બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Chandrayaan 3 creates 31 thousand crore rupee profit from stock investors in the moon mission

ચાંદ પર કદમ / રૂ.615 કરોડના ચંદ્રયાન 3 એ ચાર જ દિવસમાં કરાવી દીધી 31 હજાર કરોડની કમાણી, દુનિયાભરના દેશો માંગી રહ્યા છે સહયોગ

Vaidehi

Last Updated: 07:03 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-3ની સફળતાએ ચાર દિવસમાં જ 31000 કરોડની કમાણી દેશને કરાવી દીધી છે. આ મિશન સાથે સંકળાયેલી કંપનીઓનાં શેરોમાં નોંધનીય ઊછાળો થયો છે.

  • ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતને વધુ ફાયદો
  • 4 દિવસમાં જ 31 હજાર કરોડની કમાણી
  • મિશન સાથે સંકળાયેલી ઘરેલૂ કંપનીઓ માલામાલ

ભારતે માત્ર 615 કરોડ રૂપિયામાં ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર ઊતારીને વિશ્વને ચોંકાવી દીધું છે. એટલું જ નહીં ભારતની આ સફળતાએ એરોસ્પેસ સાથે સંકળાયેલી તમામ ઘરેલૂ કંપનીઓને માલામાલ કરી દીધું છે. આ અઠવાડિયે ટ્રેડિંગ દિવસોમાં સ્પેસ સાથે સંકળાયેલી 13 કંપનીઓનાં માર્કેટ કેપમાં 30,700 કરોડ રૂપિયાની તેજી આવી છે. 

31000 કરોડની કમાણી
ISROને ક્રિટિકલ મોડ્યૂલ્સ અને સિસ્ટમ્સ સપ્લાય કરનારી કંપની, સેંટમ ઈલેક્ટ્રોનિક્સનાં શેરોમાં આ અઠવાડિયે 25% તેજી આવી. આ જ રીતે Avantel, Linde India, પારસ ડિફેંસ અને ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સનાં શેરોમાં પણ બે અંકોમાં ઊછાળો થયો છે. FMCG કંપની ગોધરેજ ઈંડસ્ટ્રીઝનાં શેરોમાં પણ 8%નો જંગી ઊછાળો થયો છે.  રોકાણકારોને લાગ્યું કે ઈસરોને ક્રિટિકલ કંપોનેંટ્સ સપ્લાય કરનારી કંપની ગોધરેજ અરોસ્પેસ તેની સબ્સિડિયરી છે પરંતુ કંપનીએ સ્પષ્ટતા કરી કે ગોધરેજ એરોસ્પેસનો તેની સાથે કોઈ સંબંધ નથી.

સરકારી અને પ્રાઈવેટ કંપનીઓ શામેલ
ચંદ્રયાન-3 મિશનમાં યોગદાન આપનારી કંપનીઓની લિસ્ટ લાંબી છે. તેમાં કેટલીક સરકારી અને કેટલીક પ્રાઈવેટ કંપનીઓ શામેલ છે. લાર્સન એન્ડ ટુબ્રોએ સબસિસ્ટમ્સ બનાવવાથી લઈને મિશન ટ્રેકિંગમાં યોગદાન આપ્યું હતું જ્યારે મિશ્ર ધાતુ નિગમે લૉન્ચ વ્હીકલ LVM3 M4 માટે ક્રિટિકલ મટીરિયલ સપ્લાય કર્યાં હતાં. PTC ઈંડસ્ટ્રીઝે ચંદ્રયાન-3 માટે પંપ ઈંટરસ્ટેજ હાઉસિંગનું સપ્લાય કર્યું હતું જ્યારે MTRએ વિકાસ એન્જિન, ક્રાયોજેનિક એન્જિન સબસિસ્ટમ્સનું સપ્લાય કર્યું હતું. પારસે મિશન માટે નેવિગેશન સિસ્ટમ આપ્યું હતું જ્યારે BHLએ ટાઈટેનિયમ ટેંક અને બેટરી સપ્લાયનું કામ કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે ચંદ્રયાન-3ની સફળતાથી દુનિયાની સ્પેસ ઈંડસ્ટ્રીનું ધ્યાન ભારત તરફ આકર્ષિત થઈ શકે છે. હાલમાં ગ્લોબલ સ્પેસ માર્કેટ 447 અરબ ડોલર છે પરંતુ તેમાં ભારતની ભાગેદારી ઘણી ઓછી છે.

અનેક દેશોએ ભારતનો કર્યો સંપર્ક
ચંદ્રયાન-3ની સફળતા બાદ અનેક દેશોએ ભારત સાથે અંતરિક્ષનાં ક્ષેત્રમાં ભાગેદારી કરવા માટે સંપર્ક સાધ્યો છે. તેમાં સાઉદી અરબ, સિંગાપોર અને સાઉથ કોરિયા શામેલ છે. કોમર્સ એન્ડ ઈંડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલે કહ્યું કે અનેક દેશોએ ભારત સાથે સ્પેસ સેક્ટરમાં ભાગેદારી કરવા માટે સંપર્ક કર્યો છે જો કે તેમણે આ મામલે વધુ જાણકારી આપી નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ