બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Big movement in Gujarat Congress ahead of Lok Sabha elections

તૈયારીઓ શરૂ / લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ, નવા માળખાને લઈ EXCLUSIVE માહિતી, સગંઠનમાં આ લોકોને મળશે સ્થાન

Vishal Khamar

Last Updated: 10:03 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓનાં શ્રી ગણેશ કર્યા છે. ત્યારે તાજેતરમાં જ નવીન પ્રદેશ પ્રમુખ દ્વારા જીલ્લાનાં પ્રમુખો સાથે બેઠક યોજી તેઓનાં પ્રશ્નો સાંભળ્યા હતા. આગામી ટૂંક સમયમાં કોંગ્રેસનું નવું માળખું બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

  • લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ
  • શક્તિસિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ નવી ટીમ જાહેર થશે
  • કામ નહીં કરનાર નેતાઓને જવાબદારીથી મૂક્ત કરાશે

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ તેમજ આપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા નવીન માળખું બનાવવાની હિલચાલ તેજ બનાવી છે. નવીન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ હવે નવી ટીમ જાહેર થશે. સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં અને ઓક્ટોમ્બર મહિનાનાં પ્રથમ સપ્તાહમાં પ્રદેશ કોંગ્રેસનું દ્વારા નવીન માળખું જાહેર થઈ શકે છે. 

વર્તમાન પદાધિકારીઓની કામગીરીનું થશે મૂલ્યાંકન
કોંગ્રેસનું નવીન માળખું બે તબક્કામાં જાહેર થશે. તેમજ પ્રદેશ કોંગ્રેસનું માળખું જમ્બો નહી હોય. તેમજ વર્તમાન પદાધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન થશે. અને કામનાં આધારે પાર્ટી સંગઠનમાં જવાબદારી આપશે. 

કામ નહીં કરનાર નેતાઓને જવાબદારીથી મુક્ત કરાશે
ગુજરાત મુલાકાતે આવેલા નવીન પ્રભારીની કડક સૂચનાનાં આધારે સંગઠનમાં કામ કરનારને જવાબદારી અપાશે. તેમજ પદયાત્રા અને હાથ સે હાથ જોડો અભિયાનની કામગીરીનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારે જીલ્લા પ્રમુખોથી લઈ તમામ હોદ્દેદારોનાં કામનૂં મૂલ્યાંકન થશે. તેમજ કામ નહી કરનાર નેતાઓને જવાબદારીથી મુક્ત કરાશે. 

33 જિલ્લા અને 8 મહાનગર પાલિકામાં યોજાશે પદયાત્રા
કોંગ્રેસ દ્વારા પદયાત્રા અને હાથ સે હાથ જોડો અભિયાન મહત્વપૂર્ણ રહેશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જન અધિકાર પદયાત્રા શરૂ કરી છે. ત્યારે 33 જીલ્લા અને 8 મહાનગર પાલિકામાં પદયાત્રા યોજાશે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા પદયાત્રા શરૂ કરાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ