બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / મનોરંજન / બોલિવૂડ / Boycott Pathan trended on Twitter, know why Shah Rukh and Deepika came under fire

રિલિઝ પહેલા વિવાદ / પઠાણમાં શાહરુખ- દીપિકાના કપડાં પર મોટો ઉહાપોહ, MP ગૃહમંત્રીની ધમકી- સુધારો નહીંતર...

Hiralal

Last Updated: 05:35 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલિઝ પહેલા દીપિકા અને શાહરુખની ફિલ્મ પઠાણ વિવાદમાં સપડાઈ છે અને તેમના બન્નેના કપડાં પર વાંધા ઉઠવા લાગ્યાં છે.

  • રિલિઝ પહેલા વિવાદમાં સપડાઈ શાહરૂખ-દીપિકાની પઠાણ
  • ટ્વિટર પર #BoycottPathaan ટ્રેન્ડ થયો
  • લોકોને દીપિકા અને શાહરુખનો સેક્સી લૂક પસંદ ન આવ્યો 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

25 જાન્યુઆરી 2023ના દિવસે રિલિઝ થનારી દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનની પઠાણ ફિલ્મ રિલિઝ પહેલા વિવાદમાં આવી છે. બે દિવસ પહેલા જ ફિલ્મનું પહેલું ગીત બેશરમ રંગ રિલિઝ થયું છે, આ તો આ ગીત લાખો લોકોએ જોયું છે પરંતુ પઠાણમાં શાહરુખ અને દીપિકાનો લૂક લોકોને કઠ્યો છે અને હવે ટ્વિટર પર ફિલ્મનો મોટાપાયે વિરોધ શરુ થયો છે. 

સુધારા નહીંતર એમપીમાં રિલિઝ નહીં થવા દઈએ 
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિક્ષાએ પઠાણમાં દીપિકા અને શાહરુખના કપડાં પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે ફિલ્મી ડિરેક્ટરને ચેતવણી આપી કે તેમાં સુધારો કરવો જોઈએ નહીંતર ફિલ્મમાં મધ્યપ્રદેશમાં રિલિઝ નહીં થવા દઈએ. 

પઠાણમાં ઘણી ખામીઓ
નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે ઝેરી માનસિકતા પર આધારિત ફિલ્મ પઠાણમાં ઘણી ખામીઓ છે. એણે કહ્યું કે 'બેશરમ કલર' ગીતોની પંક્તિઓ અને એમાં લીલાં અને ભગવાં વસ્ત્રોનો ઉપયોગ બદલવાની જરૂર છે નહીંતર આપણે નક્કી કરવું પડશે કે ફિલ્મ મધ્ય પ્રદેશમાં રજૂ થશે કે નહીં. મિશ્રાએ કહ્યું છે કે, ફિલ્મ પઠાણમાં ટુકડે ટુકડે ગેંગની સમર્થક દીપિકા પદુકોણે વાંધાજનક કપડાં પહેર્યા છે અને આ ગીતને દૂષિત માનસિકતા સાથે ફિલ્માવવામાં આવ્યું છે.

શું છે વિવાદ 

લગભગ ચારેક વરસ બાદ શાહરુખ ખાન પોતાની આગામી ફિલ્મ પઠાનથી મોટા પડદે પરત ફરવાનો છે. તેના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સની આ એક્સાઇટમેન્ટ વધારવા માટે મેકર્સે 12 ડિસેમ્બરે આ ગીત લોન્ચ કર્યું હતું. આ ગીત રિલીઝ થતાં જ દીપિકા પદુકોણ આ ફિલ્મમાં પોતાના સ્ટેપ્સને કારણે ટીકાઓથી ઘેરાઇ ગઇ હતી. દીપિકા એકંદરે ખૂબ જ વિષયાસક્ત લાગે છે. જો કે લોકોને ન તો તેમના કપડા પસંદ આવ્યા કે ન તો ડાન્સની સ્ટાઇલ. ખેર, હવે આગળનો મામલો ધર્મ સાથે જોડાઈ ગયો છે. વાસ્તવમાં દીપિકાએ જે ઓરેન્જ મોનોકિની પહેરી છે તે હવે વિવાદોમાં ઉભી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે દીપિકાની બિકીની કેસરી કલરની છે અને ફિલ્મમાં આ કલરનો ઉપયોગ અપમાન સમાન છે.

દર્શકો કેમ ભડક્યાં 

પઠાણનું ગીત બેશરમ રંગ રિલીઝ થયું ત્યારથી ટ્વીટર પર #BoycottPathaan ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ટ્રેન્ડનું મુખ્ય કારણ દીપિકા પાદુકોણનો ઓરેન્જ ડ્રેસ અને ગીતમાં શાહરૂખ ખાનનો ગ્રીન શર્ટ છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે નારંગી અને લીલા રંગને ધર્મો સાથે જોડીને કહ્યું છે કે દીપિકાના સેક્સી કપડાં અને હાવભાવ હિન્દુઓને નગ્ન બતાવી રહ્યા છે, જ્યારે ગ્રીન શર્ટમાં શાહરૂખને આવી છોકરીઓનો ઉપયોગ કરતા પુરુષ તરીકે દર્શાવવામાં આવ્યો છે. સાથે જ દીપિકા અને શાહરૂખના હાથના જશન પર સવાલ ઉઠી રહ્યાં છે જ્યાં તેઓ સલામ કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત દીપિકાના જેએનયુ વિવાદ સહિત શાહરુખ અને દીપકાના જૂના મુદ્દાઓ પર પણ ટ્વીટ કરવામાં આવી રહ્યા છે. એવું નથી કે માત્ર સોશિયલ મીડિયા પર જ ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. એક તરફ જ્યાં ફિલ્મને ટ્રોલ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ શાહરૂખ ખાન અને દીપિકાના ફેન્સ પણ સપોર્ટમાં આવ્યા છે. દીપિકાની આ હોટ સ્ટાઇલના વખાણ કરતાં ફેન્સ થાકતા નથી અને તેને હોલિવૂડ કરતાં પણ વધુ સારી ગણાવી રહ્યા છે. સાથે જ ફેન્સ આ ઉંમરે શાહરૂખના ચાર્મના વખાણ કરી રહ્યા છે અને કમબેક ફિલ્મ માટે ઘણા ઉત્સાહિત છે. કેટલીક કોમેન્ટ્સમાં શાહરુખ અને દીપિકાના ચાહકો તો એમ પણ કહે છે કે વિરોધ પહેલેથી પ્લાન કરી રખાયો છે જેથી કરીને શાહરુખ બદનામ થઈ શકે. 

પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે 
પઠાણ 25 જાન્યુઆરી હિન્દીની સાથે સાથે અન્ય સાઉથ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં જ્હોન દીપિકા અને શાહરૂખ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ વિલન છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. ફિલ્મમાં દમદાર એક્શન આવશે, જેના માટે દરેક જણ ઉત્સાહિત છે. ટ્રેડ એનાલિસ્ટ્સને આશા છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટો રેકોર્ડ બનાવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ