બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / chandramukhi 2 trailer released kangana ranaut raghava lawrence starrer tamil film

Chandramukhi 2 Trailer / ચંદ્રમુખી 2નું ડરામણું ટ્રેલર થયું રીલીઝ, કંગના રનોતના તીખા તેવર જોઈ ચાહકોની આંખો ફાટી

Kishor

Last Updated: 09:48 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૌત તમિલ ફિલ્મ 'ચંદ્રમુખી 2'નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ 15 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના અવસર પર તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.

  • તમિલ ફિલ્મ 'ચંદ્રમુખી 2'નું ટ્રેલર રિલીઝ
  • દક્ષિણમાં પોતાની બોલબાલા માટે કંગના રનૌત તૈયાર
  • ભારતીય શાસ્ત્રીય સંગીત નૃત્યમાં અજમાવ્યો હાથ

બોલિવૂડમાં દબદબો ધરાવતી  કંગના રનૌત હવે દક્ષિણમાં પણ પોતાની બોલબાલા ફેલાવા તૈયારી કરી રહ્યા છે. જેની આગામી તમિલ ફિલ્મ 'ચંદ્રમુખી 2' આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર આજે રવિવારે ચેન્નાઈમાં આ ફિલ્મનું ટ્રેલર ભવ્ય રીતે રિલીઝ કરાયું છે. કંગનાએ 'ચંદ્રમુખી 2'માં તેના પાત્ર માટે ઘણી મહેનત કરી ભારતીય શાસ્ત્રીય સંગીત નૃત્યમાં હાથ અજમાવ્યો છે. આજે રિલીઝ થયેલા ટ્રેલરમાં કંગના રનૌત ટ્રેડિશનલ લુકમાં સુંદર લાગી રહી છે. જેની ડાન્સિંગ સ્કિલ પણ ટ્રેલરમાં જોઈ શકાય છે.

કંગના રાજા વેટ્ટાયનના દરબારમાં ડાન્સરની ભૂમિકામા

ફિલ્મમાં કંગના રાજા વેટ્ટાયનના દરબારમાં ડાન્સરની ભૂમિકામા જોવા મળે છે. ટ્રેલરની શરૂઆતમાં એક સંયુક્ત પરિવાર દેખાઈ છે. જે પરિવાર એક સમસ્યા ભોગવતો હોવાથી તેને ઉકેલવા માટે હવેલીમાં રહેવા જાય છે. સ્ટોરી 17 વર્ષ પછી નવો વળાંક લે તે રીતે વર્ણાવી છે. જેમા એક રાજા અને ચંદ્રમુખીની 200 વર્ષ જૂની વાર્તા આજના જમાના સાથે જોડવાનો પ્રયાસ છે. ટ્રેલરના એક સીનમાં કંગના સફેદ અને ગુલાબી રંગની સાડી પહેરીને ડાન્સ કરી રહી છે. 

15 સપ્ટેમ્બરે થશે રિલીઝ
પી. વાસુ દ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે. જેમાં વડીવેલુ, રાધિકા સરતકુમાર, લક્ષ્મી મેનન, સૃષ્ટિ ડાંગે, મિથુન શ્યામ, મહિમા નામ્બિયાર, રવિ મારિયા અને સુરેશ મેનન સહિતનાઓનો સમાવેશ થાય છે. આ તમિલ હોરર કોમેડી ચંદ્રમુખીની સિક્વલ છે. પહેલા પાર્ટમાં રજનીકાંત અને જ્યોતિકાએ મહત્વનું ભૂમિકા ભજવી હતી. લાયકા પ્રોડક્શન દ્વારા નિર્માણ કરાયેલી આ ફિલ્મ 15 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના અવસર પર તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ કરવામા આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ