બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhuj Swaminarayan mandir Krushna Swarup Swami Controversy on girl periods

માનસિકતા / મહિલાઓ માસિકર્ધમમાં રસોઈ કરી પતિને ખવડાવે તો આગળનો જનમ કૂતરીનો આવે: સ્વામિનારાયણના સાધુનો બફાટ

Gayatri

Last Updated: 09:48 AM, 18 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધર્મને નામે ગોરખધંધા અને માણસોને ગેરમાર્ગે દોરવામાં ઘણા ધર્મગુરૂઓ સફળ થઈ જતા હોય છે પરંતુ દર વખતે તે શક્ય નથી. કચ્છમાં 68 દીકરીઓના કપડા ઉતરાવીને માસિકધર્મમાં છે કે, નહીં તેની તપાસ કરવામાં આવી જેના બચાવમાં સ્વામિનારાયાણ ધર્મના સાધુએ દીકરીઓ વીશે એ કહ્યુ જે કહેતા પહલા એમણે શરમ કદાચ નેવે મૂકી દીધી હશે. તેમણે જણાવ્યું કે, મહિલાઓ માસિક ધર્મમાં હોય તેમણે રસોઈ બનાવીને પતીને ન જમાડવી જોઈએ. નહીં તો આગલા જનમમાં તેમને કૂતરીનો અવતાર આવે છે. હવે ભૂખ્યાને જમાડવાથી મોટો કોઈ ધર્મ હોઈ શકે?

  • કયા શાસ્ત્રને આધારે આવી ભદ્દી મજાક કરી રહ્યા છે સ્વામી
  • માસિક ધર્મ વિશે એલફેલ વાતો કરવાથી સમાજ સુધારક થઈ જવાય?
  • બહેન દીકરીઓની ઈજ્જત નહી કરો તો તમે આમેંય પતનના માર્ગે છો

ભુજના સ્વામિનારાયણ મંદિરના સ્વામી કૃષ્ણસ્વરૂપ દાસજી પોતે ઉભા કરેલા ધર્મ અને આડંબરના નશામાં એટલા ચકચૂર થઈ ગયા છે કે તે શું નિવેદન આપી રહ્યા છે તે પણ કદાચ તેમને નથી ખબર. તે માસિકધર્મ કે જે તેમની અને આ સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તીનું કેન્દ્ર છે તેને અવગણી સ્વર્ગ નર્કની વાત કરી રહ્યા છે. હવે આવા નામ વગરના શાસ્ત્રો તેમના અનુયાયીઓ નક્કી કરશે કે બહેન દીકરીઓ માસિક વખતે શું કરવું?

શું કહ્યું સ્વામીએ?

ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ નિવેદન આપ્યું હતું.  એકવાર તમે માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના તમે રોટલા ખાઇ જાઓ એટલે બીજો અવતાર બળદનો જ છે. એટલું જ નહીં પરંતુ જે સ્ત્રી માસિકધર્મમાં પોતાના પતિને રસોઈ બનાવીને જમાડે છે તેનો બીજો જન્મ કૂતરીનો આવે છે. તેમણે કહ્યું હતું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ કામ ન કરવા જોઇએ. આ સમયે ઘરનું કામ કરવાથી અનિષ્ટ થાય છે. 

આ કયા પ્રકારનું ધાર્મિક જ્ઞાન છે?

જાહેરમાં સ્ત્રીની અવગણના કરનાર આ સ્વામી કયા શાસ્ત્રની વાત કરે છે? અને શું એમને એ ખબર નહીં હોય કે, તે પણ એક માતાની કૂખે જન્મ્યા હશે. ભગવાનને પણ માનવ અવતારે જન્મવા માટે માતાની કૂખ જોઈ હશે. અને એમના માતા પણ માસિકધર્મમાં થતાં હશે. આ કયા પ્રકારનું ધાર્મિક જ્ઞાન છે?

ક્યા શાસ્ત્રના આધારે તેઓ આવો દાવો કરે છે ?  

અહીં સવાલ એ થાય છે કે, સ્વામીકૃષ્ણસ્વરૂપ દાસ ક્યા શાસ્ત્રના આધારે દાવો કરે છે કે, આ રીતે અનુયાયીઓને ડરાવવા કેટલા યોગ્ય છે ? શા માટે ભક્તોને આવું જ્ઞાન આપે છે સ્વામી ? માસિક ધર્મ પાળવો કે નહીં તે નક્કી કરવા માટે મહિલા સંવતંત્ર છે તો પછી આ રીતનું દબાણ કેમ ? સ્વાભાવિક છે કે, ધર્મના ઠેકેદાર બનેલા સ્વામી આ પ્રકારનો બફાટ કરે ત્યારે સવાલો અનેક ઉઠવાના. પરંતુ માત્ર સવાલ ઉઠાવવાથી આવા સમાજના દુશ્મનો ખતમ થઈ જશે ? નહીં જ થાય. પરંતુ જો આવા ઢોંગીઓનું આપણે જ સાંભળવાનું બંધ કરી દેશું તો ચોક્કસથી આપણો સમાજ અને આપણી દીકરીઓ સુરક્ષિત રહી શકશે. સુરક્ષિત જીવી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ