બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Big news for the pilgrims going to Char Dham the door of Badrinath Dham will be opened from this date

ગુડ ન્યુઝ / ચાર ધામ જનારા યાત્રિકો માટે મોટા સમાચાર, આ તારીખથી ખુલી જશે બદ્રીનાથ ધામના કપાટ

Arohi

Last Updated: 03:06 PM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વસંત પંચમીના અવસર પર ભગવાન બદ્રી વિશાલના કપાટ ખુલવાની તારીખ અને સમયની જાહેરાત કરી દેવામાં આવી છે.

  • વસંત પંચમીના અવસર પર થઈ જાહેરાત 
  • આ દિવસે ખુલશે બદ્રીનાથના કપાટ 
  • ચાર ધામ જતા યાત્રિકો માટે મોટા સમાચાર

વસંત પંચમીના અવસર પર બદ્રીનાથ ધામના કપાટ ખુલવાની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક ભગવાન બદ્રી વિશાના કપાટ ખુલવાની તારીખ અને સમય નક્કી કરી લેવામાં આવ્યા છે. આ વર્ષે 27 એપ્રિલે સવારે 7.10 વાગ્યે ભગવાન બદ્રીનાથના કપાટ ખુલી જશે. 

વસંત પંચમીએ કરવામાં આવી જાહેરાત
શ્રીબદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિ દ્વારા આ સંબંધમાં જાણકારી વસંત પંચમી પર આપવામાં આવી છે. સમિતિની તરફથી ટ્વીટ કરી જણાવવામાં આવ્યું, "ભગવાન બદરી વિશાલના કપાટ આ વર્ષે 27 એપ્રિલે સાંજે 7:10 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે.

વસંત પંચમીના અવસર પર નરેન્દ્રનગરમાં આયોજીત સમારોહમાં કપાટ ખુલવાની તિથિની જાહેરાત થઈ છે."

સમિતિએ આપી જાણકારી 
સમિતિ દ્વારા જ્યારે સમયની જાહેરાત કરવામાં આવી તો તે સમયે રાજપરિવારના સદસ્યો ઉપરાંત શ્રીબદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર ઉપસ્થિત રહ્યા. 

સમિતિ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર વસંત પંચમીનો અવસર આ વખતે ભગવાન બદ્રી વિશાલના કપાટ ખેલવાનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. સમિતિની તરફથી જણાવવામાં આવ્યું કે આ વર્ષે 27 એપ્રિલે   સાંજે 7:10 વાગ્યે ગુરૂ પુષ્ય યોગમાં કપાટ તીર્થ યાત્રીઓ માટે ખોલવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ