બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Celebration of Gay Gohri on New Year's Day in Dahod District

પરંપરા / ગુજરાતમાં રાજવી પરિવાર દ્વારા કરાયેલ પ્રથાનું આજે પણ પાલન, ગૌમાતાના પગ નીચે સૂઈને જુઓ લોકોએ શું કર્યું

Malay

Last Updated: 01:17 PM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદ જિલ્લાના ગરબાડા, લીમડી, લીમખેડા, ગાંગરડીમાં નવા વર્ષના દિવસે ગાય ગોહરીની હર્ષભેર ઉજવણી કરવામાં આવી છે. લીમડીના રાજવી પરીવાર દ્વારા ગાય ગોહરીની શરૂઆત કરવામાં આવી.

  • દાહોદ જિલ્લામાં નવા વર્ષના દિવસે ગાય ગોહરીની ઉજવણી 
  • ગાય ગોહરીમાં લોકો ગાય નીચે સુઈને કરે છે પોતાની માનતા પુરી 
  • ગાયના પગ નીચે કચડાવાને માને છે સૌભાગ્ય

દાહોદ જિલ્લામાં અનોખી રીતે દિપોત્સવની ઉજવણીની પરંપરા છે. પશ્ચાયાતાપના ભાગરૂપે લોકો ગામના રસ્તા ઉપર લાંબા થઈ જાય છે અને તેમના ઉપરથી ગાયોના ધણને દોડાવવામાં આવે છે. આ તહેવારનો લાહવો લેવા માટે દૂર-દૂરથી આદિવાસીઓ અહીં આવે છે. દાહોદ જિલ્લાના ગરબાડા, લીમડી, લીમખેડા, ગાંગરડીમાં ગાય ગોહરીની થતી આ ઉજવણીમાં હ્દયદ્રાવક દ્રશ્યો સર્જાતા હોય છે.

દંડવત પ્રણામ કરીને સૂઈ જાય છે લોકો
ગાય ગોહરી તળે અનેક લોકો ગાયને દંડવત પ્રણામ કરીને સૂઇ જાય છે. તેમના પરથી ગાયો પસાર થતી હોય છે. જેમના પરથી ગાયોના ધણને પસાર કરવામાં આવે છે જેને ગાય ગોહરી પડી એવું કહેવામાં આવે છે. આ વખતે શ્રધ્ધાળુઓ પોતપોતાની બાધા-આખડીઓ પૂરી કરીને એક પરંપરા નિભાવે છે.   

ગાયના પગ નીચે કચડાવાને માને છે સૌભાગ્ય
મોટી સંખ્યામાં ગાયને સજાવીને લાવવામાં આવે છે, તેની પૂજા કરવામાં આવતી હોય છે બાદમાં ફટાકડા ફોડીને ગાયને તેના અવાજથી ભડકાવવામાં આવે છે ભડકીને ગાયો દોડે છે અને રસ્તામાં સુઈ રહેલા લોકોને કુચડતી જાય છે. રસ્તામાં અનેક લોકો સૂઇ જતા હોવા છતાં કોઇ જ વ્યક્તિ ઘાયલ થઇ હોવાના કોઇ કિસ્સા બહાર આવતાં નથી.

ખેડૂતો ગૌધનની માંગે છે માફી
મેળામાં ભાગ લેવા આવતા ખેડૂતોનું માનવું  છે કે, વર્ષની અંદર ગાયો કે બળદની સાથે ખેતી દરમ્યાન ગાયોને સોટી કે કઈ પણ માર્યું હોય તો હાથ જોડી દંડવત કરી ગાયનાં ટોળાની નીચે સુઈ જઈ પશ્યતાપ કરતા હોય છે. તેની સાથે આવનાર વર્ષમાં સારી ખેતી પાકે તે માટે ખેડૂતો પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરતા હોય છે. 

નવા વર્ષે મોટી સંખ્યામાં ભાગ લેવા 
ગાય ગોહરીને જોવા ગરબાડા સહિત નજીકના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટતાં ગંગારડીના બજારોમાં માનવમહેરાણણ જોવા મળે છે. જિલ્લાના ગંગારડીમાં ગાય ગોહરીનું આયોજન મોટા પાયે કરવામાં આવે છે.  આ જિલ્લાની આ પરંપરા છે અને પ્રતિ વર્ષ આ જ રીતે નવા વર્ષના દિવસે ગાય ગોહરીની ઉજવણી કરવામાં આવે છે.

ગાયોને શણગારવામાં આવે છે
આ ઉત્સવમાં આદિવાસીઓ તેમની ગાયોને શણગારીને લાવે છે. ગાયને નવડાવીને કલર કરે છે, મેંદી લગાડે છે, પગે ઘૂઘરા બાંધે છે અને મોરપીંછથી શણગારે છે. આ શણગાર પાછળ અંદાજે ત્રણ–ચાર હજાર રૂપિયાનો ખર્ચ પણ તેઓ કરે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ