બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bull terror on Janmashtami in Dwarka: Thousands killed

સરકારી બાબુઓનું પાપ / દ્વારકામાં જન્માષ્ટમીએ આખલાનો આતંક: હજારોની ભીડના જીવ અધ્ધર, કલેક્ટરે કહ્યું હું તો બહાર છું, મને નથી ખબર

Priyakant

Last Updated: 12:12 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka News: દ્વારકા શહેરમાં રખડતા ઢોરના લીધે હજુ કેટલાય નિર્દોષ યાત્રિકો બનશે ભોગ, જન્માષ્ટમીના સાંજના સમયે ભારે ભીડમાં આખલો ચડી આવતા દોડધામ મચી

  • દ્વારકા શહેરમાં રખડતા પશુઓના ત્રાસ યથાવત 
  • જન્માષ્ટમી પર્વ પર ભરચક ભીડ વચ્ચે આખલો ઘુસતા ભાગદોડ
  • ભરચક ગીર્દી વચ્ચે આખલો આવી ચડતા ભાગદોડ મચી
  • સદનસીબે ભાગદોડ માં કોઈ જાનહાની નહિ
  • અવારનવાર અકસ્માતો વધવા લાગ્યા છતાં અધિકારીઓ કુંભકર્ણની નીદ્રામાં

Dwarka News :દ્વારકા સહિત ગુજરાત અને દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન દ્વારકામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. વાત જાણે એમ છે કે, જન્માષ્ટમી પર્વ પર ભરચક ભીડ વચ્ચે આખલો ઘુસતા ભાગદોડ મચી ગઈ હતી. જોકે સદનસીબે ભાગદોડમાં કોઈ જાનહાની નહિ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તરફ VTV ન્યૂઝ દ્વારા દ્વારકાના કલેક્ટર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે,હું તો બહાર છું, મને નથી ખબર. 

જન્માષ્ટમીને લઈ દ્વારકા નગરી લાખો ભક્તોથી ઉભરાઈ રહી છે હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ હતુ. જોકે આ દરમિયાન દ્વારકામાં આખલાઓની રસ્તા પર હાજરી ભક્તોને કંપાવી મુકનારી છે. શરમ વિનાના સત્તાધીશો તહેવારની મજા માણી રહ્યાં છે જ્યારે જન્માષ્ટમીના પાવન અવસરે શ્રદ્ધાળુઓ દ્વારકામાં કૃષ્ણ જન્મની ઉજવણી માટે ભેગા થયા હતા ત્યારે એકબાજુ લાખો આસ્થાળુઓની ભીડ હતી તો એ ભીડની વચ્ચે આતંક મચાવતા આખલાઓની હાજરી છે. એ વિચાર જ માત્રથી આપણું કાળજુ કંપી જાય જ્યારે આખલાઓના ટોળામાંથી વૃદ્ધો, બાળકો, મહિલાઓને પસાર થવું પડતું હશે.

સત્તાધીશો ઘોર નિંદ્રામાં 
આ તરફ સત્તાધીશોને ભક્તોની આ પીડાની સહેજેય પડી નથી અને એના કારણે જ સામાન્ય દિવસોની જેમ જ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ યથાવત છે. જન્માષ્ટમી તૈયારીઓના નામે દેખાડો કરતા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારકા નગરીમાં જન્માષ્ટમીએ આખલાઓની હાજરીથી ખુલ્લા પડી ગયા છે. તૈયારીનો તેમનો દંભ ખુલ્લો પડી ગયો છે.  

શું કહ્યું કલેક્ટરે ? 
આ તરફ VTV ન્યૂઝ દ્વારા દ્વારકા કલેક્ટર અશોક શર્માનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. આ દરમિયાન કલેક્ટર અશોક શર્માએ પ્રથમ તો અવાજ આવી રહ્યો ન હોવાનું અને એક સરકારી કાર્યક્રમમાં બહાર હોવાનું જણાવ્યું હતું. જોકે બાદમાં તેમણે કહ્યું કે, આ બાબતે મને કોઈ જાણ નથી. તમે સ્થાનિક SDMનો સંપર્ક કરશો તો એ આપને જવાબ આપી શકશે. જેને લઈ હવે દ્વારકાના કલેક્ટર અશોક શર્મા જવાબ આપવાથી બચી રહ્યા હોઇ તેવી સ્થિતિ બની છે. આ તરફ VTV ન્યૂઝ દ્વારા SDMનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે  SDMએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ