bjp leaders joins tmc one mp and three mla skip dilip ghosh organisational meet after mukul roy leave bjp
રાજરમત /
રાજકીય ભૂકંપના ભણકારા: મુકુલ રૉય બાદ 1 સાંસદ અને 3 ધારાસભ્ય ભાજપને અલવિદા કહેવાની તૈયારીમાં
Team VTV08:34 AM, 12 Jun 21
| Updated: 08:39 AM, 12 Jun 21
ભાજપ સાંસદ શાંતનુ ઠાકુર અને અન્ય 3 ધારાસભ્યો શુક્રવારે ભાજપથી દૂર થવાની તૈયારીમાં છે ત્યારે ભાજપમાં અનેક અટકળો જોવા મળી રહી છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રૉયે ટીએમસીમાં વાપસી કરી.
રાજકીય ભૂકંપના ભણકારા
ભાજપમાંથી અનેક નેતાઓની ટીએમસીમાં વાપસી
મુકુલ રૉય બાદ 1 સાંસદ અને 3 ધારાસભ્ય ભાજપને અલવિદા કહેવાની તૈયારીમાં
પ. બંગાળમાં શુક્રવારે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. મુકુલ રૉયના ભાજપ છોડ્યા બાદ ફરીથી મમતાની પાર્ટીમાં સામેલ થયા છે. આટલું નહીં અનેક અન્ય ભાજપના નેતાઓ પણ ટીએમસીમાં સામેલ થઈ શકે છે. આ વાતને વેગ ત્યારે મળ્યો જ્યારે ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષની બેઠકમાં પાર્ટીના સાંસદ શાંતનુ ઠાકુર અને અન્ય 3 ધારાસભ્યો આવ્યા નહીં.
પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રૉયે ટીએમસીમાં વાપસી
ભાજપના સાંસદ શાંતનુ ઠાકુર અને અન્ય 3 ધારાસભ્યો શુક્રવારે બંગાળ ભાજપ અધ્યક્ષની જિલ્લા બેઠકમાં આવ્યા નહીં. તેનાથી ભાજપમાં દળબદલની સંભાવાનાની અટકળોને વેગ મળ્યો છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રૉયે ટીએમસીમાં વાપસી કરી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રભાવશાળી મતુઆ સમુદાય એક પ્રમુખ સાંસદ શાંતનુ ઠાકુર વિધાનસભા પહેલા જ બંગાળમાં સીએએ કાયદાને લાગૂ કરવાને લઈને ભાજપના વલણથી અસંતુષ્ટ છે. બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષે બોલાવેલી બેઠકમાં સામેલ નહીં થનારા પાર્ટીના 3 ધારાસભ્યો બિસ્વજીત દાસ, અશોક કીર્તનિયા, સુબ્રત ઠાકુર છે. દિલિપ ઘોષે કહ્યું છે કે આ બેઠક ખાસ કરીને પાર્ટીના અધ્યક્ષ અને જિલ્લા કાર્યકર્તાઓને લઈને હતી. તેઓએ કહ્યું કે આપણે દરેકને આમત્રિત કર્યા હતા, સાંસદોને પણ આમંત્રણ અપાયું હતું. પણ મને કહેવાયું હતું કે તેઓ દિલ્હી ગયા છે.
પ્રતિકાત્મક ફોટો
આ અઠવાડિયાની શરૂઆતમાં ટીએમસીના નેતા રાજીવ બનર્જી જે ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા તે પણ કોલકત્તામાં દિલિપ ઘોષ દ્વારા બોલાવાયેલી એક મહત્વની બેઠકમાં સામેલ થયા નથી. પ. બંગાળમાં વિધાનસભા ચૂંટણી ખતમ થયા બાદ હવે ફેરબદલ શરૂ થઈ છે. ગઈ કાલે બીરભૂમ અને બર્દવાન જિલ્લાથી અનેક ભાજપ કાર્યકર્તા ટીએમસીમાં સામેલ થયા છે. બીરભૂમમાં લાઉડસ્પીકર પર અનાઉન્સ કરતા ભાજપ કાર્યકર્તાઓએ ભાજપ છોડી દીધું હતું.