બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Candidate of east seat of ahmedabad bjp ck patel manoj joshi

ચૂંટણી / અમદાવાદ પૂર્વ બેઠક પર આ બે દાવેદારોને લઇને ભાજપ ટેન્શનમાં, કોને મળશે ટિકિટ?

vtvAdmin

Last Updated: 11:46 AM, 31 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ અને કોંગ્રેસ બંને જ્ઞાતિય સમીકરણો ગોઠવવા માટે અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ કરી રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસ એકબીજાના ઉમેદવારની રાહ જોઇ રહ્યાં છે. ત્યારે અહીં સ્થાનિક નેતાને ટિકિટ આપવાની માંગ થઇ રહી છે. બીજી બાજુ બાહ્મણ લોબી પણ પોતાના ઉમેદવારને ટિકિટ મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે જાણો કોણ એ આ બેઠક પરના દાવેદારો...


અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપમાં ઉમેદવારીને લઇ હજુ પણ અસમંજસની સ્થિતિ છે. અમદાવાદ પૂર્વ બેઠક પર સી.કે.પટેલ અને મનોજ જોશીએ દાવેદારી કરી છે. ત્યારે કાર્યકર્તાઓએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી છે.


ત્યારે અમદાવાદ પૂર્વ બેઠક માટે સી.કે.પટેલનું નામ મોખરે છે. સી.કે.પટેલ પાટીદાર તેમજ સ્થાનિક હોવાથી પ્રબળ દાવેદાર છે. તો બ્રાહ્મણ લોબી પણ પોતાના ઉમેદવારને ટિકિટ માટે પ્રયત્નો કરી રહી છે.


અમદાવાદ પૂર્વ બેઠક પરના દાવેદારો

મહત્વનું છે કે અમદાવાદ પૂર્વ બેઠક પર મનોજ જોશી તેના પ્રખર દાવેદાર છે. ભરત પંડ્યા, ભૂષણ ભટ્ટ અને મહેશ કસવાલાનું નામ પણ રેસમાં છે. જગદીશ પંચાલ, સી.કે પટેલ, જગરૂપ સિંહ દાવેદાર પણ છે. આ મહિલા ઉમેદવાર તરીકે ભાવના દવે, નિર્મલા વાઘવાણીનું પણ નામ છે.


સાંસદ પરેશ રાવલની ટિકિટ કપાઈ શકે છે


ભાજપે વર્ષ 2014માં અમદાવાદ પૂર્વ બેઠક પર પૂર્વ સાંસદ હરિન પાઠકનું પત્તુ કાપીને બોલિવુડના અભિનેતા પરેશ રાવળને મેદાને ઉતાર્યા હતા. જેઓ આ બેઠક પર જંગી મતોથી જીત્યા હતા. જોકે હવે તેઓ દિલ્હી અને મુંબઇમાં આટાંફેરા મારે છે અને સંસદીય ક્ષેત્રમાં ન દેખાતા હોવોના આક્ષેપો લાગી રહ્યા છે. તેથી આ બેઠક પર તેમની ટિકિટ કપાઇ શકે તેવી સ્થિતિ છે. ત્યારે આ બેઠક પર પરેશ રાવલને રિપીટ કરાશે તો કોંગ્રેસ 'કહોના પ્યાર હે'ની એક્ટ્રેસ અમિષા પટેલને ટિકિટ આપી શકે છે.


સ્થાનિકોને ટિકિટ આપવાની માંગ

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા પક્ષને રજૂઆત કરવામાં આવી રહી છે કે સાંસદ પરેશ રાવલને રિપીટ ન કરવામાં આવે. કાર્યકર્તાઓમાં પહેલાથી જ નારાજગી જોવા મળી રહી છે. પરેશ રાવલની ક્ષેત્રમાં પાંખી હાજરી અને સ્થાનિક લેવલે પકડ ન હોવાને લઇને કાર્યકર્તાઓ નારાજ છે. તેમણે માંગ કરી છે કે, બહારના નેતા અથવા અભિનેતાને ટિકિટ આપવા કરતા સ્થાનિકોને ટિકિટ આપવામાં આવે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ