બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cheap grains scam in Sabarkantha of Gujarat

કૌભાંડ / કાળો કારોબારઃ સસ્તા ભાવે મળતાં અનાજનો બારોબાર વહીવટ, સરકાર મૌન!

vtvAdmin

Last Updated: 10:09 PM, 9 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરીબોને માટે સસ્તા અનાજની દુકાનમાં પહોંચાડવામાં આવતું અનાજ બારોબાર જ રસ્તામાં જ ચોરાઈ જતું હતું. તેમ છતાં સરકારને તેની કંઈ જ ખબર નથી. એક બાજુ ગરીબોનાં ઉદ્ધારની વાત કરતી સરકાર ગરીબોનું અનાજ ચોરાઈ જવા છતાં અકળ મૌન રાખીને બેસી છે. શું અનાજ ચોરીનું કોઈ મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે?

સાબરકાંઠા જિલ્લામાં અનાજની ચોરીનો પર્દાફાશ થયો છે. ગરીબોને માટે સસ્તા અનાજની દુકાનમાં પહોંચાડવામાં આવતું અનાજ બારોબાર જ રસ્તામાં જ ચોરાઈ જતું હતું. તેમ છતાં સરકારને તેની કંઈ જ ખબર નથી. એક બાજુ ગરીબોનાં ઉદ્ધારની વાત કરતી સરકાર ગરીબોનું અનાજ ચોરાઈ જવા છતાં અકળ મૌન રાખીને બેસી છે. શું અનાજ ચોરીનું કોઈ મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે? ગરીબો માટેનું અનાજ બારોબાર ચોરાઈ જતું હોવાંથી સરકારનાં પેટનું પાણી હલતું નથી. ત્યારે જોઇએ કેવો છે આ અનાજનો કાળો કારોબાર.

કઈ રીતે અનાજની ચોરી કરવામાં આવી રહી છે. આ અનાજ છેવાડાનાં માનવીની ભૂખ મિટાવવા માટે સરકાર દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ કેટલાંક તસ્કરો અનાજનાં કોથળામાં પીવીસીનો પાઈપ નાખી ગરીબોનાં નસીબનું અનાજ પણ ચોરી કરી રહ્યાં છે. જે અનાજનાં જથ્થામાંથી અનાજ ચોરાઈ રહ્યું છે તે સાબરકાંઠા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં ગરીબ લોકો માટે પહોંચાડવામાં આવી રહ્યું હતું. સસ્તા અનાજની દુકાનોમાં આ અનાજ પહોંચે તે પહેલાં જ આ અનાજની રીતસરની લૂંટ થઈ રહી છે.

જો કે, કેટલાંક જાગૃત નાગરિકોએ હિંમતનગર-શામળાજી હાઈવે પર ચાલુ ગાડીએ થતી અનાજની ચોરી જોઈ લીધી અને ગાડીઓ અટકાવીને સીધી જ જિલ્લા કલેક્ટરને જાણ કરતાં આ ઘટના પ્રકાશમાં આવી. જીલ્લા કલેકટરે આ ગાડીઓની તપાસ કરાવી તો તેમાંથી મોટા પ્રમાણમાં અનાજ ઓછું થયું હોવાનું પકડાયું. પકડાયેલી બે ગાડીઓને પુરવઠા ગોડાઉનમાં લાવવામાં આવી અને ગાડીનાં કોથળા તોલવામાં આવ્યાં. તો જે કોથળા અહીંથી 50 કિલો 500 ગ્રામનાં વજન સાથે મોકલવામાં આવેલાં. જે ફરી વજન કરતાં 35 કિલો, 42 કિલો, 45 કિલોનાં નીકળ્યાં.

ગાડી ગોડાઉનમાંથી નીકળ્યાં બાદ ગાડીમાં બેસેલા માણસો 50 કિલોનાં એક-એક કોથળામાંથી 5થી 7 કિલો અનાજ કાઢી નાખે છે. આ ઓછાં અનાજ બાબતે પુરવઠા ગોડાઉનનાં મેનેજરને પૂછતાં તેમણે હાથ ઊંચા કરી દીધાં. જો કે, સાબરકાંઠા જીલ્લામાં અનાજનો કાળો કારોબાર એ આજની વાત નથી. આ પહેલાં પણ આવી જ રીતે અનાજની આખે આખી બોરીઓ ગાયબ થયેલી છે.

તો કેટલાંક અધિકારીઓ પણ વર્ષો સુધી એક જ જગ્યા પર ચિટકી રહી અનાજનાં કાળાબોરને સાથ આપી રહ્યાં તેવાં આરોપો પણ થઈ રહ્યાં છે. લોકોનું કહેવું એમ છે કે જ્યાં વાડ જ ચીભડા ગળતું હોય ત્યાં બીજાને દોષ ક્યાં દેવો. સરકાર પણ અનાજનાં કાળા કારોબાર વિશે બધું જ જાણતી હોવા છતાં આખરે કેમ મૌન છે? આવો સવાલ સાબરકાંઠાનાં જનજનનાં મનમાં ઊઠી રહ્યો છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ