બ્રેકિંગ ન્યુઝ
VTV / Building a house will be cheaper! Steel, cement and iron ore prices will also fall, the government's new decision
ADVERTISEMENT
નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે, સરકાર કિંમતોને નિયંત્રિત કરવા માટે લોખંડ, સ્ટીલ અને તેના કાચા માલ પર કસ્ટમ ડ્યૂટીમાં ફેરફાર કરશે. તેમણે કહ્યું કે અમે કાચા માલ અને લોખંડ અને સ્ટીલની કિંમતો ઘટાડવા કસ્ટમ્સ ડ્યુટીમાં ઘટાડો કરી રહ્યા છીએ. સ્ટીલના કેટલાક કાચા માલ પર આયાત ડ્યૂટી ઘટાડવામાં આવશે. કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર નિકાસ ડ્યુટી લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાને એમ પણ કહ્યું હતું કે સરકારે પ્લાસ્ટિકના ઉત્પાદનો માટે કાચા માલ અને વચેટિયાઓ પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આ મામલામાં ભારતની આયાત પર નિર્ભરતા વધારે છે.
We are also reducing the customs duty on raw materials & intermediaries for plastic products where our import dependence is high. Import duty on some raw materials of steel will be reduced. Export duty on some steel products will be levied: Union Finance Min Nirmala Sitharaman
— ANI (@ANI) May 21, 2022
ADVERTISEMENT
લોખંડ અને સ્ટીલની કસ્ટમ્સ ડ્યુટી ઘટતા ભાવ ઘટી જશે
સરકારે લોખંડ અને સ્ટીલની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાનો સંકેત આપ્યો હોવાથી આગામી દિવસોમાં ઘર બનાવવાનો સામાન પણ સસ્તો થઈ જશે. આગામી સમયમાં કસ્ટમ ડ્યુટી ઘટાડાની જાહેરાત કરવામાં આવશે.
ADVERTISEMENT
સિમેન્ટ પર પણ પ્લાન
નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા પ્રમાણે, સિમેન્ટની કિંમત ઘટાડવા માટે વધુ સારી લોજિસ્ટિક્સનો સહારો લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે સિમેન્ટની ઉપલબ્ધતામાં સુધારો કરવા માટે ધોરણો લાગુ કરવામાં આવી રહ્યા છે. આનાથી કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે.
પ્લાસ્ટિક પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાનો પણ નિર્ણય
નિર્મલા સીતારામણે એવું પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ માટે રો મટિરિયલ્સ પર કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાનો પણ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે સ્ટીલના કાચા માલની ઈમ્પોર્ટ ડ્યુટીમાં પણ ઘટાડો કરાશે. સ્ટીલની કેટલીક વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યુટી વસૂલવામાં ચાલુ રહેશે.
ADVERTISEMENT
ઉજ્જવલા સબસિડીનો નિર્ણય ફેમિલી બજેટમાં મોટો ઘટાડો કરશે-પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઉજ્જવલા યોજનાએ કરોડો ભારતીય ખાસ કરીને મહિલાઓને મદદ પહોંચાડી છે. ઉજ્જવલા સબસિડીનો આજનો નિર્ણય ફેમિલી બજેટમાં ઘણો મોટો ઘટાડો કરી દેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.