષકે બાળકો સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ બાબતે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
સુરતમાં 9 વર્ષના 2 બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ટ્યૂશન શિક્ષકે બાળકો સાથે આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય
શિક્ષક 6 મહિનાથી વિદ્યાર્થી સાથે આચરતો હતો સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય
અવાર નવાર બાળકો સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરવાનાં બનાવો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે સુરતમાં જ આવો બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે. જેમાં ટ્યુશન શિક્ષકે બાળકો સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ અંગેની જાણ વિદ્યાર્થીનાં પરિવારજનોને થતા પરિવારજનોએ પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની જાણ થતાં પરિવારે શિક્ષક વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ
સુરતમાં 9 વર્ષનાં 2 બાળકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે ટ્યુશનના શિક્ષક બાળકો સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. છેલ્લા 6 મહિનાથી વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. ત્યારે શિક્ષક વિદ્યાર્થીઓને અશ્લીલ વીડિયો બતાવીને સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. જો કોઈ બાળક વીડિયો જોવાની ના પાડે તો શિક્ષક બાળકોને માર મારતો હતો. આ ઘટનાની જાણ બાળકે પરિવારજનોન કરતા પરિવારજનોએ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષકની ધરપકડ કરી તેની સામે પોક્સો એક્ટ હેઠળ શિક્ષક મોહમ્મદ મુદ્દબબીર બસીરુદ્દીન શેખની ધરપકડ કરી હતી.