બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Before entering the Gujarat High Court, know these brand new rules, this app is mandatory

HCનો ઑર્ડર / ગુજરાત હાઈકોર્ટમાં એન્ટ્રી કરતા પહેલા જાણી લો આ તદ્દન નવા નિયમો, આ એપ ફરજીયાત

Mehul

Last Updated: 11:53 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર લાગુ કર્યા. કોર્ટમાં આવતા તમામ માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજીયાત. તો અરજદાર કે પક્ષકારનો રીપોર્ટ નેગેટીવ જરૂરી

  • કોરોનાના કેસ વધતા હાઈકોર્ટે લાદયા નિયંત્રણ 
  • ગુજરાત હાઈકોર્ટેની અરજદારો માટે માર્ગદર્શિકા 
  • વકીલો સમાજીકાન્તારનું પાલન કરે ; કેન્ટીન બંધ 


રાજ્યમાં કોરોનાના કેસ વધતા હાઈકોર્ટમાં પ્રતિબંધ ફરમાવાયો છે જેમાં  જાહેર જનતા માટે હાઇકોર્ટમાં પ્રવેશ પર રોક લગાવાઈ છે. હાઈકોર્ટમાં પ્રવેશ માટે નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર  લાગુ કર્યા છે. કોર્ટમાં આવતા તમામ માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજીયાત રહેશે તો અરજદાર કે પક્ષકારનો કોરોના નેગેટિવ હોવાનું સર્ટિફિકેટ જરૂરી બનશે. હાઇકોર્ટની કેન્ટીન બંધ રાખવા પણ નિર્દેશ કરાયા છે. આ ઉપરાંત સામાજિક અંતરનું પાલન ફરજિયાત કરવામાં આવ્યું છે. વકીલોને ખોટી ભીડ ન કરવા માટે વકીલ એસો.ને નિર્દેશ કરવામાં આવ્યો છે. 

કોરોનાના થથરાવતા આંકડા 

ગુજરાતમાં કોરોનાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1259 કેસ સામે આવતા તંત્ર અને લોકોએ હવે સાવચેત થઈ જવાની જરૂર છે. આજ સૌથી વધુ અમદાવાદમાં 644 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 225 કેસ તો વડોદરામાં 75 અને રાજકોટમાં 61 કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 5858 સુધી પહોંચી ગઈ છે.રાજ્યભરમાં કોરોનાને કારણે 3 મૃત્યુ થયા જ્યારે કુલ 16 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. કોરોનાને માત આપીને કુલ 151 દર્દી ઘેર પરત ફરતા હવે એક્ટિવ કેસની સંખ્યાં  5858 પહોચી ગઈ છે. આજે કુલ 7.46 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું છે. જ્યારે અત્યાર સુધી કુલ 9.04 કરોડ રસીના ડોઝ આપી દેવાયા છે. કોરોનાથી સાજા થવાનો દર 98.09 ટકા જોવા મળ્યો છે

કોરોનાના જિલ્લા પ્રમાણે કેસ
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 644 કેસ સાથે કોરોના હોટસ્પોટ બની ગયું છે. સુરતમાં 225 કેસ, વડોદરામાં 75 કેસ,રાજકોટમાં 61 કેસ, ગાંધીનગરમાં 28 કેસ, જામનગરમાં 17 કેસ, ભાવનગરમાં 18 કેસ,વલસાડમાં 40 કેસ, આણંદમાં 29 કેસ,ખેડામાં 24 કેસ, ભરૂચમાં 16 કેસ, નવસારીમાં 16 કેસ નોંધાયા, મહેસાણા અને મોરબી જિલ્લામાં 12-12 કેસ, કચ્છમાં 11 કેસ, મહીસાગરમાં 6 કેસ, ગીર સોમનાથમાં 5 કેસ, સાબરકાંઠામાં 4 કેસ, અમરેલીમાં 3 કેસ, સુરેન્દ્રનગરમાં 3 કેસ, તાપીમાં 3 કેસ, દ્વારકામાં 2 કેસ, તાપીમાં 3 કેસ, દ્વારકામાં 2 કેસ, બનાસકાંઠા, દાહોદ, પોરબંદર, જુનાગઢ અને અરવલ્લીમાં એક કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ