બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Chawri bazar scuffle home minister amit shah summoned delhi police commissioner

એક્શન / મંદિરમાં તોડફોડ મામલે અમિત શાહે પોલીસ કમિશ્નરને લગાવી ફટકાર

vtvAdmin

Last Updated: 02:21 PM, 3 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૌઝ કાઝી વિસ્તારમાં એક સમુદાય વિશેષનાં લોકો દ્વારા એક મંદિરમાં તોડફોડ કરવા અને મૂર્તિઓને તોડવાની ઘટનાઓને ગૃહમંત્રી અમિત શાહે ગંભીરતાથી લીધેલ છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે આ મામલે દિલ્હી પોલીસની અત્યાર સુધીની કાર્યવાહીથી અંસતુષ્ટ છે. તેઓએ દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને ખખડાવ્યાં.

Delhi temple attack issue

ન્યૂ દિલ્હીઃ હૌઝ કાઝી વિસ્તારમાં એક સમુદાય વિશેષનાં લોકો દ્વારા એક મંદિર (Delhi Temple Attack) માં તોડફોડ કરવા અને મૂર્તિઓને તોડવાની ઘટનાઓને ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) ગંભીરતાથી લીધેલ છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે આ મામલે દિલ્હી પોલીસની અત્યાર સુધીની કાર્યવાહીથી અંસતુષ્ટ છે. તેઓએ દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને ખખડાવ્યાં છે. શાહ સાથે મુલાકાત બાદ પોલીસ કમિશ્નર પટનાયકે જણાવ્યું કે તેઓએ ગૃહમંત્રીને વર્તમાન પરિસ્થિતિ વિશેની જાણકારી આપી.

હૌઝ કાઝી વિસ્તારમાં હાલત હવે સામાન્ય છે. આ મામલામાં 4 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે દિલ્હીનાં હૌઝ કાઝી વિસ્તારમાં રવિવારનાં પાર્કિંગને લઇને બોલાચાલી મામલે બે સમુદાયો વચ્ચે થોડી ઝપાઝપી થઇ ગઇ અને એક સમુદાય વિશેષનાં કેટલાંક લોકોએ એક મંદિરમાં તોડફોડ કરી.

પોલીસ અને સ્થાનીય લોકોનાં પ્રયાસથી તણાવમાં ઘટાડોઃ
મંદિરમાં તોડફોડ બાદ હૌઝ કાઝીમાં પસરા સાંપ્રદાયિક તણાવ બુધવારથી થોડોક ઓછો થઇ ગયો છે. અહીં લાલ કુઆ વિસ્તારમાં સામાન્ય લોકો, સ્થાનીય નેતાઓ અને વેપારીઓનાં પરસ્પર ભાવના અને પોલીસનાં ભારે બંદોબસ્ત વચ્ચે બજાર ખુલ્યાં. પોલીસનાં આશ્વાસન બાદ વેપારીઓએ સવારનાં પોતાની દુકાનો ખોલવાનું શરૂ કર્યુ. તેમ છતાં તેઓ સતર્ક છે. મળતી જાણકારી અનુસાર આજ સવારનાં જ એક ધાર્મિક ભાવનાનું એક ઉદાહરણ જોવા મળ્યું. બંને સમુદાયોનાં લોકોએ ક્ષતિગ્રસ્ત ધાર્મિક સ્થળ પર મળીને પ્રાર્થના કરી.

એવામાં હૌઝ કાઝી વિસ્તારની ઘટના પર કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ ગૃહમંત્રી અમિત શાહ પર સવાલ ઉઠાવ્યા હતાં. સિંઘવીએ ટ્વિટ કર્યુ હતું કે, 'મંદિરની ઘટનાનાં 2 દિવસ બાદ પણ ગૃહમંત્રીની તરફથી કોઇ એક્શન નહીં. દિલ્હી પોલીસ બીજેપી શાસિત કેન્દ્ર સરકારનાં આધીન છે. અમને ખ્યાલ છે કે સત્તાધારી પાર્ટી લઘુમતીઓની પરવાહ નથી પરંતુ તેઓ બહુમતીની ભાવનાઓને પણ કેન્દ્રમાં નથી રાખતા?

ઉલ્લેખનીય છે કે અગાઉ 30 જૂનનાં રોજ દિલ્હીનાં હૌઝ કાઝી વિસ્તારમાં સ્કૂટર પાર્કિંગને લઇને સર્જાયેલા વિવાદ બાદ બે સંપ્રદાયનાં લોકો આમને સામને આવી ગયા હતાં. જેમાં ભારે તણાવ વચ્ચે આ વિસ્તારમાં આવેલા એક મંદિરને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જ્યાર બાદ આ તણાવ વધી ગયો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ