બોલિવૂડ સ્ટાર્સ પોતાની એક્ટિંગથી કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, આ ફિલ્મ સ્ટાર્સ ફિલ્મ સાઈન કરતાં પહેલાં કેવી કેવી માંગ કરે છે. જી હાં, આજે અમે તમને એવા સ્ટાર્સ વિશે જણાવીશું જેઓ ફિલ્મોમાં કામ કરતા પહેલાં એવી એવી ડિમાન્ડ રાખે છે જે જાણીને તમે ચોંકી જશો.
બોલિવૂડ સ્ટાર્સ પોતાની એક્ટિંગથી કરોડો લોકોના દિલ પર રાજ કરે છે
ફિલ્મ સ્ટાર્સ ફિલ્મ સાઈન કરતાં પહેલાં કેટલીક માંગ કરે છે
કંગના રનૌત
બોલિવૂડની ક્વિન કંગના રનૌતને એક્ટિંગ મામલે કોઈ ટક્કર આપી શકે તેમ નથી. કંગના હમેશાં તેની સાથે પર્સનલ આસિસ્ટન્ટ રાખે છે. જે તેનાથી જોડાયેલી દરેક બાબતનું ધ્યાન રાખે છે. તે જ્યાં પણ શૂટિંગ કરવા જાય તેનો પર્સનલ આસિસ્ટન્ટ તેની સાથે જ હોય છે.
સલમાન ખાન
સુપરસ્ટાર સલમાન ખાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી પોપ્યુલર કલાકારોમાંના એક છે. સૂત્રો મુજબ સલમાન ખાન કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલાં ફિલ્મમાં કિસિંગ અને ઈન્ટિમેટ સીન ન હોય એવી શરત રાખે છે.
ગ્રીક ગોડ કહેવાતા એક્ટર રીતિક રોશન ફિલ્મ સાઈન કરતા પહેલાં એક શાનદાર જિમની માંગ કરે છે. જેથી શૂટિંગ દરમિયાન પણ તે તેની ફિટનેસનું ધ્યાન રાખી શકે. આ સિવાય રીતિક દરેક ફિલ્મની શૂટિંગ પર પર્સનલ શેફ સાથે લઈને જાય છે.
કરીના કપૂર ખાન
સૂત્રો મુજબ કરીના કપૂર ખાન જ્યાં સુધી ફિલ્મમાં એ લિસ્ટ એક્ટરનો રોલ ન હોય ત્યાં સુધી ફિલ્મ સાઈન કરતી નથી.