બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / cash at home then know this rule of the government

કામની વાત / શું ઘરમાં પણ cash રાખવાની છે કોઇ લિમિટ? જુઓ શું કહે છે સરકારનો નિયમ, તપાસ એજન્સીના દરોડા પાડે તો....

Bijal Vyas

Last Updated: 04:00 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો ઇમરજન્સી સમય માટે ઘરે રોકડ રાખવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરમાં કેટલી રોકડ રાખી શકો છો? ઘરમાં રોકડ રાખવાની મર્યાદા શું છે?

  • રોકડનો હિસાબ હોવો તમારી પાસે જરુરી 
  • ટેક્સના ડોક્યુમેન્ટ તામારી પાસે હોવા જરુરી છે 
  • દંડની કિંમત દરોડામાં જપ્ત કરાયેલી રકમના 137 ટકા સુધીનો હોઈ શકે છે

દેશમાં ડિજિટલ લેણ-દેણ સતત વધી રહી છે. તેવામાં લોકો પોતાના ઘરમાં પણ કેશ રાખવાનું ઓછું કરી દીધું છે. પરંતુ જ્યારે ઇમરજન્સી આવે છે ત્યારે લોકોને અચાનક કેશની જરુર જ પડે છે. કારણ કે ઈમરજન્સીના સમયે લોકો સૌથી વધુ કેશ પર નિર્ભર હોય છે. એટલા માટે લોકો ઇમરજન્સીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ઘરે રોકડ રાખવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરમાં કેટલી રોકડ રાખી શકો છો? ઘરમાં રોકડ રાખવાની મર્યાદા શું છે? જો તમે મર્યાદા કરતા વધારે પૈસા ઘરમાં રાખશો તો શું થશે. અહીં તેના જ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું...

સરકારના નિયમો અનુસાર, ઘરમાં રોકડ રાખવાની કોઈ મર્યાદા નથી, પરંતુ તેના માટે તમારી પાસે જે પણ રોકડ છે તેનો સંપૂર્ણ હિસાબ હોવો જરૂરી છે. તે પૈસા તમારી પાસે ક્યાંથી આવ્યા અને તેની આવકનો સ્ત્રોત શું છે.

પોસ્ટ ઑફિસની આ સ્કિમમાં એક વાર લગાવો પૈસા, દર મહિને થશે જોરદાર કમાણી |  Invest money once in this post office scheme, there will be huge earnings  every month

ટેક્સ સાથે જોડાયેલા પેપર જરુરી 
જો તમારી પાસે રોકડમાં મોટી રકમ ઉપલબ્ધ છે, તો તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે. આ સાથે, તમારી પાસે ટેક્સ પેમેન્ટ સંબંધિત તમામ ડોક્યુમેન્ટ હોવા જરુરી છે, જેથી તમે આવકવેરા વિભાગને તેમની રોકડ સંબંધિત પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકો.

જો આવકવેરા વિભાગ તમારા ઘર પર દરોડા પાડે છે અને મોટી રકમની રોકડ મળી આવે છે અને તમે તે રોકડ વિશે સાચી માહિતી આપી શકતા નથી, તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. આ દંડ દરોડામાં જપ્ત કરાયેલી રકમના 137 ટકા સુધીનો હોઈ શકે છે.

Topic | VTV Gujarati

આ છે ઘરમાં કેશ રાખવાના નિયમ 

  • નાણાંકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુના રોકડ વ્યવહારો પર દંડ લાગુ કરવામાં આવી શકે છે.
  • CBDT અનુસાર, એક સમયે 50,000 રૂપિયાથી વધુ જમા કરાવવા અથવા ઉપાડવા માટે PAN નંબર આપવો જરૂરી છે.
  • જો કોઈ વ્યક્તિ એક વર્ષમાં 20 લાખ રૂપિયા રોકડમાં જમા કરાવે છે, તો તેણે PAN અને આધાર બંને વિશે માહિતી આપવી પડશે.
  • PAN અને આધારની વિગતો આપવામાં નિષ્ફળતા પર 20 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
  • જો તમે 2 લાખ રૂપિયાથી વધુની રોકડ સાથે કોઈ સામાન ખરીદી શકતા નથી.
  • 2 લાખથી વધુની રોકડમાં ખરીદી કરવા માટે PAN અને આધાર કાર્ડની નકલની જરૂર પડી શકે છે.
  • 30 લાખથી વધુની રોકડ સંપત્તિની ખરીદી અને વેચાણને લઈને કોઈપણ વ્યક્તિ તપાસ એજન્સીના રડાર પર આવી શકે છે.
  • સંબંધીઓ પાસેથી એક દિવસમાં બે લાખ રૂપિયાથી વધુની રોકડ લઈ શકાતી નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ