બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / BJP and Congress candidates claim victory in Valsad seat, know who is saying what in Mahamanthan

મહામંથન / વલસાડ બેઠક પર આ વખતે કોણ મારશે બાજી ? બન્ને પક્ષે જીતના દાવા

Vishal Dave

Last Updated: 10:11 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ બેઠક રાજકીય રીતે રસપ્રદ છેવલસાડ બેઠકને લઈને માન્યતા છે કે જે વલસાડ જીતે એની કેન્દ્રમાં સરકાર બને

વલસાડ બેઠકને લઈને રાજકીય માહોલ જામ્યો છે.. ભાજપે નવા ચહેરા તરીકે ધવલ પટેલ ઉપર પસંદગી ઉતારી છે, તો કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને મેદાને ઉતાર્યા છે
બંને ઉમેદવારો આદિવાસીના પ્રશ્નોને સમજવાનો અને ઉકેલવાનો દાવો કરે છે. વલસાડ બેઠક રાજકીય રીતે રસપ્રદ છેવલસાડ બેઠકને લઈને માન્યતા છે કે જે વલસાડ જીતે એની કેન્દ્રમાં સરકાર બને. વલસાડ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી જે જીતે એના પક્ષની સરકાર કેન્દ્રમાં બનતી આવી છે. સ્થાનિક ઉમેદવાર હોવાના પણ બંને પક્ષના ઉમેદવારના પોતાના દાવા છે

અનંત પટેલે શું કહ્યું?

તેમણે કહ્યું કે મેં  સ્થાનિક સ્તરના દરેક પ્રશ્ન માટે અમે કામ કર્યું. પાર-તાપી પ્રોજેક્ટનો લોકોના હિતમાં વિરોધ કર્યો, પાર-તાપી પ્રોજેક્ટથી અનેક ગામ ડૂબમાં જાય એમ હતા.તેમણે કહ્યું કે અમે જ્ઞાન સહાયકના મુદ્દે પણ વિરોધ કર્યો હતો

તેમણે કહ્યું કે પારડીમાં પાવર પ્રોજેક્ટનું બહુ મોટું કામ ચાલતું હતું. અધિકારીઓ લોકોનું સાંભળતા નહતા ક્વોરીની સમસ્યા સામે પણ અમે અવાજ ઉઠાવ્યો છે. કોરોના મહામારીમાં અમે જાતે ખર્ચ કરીને સાધનો પૂરા પાડ્યા છે

અનંત પટેલે કહ્યું કે હું  લોકો માટે લડ્યો છું માટે લોકો મને જીતાડવા લડશે ધવલ પટેલ કોના માટે રસ્તા ઉપર ઉતર્યા તે હું પૂછવા માગુ છું. ગ્રામ્ય વિસ્તારમાં એક ટંક ભોજન આપવાને વિકાસ ન કહેવાય. પશુપાલકોને દૂધનો સારો ભાવ મળે તે વિકાસ કહેવાય. ડાંગરનો ભાવ છેલ્લા 20 વર્ષથી વધ્યો નથી. દરિયાના પાણીથી જમીનનું ધોવાણ અટકાવવા પ્રોટેક્શન દિવાલ બનાવો. સાપુતારાનો વિકાસ કરવા કરતા પણ બીજા અગત્યના મુદ્દા છે. બેરોજગારોને રોજગારી મળે તેને વિકાસ કહેવાય. 2022ની વિધાનસભા ચૂંટણીમાં મત વહેંચાઈ ગયા હતા. આ વખતે ગઠબંધનની સરકાર બનશે


તેમણે કહ્યું કે જપના કાર્યકરોમાં રોષ છે હું આદિવાસી પટ્ટાની સાથે દરિયાઈ પટ્ટી માટે પણ કામ કરીશ. અગરિયાઓના જમીનોના પટ્ટા રિન્યુ કરાવવા ધ્યાન આપીશું. માછીમારો માટેની રિઝર્વ જમીનનો કરાર રિન્યુ કરાવીશું
 

ધવલ પટેલે શું કહ્યું?

પક્ષે મારા અનુભવ અને ભણતરના આધારે મને તક આપી છે.. વલસાડ લોકસભા બેઠક ઘણી વિશિષ્ટ છેસાપુતારાનો વિકાસ થયો, શબરીધામ બન્યું.. હજુ તિથલ, સાપુતારાનો શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવો છે. પારનેરા, શબરીધામ મંદિરને વધુ સારા બનાવવા છે. ઈન્ડસ્ટ્રીયલ પોલિસી અંગે પણ કામ કરીશું. આદિવાસી વિસ્તારમાં જમીની સ્તરે કામ કરવાનો મને અનુભવ છે. આદિવાસીના જળ,જમીન અને જંગલના પ્રશ્નોને વાચા આપીશું

તેમણે કહ્યું કે અમે વિકાસ ચોક્કસ કરીશું પણ પ્રકૃતિના ભોગે નહીં. દરિયાના પાણીથી ધોવાણ અટકાવવા પ્રોટેક્શન વોલનો મુદ્દો ધ્યાને છે. બજેટ મંજૂર કરાવીને પ્રોટેક્શન વોલનું નિર્માણ કરાવીશું. આદિવાસીઓનું સ્થળાંતર રોકવા અમે કટિબદ્ધ છે.દેશમાં જે આદિવાસી અનામત બેઠક છે ત્યાં વિકાસ કાર્યોનું આયોજન છે. આદિવાસી વિસ્તારમાં સારામા સારી સુવિધા ઉભી કરીશુ. આ ઉપરાંત તેમણે કહેવુ છે કે આદિવાસીઓને આવડત મુજબ રોજગારી આપીશું. ડાંગ, કપરાડા, ધરમપુરમાં એગ્રી ટુરિઝન, ઈકોલોજીકલ ટુરિઝમની અપાર શક્યતા છે.

અનંત પટેલ વાંસદાના છેઃ ધવલ પટેલ 

હું વલસાડનો સ્થાનિક જ છું. અમને લોકો તરફથી સારો આવકાર મળી રહ્યો છે. રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડે તો એ ત્યાંના સ્થાનિક છે? અનંત પટેલ વાંસદાના છે તો અહીં શા માટે અમારો વિરોધ કરે છે. અમે 5 લાખની લીડથી બેઠક જીતીશું. એસ્ટોલ પરિયોજનામાં કામ શરૂ થઈ ગયું છે. ચીકુ, કેરી સહિતના પાકના પૂરતા ભાવ મળે તેના માટે ચોક્કસ કામ કરીશું. વલસાડના યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારી મળે તેવા પ્રયાસ કરીશું
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ