બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Beware of scams at petrol pumps, these 5 ways to avoid scams

કામની વાત / પેટ્રોલ પંપ પર થતી છેતરપિંડીથી થઈ જાઓ સાવધાન, આ 5 રીતે ઠગાઇથી બચી શકો છો

Megha

Last Updated: 04:43 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો પેટ્રોલ પંપની છેતરપિંડી સમજી શકતા નથી પણ આજે અમે તમને એવી 5 રીતો જણાવીશું, જેના કારણે તમે જાણી શકો છો કે છેતરપિંડીનો શિકાર બની રહ્યા છો.

  • ઘણી વખત તમે પેટ્રોલ પંપ પર છેતરપિંડીનો શિકાર બન્યા હશો 
  • આજના સમયમાં પેટ્રોલ પંપના લોકો તમને ઘણી રીતે છેતરે છે
  • 1. મીટર રીસેટ કર્યા વિના પેટ્રોલ ભરાવવું 

પેટ્રોલ ભર્યા પછી ઘણી વખત એવું લાગતું હશે કે તમે ગાડીમાં જેટલું પેટ્રોલ ભરાવ્યું છે એ મુજબ વાહને માઈલેજ નથી આપી રહ્યું. એવામાં કેટલીકવાર તે વાહનની ખામી હોઈ શકે છે પણ ઘણી વખત તમે પેટ્રોલ પંપ પર છેતરપિંડીનો શિકાર પણ બની શક્ય હોય છે. આજના સમયમાં પેટ્રોલ પંપના લોકો તમને ઘણી રીતે છેતરે છે, જેની અસર તમારા ખિસ્સા પર પડે છે. 

ઘણી સ્થિતિમાં લોકો પેટ્રોલ પંપની છેતરપિંડી સમજી શકતા નથી પણ આજે અમે તમને એવી 5 રીતો જણાવીશું, જેના કારણે તમે જાણી શકો છો કે છેતરપિંડીનો શિકાર બની રહ્યા છો.

1. મીટર રીસેટ કર્યા વિના પેટ્રોલ ભરાવવું 
આ પ્રકારની છેતરપિંડી ઘણીવાર એવા ગ્રાહકો સાથે થાય છે જેઓ જાગ્રત નથી. જ્યારે પેટ્રોલ ભરાવવા જાઓ ત્યારે પેટ્રોલ વર્કર મીટરને રીસેટ કર્યા વિના પેટ્રોલ ભરી દે એવું પણ બને છે. આ છેતરપિંડીમાં તમારી કારમાં ખૂબ ઓછું પેટ્રોલ ભરાયું હોય અને સામે તમારે સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે. આવી પરિસ્થિતિને ટાળવા માટે પેટ્રોલ ભરાવતા પહેલા મીટરને રીસેટ કરવાનું ભૂલશો નહીં. 

2. પેટ્રોલની ક્વોલિટી ખરાબ હોય શકે
કેટલાક પેટ્રોલ પંપ પર કર્મચારીઓ નબળી ગુણવત્તાનું ઇંધણ ભરે છે. આ પ્રકારનું બળતણ ફક્ત તમારા ખિસ્સાને જ અસર કરતું નથી, પરંતુ તમારા વાહનના એન્જિનને પણ નુકસાન પહોંચાડી શકે છે. જણાવી દઈએ કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 મુજબ દેશના દરેક પેટ્રોલ પંપ પર ફિલ્ટર પેપર હોવું ફરજિયાત છે. જ્યારે જરૂર પડે ત્યારે તમે તે માંગી શકો છો અને જો પેટ્રોલ પંપનો કર્મચારી આવું ન કરે તો તમે ગ્રાહક કોર્ટમાં તેની ફરિયાદ કરી શકો છો. 

3. ચિપ સાથે થઈ શકે છે છેડછાડ 
એવું બની શકે કેટલાક પેટ્રોલ પંપના કર્મચારીઓ કે માલિકો પેટ્રોલ ફિલિંગ મશીનમાં ઈલેક્ટ્રોનિક ચિપ્સ લગાવે છે. આ છેતરપિંડીમાં વાહનમાં ઓછું પેટ્રોલ ભરો તો પણ તમારે સંપૂર્ણ રકમ ચૂકવવી પડી શકે છે. જો તમને આ અંગે કોઈ શંકા હોય તો પેટ્રોલ પંપના એટેન્ડન્ટને મેન્યુઅલ માપનથી પેટ્રોલ ભરવા માટે કહી શકો છો. 

4. સિન્થેટીક ઓઈલ
કેટલાક કિસ્સામાં ગ્રાહકોના વાહનોમાં પૂછ્યા વગર રેગ્યુલર ઓઈલને બદલે સિન્થેટીક ઓઈલ ભરવામાં આવે છે. જણાવી દઈએ કે સિન્થેટિક તેલ લગભગ 5 થી 10 ટકા મોંઘું છે. આવી સ્થિતિમાં તમારે પેટ્રોલની વધુ રકમ ચૂકવવી પડી શકે છે. 

5. રેટ મેનીપ્યુલેશન
કેટલાક પેટ્રોલ પંપના કર્મચારીઓ કે માલિકો પેટ્રોલ કે ઈંધણના ભાવમાં હેરાફેરી કરીને છેતરપિંડી કરી શકે છે. એટલા માટે જ્યારે પણ તમે વાહનમાં ઇંધણ ભરો ત્યારે મીટર તપાસો. જેથી કરીને તમે આ પ્રકારની છેતરપિંડીથી બચી શકો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ