બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / bride made reel sitting on bonnet safari car police fined two vehicles

Video / લગ્નમાં દેખાડો ભારે પડ્યો! દુલ્હને કાર પર આ રીતે બનાવી REELS, પોલીસે ફટકાર્યો 16,500 રૂપિયાનો દંડ

Manisha Jogi

Last Updated: 04:07 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર અનેક વિડીયોઝ વાયરલ થતા રહે છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક દુલ્હને રીલ બનાવવા માટે કારના બોનટ પર બેસી ગઈ હતી.

  • સોશિયલ મીડિયા યૂઝર્સ કોઈ પણ યુક્તિ અજમાવે છે
  • સોશિયલ મીડિયા પર અનેક વિડીયોઝ વાયરલ થતા રહે
  • રીલ બનાવવા માટે કારના બોનટ પર બેસી ગઈ દુલ્હન

આજના સમયમાં ફેમસ થવા માટે સોશિયલ મીડિયા યૂઝર્સ કોઈ પણ યુક્તિ અજમાવે છે. સોશિયલ મીડિયા પર અનેક વિડીયોઝ વાયરલ થતા રહે છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક દુલ્હને રીલ બનાવવા માટે કારના બોનટ પર બેસી ગઈ હતી. વિડીયો અપલોડ કર્યા પછી આ વિડીયો થોડા સમય જ વાયરલ થઈ ગયો હતો. ઈમરજન્સી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ દુલ્હન પર 16,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ વિડીયો રવિવારના રોજ પ્રયાગરાજમાંથી સામે આવ્યો હતો. એક યુવતી દુલ્હનના પરિવેશમાં ચાલતી કારના બોનટ પર બેસીને રીલ બનાવી રહી હતી. વિડીયો સિવિલ લાઈન્સ વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો. આ વિડીયો વાયરલ થતા પોલીસ ચોકી પ્રભારી અમિત સિંહના ધ્યાનમાં આવ્યો હતો. 

આ સમગ્ર મામલાની તપાસ કરતા જાણવા મળ્યું કે, અલ્લાપુર વિસ્તારની વર્ણિકા નામની યુવતીએ થોડા દિવસ પહેલા દુલ્હનના પરિવેશમાં બોનટ પર બેસીને વિડીયો બનાવ્યો હતો અને ફોટોશૂટ કરાવ્યું હતું. વર્ણિકાએ થોડા મહિના પહેલા હેલ્મેટ પહેર્યા વગર દુલ્હનના પરિવેશમાં સ્કૂટર ચલાવ્યું હતું. ચાલતી SUVના બોનટ પર બેસવાને કારણે 15 હજાર રૂપિયા અને હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટર ચલાવવા બાબતે 1,500 રૂપિયાનું ચલણ કાપવામાં આવ્યું છે. સબ ઈન્સ્પેક્ટર અમિત સિંહ જણાવે છે કે, 16 મેના રોજ ઓલ સેંટ્સ ક્રૈથેડલ પાસે આ વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો. લગભગ બે મબિના પહેલા ચંદ્રશેખર આઝાદ પાર્ક પાસે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ