બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / bjp leader shubhendu adhikari claims after maharashtra jharkhand rajasthan will be west bengal

મોટો દાવો / મહારાષ્ટ્ર પછી 3 રાજ્યોમાં સરકાર ઉથલાવશે ભાજપ? દિગ્ગજ નેતાના નિવેદન બાદ રાજકારણમાં ખળભળાટ

Pravin

Last Updated: 01:11 PM, 28 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક બાજૂ મહારાષ્ટ્રમાં સત્તા માટેનો સંગ્રામ ચાલી રહ્યો છે, ત્યાં વળી ભાજપના એક નેતાઓ મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે, આ રાજ્યોમાં પણ સરકાર પડશે.

  • મહારાષ્ટ્રમાં ચાલી રહ્યો છે સત્તાસંગ્રામ
  • બંગાળના ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ કર્યો મોટો દાવો
  • મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યોને વારો

મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેનાના કેટલાય ધારાસભ્યોના વિદ્રોહ બાદ રાજકીય સંકટ ઊભું થયું છે. આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ સોમવારે દાવો કર્યો છે પશ્ચિમ બંગાળમાં ટીએમસની સરકારના પણ આવા જ હાલ થશે. અધિકારીએ દાવો કર્યો છે કે, ટીએમસી સરકાર પોતાનો કાર્યકાળ પુરો કરે તે પહેલા પડી જશે.

શુભેન્દુ અધિકારીએ એવું પણ કહ્યું છે કે, મહારાષ્ટ્ર બાદ બિન ભાજપ શાસિત રાજ્ય ઝારખંડ અને રાજસ્થાનનો નંબર છે, જે બાદ બંગાળનો નંબર આવશે. ભાજપના નેતાના આ પ્રકારના નિવેદન પર ટીએમસી તરફથી પ્રતિક્રિયા આવી છે. પાર્ટીએ કહ્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં પોતાની હારથી હતાશ થઈને ભાજપ સત્તા માટે હવાતિયા મારી રહી છે. 

અધિકારી કૂચબિહારમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું કે, પહેલા મહારાષ્ટ્રની સ્થિતિનું સમાધાન નિકળી જાય. ત્યાર બાદ ઝારખંડ અને રાજસ્થાનનો વારો છે. ત્યાર બાદ પશ્ચિમ બંગાળ આવશે. ટીએમસીની પણ આવી જ હાલત થશે. સરકાર 2026 સુધી નહીં ચાલે. આ સરકાર 2024 સુધીમાં બહાર થઈ જશે.

ભાજપ દેશમાં દરેક વિપક્ષ શાસિત રાજ્યમાં પાછળ પડી

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અધિકારી પર ટાર્ગેટ કરતા ટીએમસીના પ્રદેશ મહાસચિવ કૃણાલ ઘોષે કહ્યું કે, ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં હારથી હજૂથી બહાર નથી આવ્યા, ભાજપ સત્તા માટે કોઈ પણ હદે જવા તૈયાર છે. તેમણે કહ્યું કે, જોરદાર ચૂંટણી પ્રચાર છતાં પણ ભાજપને અહી ચૂંટણીમાં ભૂંડી હાર મળી. હવે તે ગમે તેમ કરીને સત્તા મેળવવા માગે છે. તેમનું આ નિવેદન ભગવા જૂથ હતાશામાં હોય તેવું દર્શાવે છે. ટીએમસીના વરિષ્ઠ સાંસદ અને પાર્ટી નેતા સુખેન્દુ શેખર રાયે પણ કહ્યું કે, અધિકારીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, ભાજપાએ મહારાષ્ટ્રમાં સંકટ ઉભું કર્યું છે, તેમણે કહ્યું કે, ભાજપ દેશમાં દરેક વિપક્ષ શાસિત રાજ્યમાં પાછળ પડી ગઈ છે. આ દેશની જનતાને તેમને જડબાતોડ જવાબ આપશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ