બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ટેક અને ઓટો / CCI orders investigation against investigation following Ins's complaint

કાર્યવાહી / ન્યૂઝ પબ્લિશર્સને થતાં અન્યાય મામલે INSના આરોપ પર Google સામે તપાસના આદેશ

Parth

Last Updated: 05:54 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian NewsPaper societyનો આરોપ છે કે ગૂગલ અને તેને સંલગ્ન તમામ કંપનીઓ દ્વારા ઓનલાઈન ન્યૂઝ મીડિયા માર્કેટમાં સમાચાર રેફરલ સેવાઓ અને ગૂગલ એડ સર્વિસ માટે પ્રબળ શક્તિનો દુરુપયોગ કરવામાં આવ્યો છે

  • ટેક જાયન્ટ કંપની ગૂગલ આવી વિવાદમાં 
  • દેશના સમાચારપત્રોએ લગાવ્યા ગંભીર આરોપ 
  • કોમ્પિટિશન એક્ટનો ભંગ થતો હોવાના આરોપ બાદ તપાસના આદેશ 

ગૂગલ પર ગંભીર આરોપ 
21 મી સદીની દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે જેમાં લોકોને જીવન જરૂરી તમામ વસ્તુઓ ઓનલાઈન જોઈએ છે. એવામાં સમાચારો પણ ઓનલાઈન વાંચવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે ત્યારે ભારત સહિત દુનિયાભરમાં ઈનરનેટ પર પોતાનું અલગ જ સામ્રાજ્ય ધરાવનાર ગૂગલ કંપની પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. દેશના સમાચાર પત્રોની ફરિયાદ છે કે ગૂગલ તેમના સમાચાર ડિજિટલ માધ્યમ પર બતાવે છે અને તેમાંથી આવક પણ કરે છે પરંતુ તેમને યોગ્ય ભાગ આપવામાં આવી રહ્યો નથી અને ગૂગલ દ્વારા કેટલી કમાણી કરવામાં આવી રહી છે તેમાં પણ કોઈ પારદર્શકતા છે નહીં. સમાચારપત્રોના આરોપ બાદ હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. 

કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા ગૂગલ સામે તાત્કાલિક તપાસ શરૂ કરવાના આદેશ આપ્યા છે. ન્યૂઝ પબ્લિશર્સ માટે ગૂગલ કંપનીએ પોતાના પદ અને પાવરનો ખોટો ઉપયોગ કર્યો હોવાની ફરિયાદો આવ્યા બાદ આખરે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

શું ગૂગલે નિયમોનો કર્યો ભંગ? 
Indian NewsPaper societyનો આરોપ છે કે ગૂગલ અને તેને સંલગ્ન તમામ કંપનીઓ દ્વારા ઓનલાઈન ન્યૂઝ મીડિયા માર્કેટમાં સમાચાર રેફરલ સેવાઓ અને ગૂગલ એડ સર્વિસ માટે પ્રબળ શક્તિનો દુરુપયોગ કરવામાં આવ્યો છે જે કોમ્પિટિશન એક્ટ 2002ની કલમ 4નું ઉલ્લંઘન છે. 

શું છે ફરિયાદ? 
INSની ફરિયાદ છે કે ઓનલાઈન ન્યૂઝ જોતાં વ્યૂઅર્સને લગતા ન્યૂઝ આપવા છતાં તેમને ગૂગલ દ્વારા તેની યોગ્ય કિંમત ચૂકવવામાં આવતી નથી. ફ્રાંસ, સ્પેન અને ઓસ્ટ્રેલીયા સહિત અનેક દેશોમાં ગૂગલ જેવી કંપનીઓ માટે કાયદો પસાર કર્યો છે અને સમાચાર કંપનીઓને યોગ્ય વળતર આપવા માટે યોગ્ય નિયમો બનાવવામાં આવ્યા છે. 

આવકને લઈને પારદર્શક સિસ્ટમ કેમ નહીં? 
નોંધનીય છે કે ગૂગલ કંપની સમાચારો અને તેના પર આવતી જાહેરાત દ્વારા કેટલા રૂપિયાની આવક કરે છે અને તે આવકમાંથી કેટલો ભાગ મીડિયા કંપનીઓને આપવામાં આવે છે તે અંગેની સંપૂર્ણ માહિતી ગૂગલ કંપની દ્વારા છુપાવવામાં આવે છે. આ સિવાય માત્ર ભારત જ નહીં યુરોપમાં પણ ગૂગલ સામે ફરિયાદ કરવામાં આવી છે જેમાં યુરોપિયન પબ્લિશર્સ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ગૂગલ હવે એન્ડ ટૂ એન્ડ ચેન પર નિયંત્રણ હાંસલ કરી ચૂક્યું છે અને તે આમ તે પોતાનું પ્રભુત્વ સ્થાપીને તેનો દુરુપયોગ કરી રહ્યું છે. 

દેશભરના અખબારોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એટલે કે INS દ્વારા આપવામાં આવેલ આ ફરિયાદો બાદ CCI દ્વારા પણ પ્રથમ દ્રષ્ટીએ માનવામાં આવ્યું છે કે તે કોમ્પિટિશન એક્ટનો ભંગ છે અને તેથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ