બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / benefits of drinking Turmeric Water on empty stomach

તમારા કામનું / કેન્સરનું જોખમ ઘટી જશે, રોગ પ્રતિકારકશક્તિ પણ થશે પાવરફૂલ, સવારે ખાલી પેટે આ ચીજ નાખીને પીજો પાણી

Vaidehi

Last Updated: 06:50 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Turmeric Water: દિવસની શરૂઆત જો હળદરવાળા પાણીનાં સેવનથી કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્ય માટે આ ઘણું લાભદાયી સાબિત થઈ શકે છે. જાણો હળદરવાળા પાણીના ફાયદાઓ.

  • હળદરવાળા પાણીનાં અનેક ફાયદા
  • ખાલી પેટે સેવન કરવું લાભદાયી
  • ઈમ્યૂનિટીથી લઈને વજન ઘટાડવામાં લાભદાયી

ઘણાં લોકો પોતાના દિવસની શરૂઆત ચા કે કૉફી પીવાથી કરતાં હોય છે. ચા સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે. તેની જગ્યાએ જો હળદરવાળું પાણી પીવામાં આવે તો તમારા શરીર માટે તે લાભદાયી સાબિત થઈ શકે છે કારણકે હળદરનાં અનેક ફાયદાઓ હોય છે.

ઈમ્યૂનિટી
હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે રોગપ્રતિકારક ક્ષમતાઓમાં ભરપૂર વધારો કરે છે. રોજ સવારે હળદરવાળું પાણી પીવું જોઈએ.

વજન ઘટાડવામાં મદદરૂપ
હળદરમાં મેટાબોલિઝમને બૂસ્ટ કરીને વજન ઘટાડવા માટે ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. રોજ સવારે ખાલી પેટ હળદરવાળા પાણીનું સેવન કરવાથી અસર દેખાઈ શકે છે.

પાચન
ખાલી પેટે હળદરવાળું પાણી પીવાથી પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય છે. ગેસ, અપચો વગેરે જેવી અનેક સમસ્યાઓથી બચવા માટે આ ઉપાય કરવો જોઈએ.

કેન્સર
હળદરવાળા પાણીનાં સેવનથી કેન્સર જેવી ઘાતકી બીમારીનો ખતરો પણ ટળી જાય છે.

સ્કીન માટે ઉત્તમ
હળદર લોહીમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે જેના લીધએ સ્કીન સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ