બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Bhuj's daughter shocked everyone: prepared cow dung covered mandap for marriage with her own hands

મહત્વ / ભુજની દીકરીએ કર્યા સૌને દંગ: લગ્ન માટે પોતાના જ હાથે તૈયાર કર્યો ગાયના છાણથી લીપેલો મંડપ

Vishal Khamar

Last Updated: 06:44 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભુજ તાલુકાના સુખપર ગામે નિશા નામની કન્યા એ પોતાના જ હાથે ગોબરથી સજાવ્યો લગ્ન નો માંડવો ગાય અને ગોબર પ્રત્યેના પ્રેમનું અનોખું ઉદાહરણ બન્યું સુખપર ગામ.

  • ભુજનાં સુખપર ગામે યુવતીએ બનાવ્યો અનોખો લગ્ન મંડપ
  • ગાયનાં ગોબરમાંથી પરિવારજનો તેમજ સખીઓની મદદથી બનાવ્યો લગ્નનો માંડવો
  • લગ્નની કંકોત્રી પણ ગાયનાં ગોબરથી બનાવી

 આપણાં સમાજની કહેવતો કયારેક  સાચી ઠરતી હોય છે, આપણે નાનપણ થી એ કહેવત સાંભળતા આવ્યાં છીએ કે દિકરી ને "ગાય દોરે ત્યાં જાય" દિકરી નો ગાય પ્રત્યેના પ્રેમ નો અનોખો કિસ્સો ભુજ તાલુકા ના સુખપર ગામે જોવા મળ્યો. ભાગ્યે જ ક્યારે કયારે બનતું હોય છે કે, જે દિકરી લાડી બનવાની હોય એ પોતાના લગ્ન માટે ગોબર થી પોતાની માં અને સખીઓ સાથે ગોબરમાં હાથ રગદોડીને લગ્ન નો માંડવો શણગારતી હોય, સુખપરના ખેડુત રવજી મેપાણી પરીવાર દીકરી નિશા એ જ્યારે પોતાના લગ્ન ની કંકોત્રી ગોબર થી બનાવી ત્યારે સમજાય કે એ શોખ નો વિષય હોઈ શકે, પરંતુ આ તો ગૌ માતા સાથે ના અનેરા પ્રેમનો ઉલ્લેખ કરવો એટલે જરુરી બને છે કે, સામાન્ય રીતે પ્રિવેડીંગ નું શુટિંગ અને ફોટોગ્રાફી થતી હોય એવા સમયે  લાડી નિશા  માતાની સાથે નાનપણ ની સખીઓ અને પરિવારજનો સાથે ગાયના ગોબરથી પોતાના જ લગ્ન નો ગોબરમય માંડવો તૈયાર કર્યો. ધાર્મિક પરંપરા મુજબ લીલાં તોરણે માંડવો રોપાયો અને ગાય માટે આદર ધરાવતી દિકરી " નિશા " પોતાના હાથે શણગારેલ લગ્ન મંડપે થી પવિત્ર ફેરા ફરી ને દાંપત્યજીવનનો પ્રારંભ કર્યો અને ભારતીય સંસ્કૃતિ સાથે ગો - પ્રેમ ને આજે પણ જીવંત રાખી  છે.

દેશી ગાયનાં ગોબરનું મહત્વ જાણવા મળતા મેં નક્કી કર્યું કે મારા લગ્ન મંડપનો માંડવો દેશી ગાયનાં લીંપણમંથી જ બનાવીશઃ નિશા મેપાણી
ગાયનાં ગોબરમાંથી પોતાનાં લગ્નનનો માંડવો બનાવવા બાબતે નિશા મેપાણીએ જણાવ્યું હતુ કે,  ગાયનાં ગોબરમાંથી  અમે આ મંડપ ઉભો કર્યા છે. જેને ઉભો કરવામાં અમને બે મહિના જેટલો સમય લાગ્યો હતો. ગાયનાં ગોબરમાંથી અનેક જાતનાં મોતી બનાવીને ઉપયોગ કર્યો.  તેમજ અમુક મૂર્તિઓ પણ બનાવી. મંડપની પાછળ અમે એક દિવાલ પણ ઉભી કરી છે. તે દિવાલ અમે કંતાનને બાંધીને તેનાં ઉપર અમે ગાયનાં ગોબરથી લીપણ કર્યું હતું.  લગ્ન મંડપ ગાયનાં છાણમાંથી બનાવવા બાબતે તેમણે જણાવ્યું હતું કે, પ્રાચીન સંસ્કૃતિમાં દેશી ગાયનું ખૂબ મહત્વ હતું. પરંતું હાલ તે મહત્વ ઘટતું જાય છે. ત્યારે દેશી ગાયનાં ગોબરનું મહત્વ મને જ્યારે જાણવા મળ્યું ત્યારે મે વિચાર કર્યો કે મારા લગ્ન મંડપનો માંડવો દેશી ગાયનાં લીંપણમાંથી જ તૈયાર કરીશ.

નિશા મેપાણી (ગોબર માંડવો બનાવનાર કન્યા) 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ