બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / beast vijay thalapathy film beast is banned in kuwait

સાઉથ / સુપરસ્ટાર વિજયની દેશભક્તિ પરની ફિલ્મ Beast પર વધુ એક દેશમાં પ્રતિબંધ, જાણો એવું તો શું છે ફિલ્મમાં

Premal

Last Updated: 03:54 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ બીસ્ટની પ્રશંસકો લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. આ ફિલ્મ 13 એપ્રિલથી આખા દેશના થિયેટરોમાં રીલીઝ થવાની છે. ફિલ્મમાં વિજયની સાથે પૂજા હેગડે લીડ રોલ પ્લે કરી રહી છે.

  • થલાપતિ વિજયની ફિલ્મ બીસ્ટ 13 એપ્રિલે થશે રીલીઝ
  • ફિલ્મમાં વિજયની સાથે પૂજા હેગડે લીડ રોલ પ્લે કરી રહી છે
  • ફિલ્મને કુવૈત બાદ કતારમાં પણ લગાવી દેવામાં આવ્યો પ્રતિબંધ

ટ્રેડ એક્સપર્ટે જણાવ્યું પ્રતિબંધ કરવાનું કારણ 

ફિલ્મની રીલીઝને લઇને એક તરફ જ્યાં પ્રશંસકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ફિલ્મને દુ:ખી કરનારા સમાચાર પણ સામે આવી રહ્યાં છે. હાલમાં અહેવાલ આવ્યા હતા કે કુવૈતમાં બીસ્ટની  રીલીઝ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો હવે અહેવાલ છે કે ફિલ્મ કતારમાં પણ રીલીઝ કરાશે નહીં. કારણકે અહીં ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેની જાણકારી ટ્રેડ એક્સપર્ટ રમેશ બાલાએ તેના ટ્વિટર પર આપી છે. તેમણે ટ્વિટ કરી લખ્યું, કુવૈત બાદ બીસ્ટને કતારમાં પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે હાલમાં એક તામિલ ફિલ્મ એફઆઈઆરને પણ આ બંને દેશોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તો ટ્રેડ એક્સપર્ટ મનોબાલા વિજયબલને ફણ ટ્વિટ કરી જણાવ્યું કે કતાર સરકારે વિજયની બીસ્ટ પર રોક લગાવી દીધી છે. 

યુઝર્સ બીસ્ટના ટ્રેલરને ખૂબ કરી રહ્યાં છે પસંદ 

એક અખબારના રિપોર્ટ મુજબ જ્યારે તેમણે ટ્રેડ એક્સપર્ટ રમેશ બાલાને આ અંગે જાણકારી આપી તો તેમણે જણાવ્યું કતારની સરકાર ફિલ્મમાં બતાવવામાં આવેલા આતંકવાદી એન્ગલથી ખુશ નથી. બંને ફિલ્મોમાં લીડ વિલન અને તેનુ ગ્રુપ આતંકવાદી ટોળકીમાંથી જણાવવામાં આવ્યું છે અને આ ફિલ્મ અલ-કાયદા અને આઈએસઆઈએસ જેવા વિષયો સાથે જોડાયેલી છે. આ બધી વાતોને જોઈને સમજાય છે કે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો બાલાનુ કહેવુ છે કે યુઝર્સ ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યાં છે. યુઝર્સના હિસાબે બીસ્ટને ખૂબ મદદ મળશે. તેમણે એવી પણ ભવિષ્યવાણી કરી છે કે ફિલ્મ પહેલા દિવસે 50 કરોડનો આંકડો પાર કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે પહેલા દિવસના કલેકશનની વાત કરીએ તો ફિલ્મ ડોમેસ્ટિક અને વિદેશી માર્કેટમાં બધી ભાષાઓમાં લગભગ 60.65 કરોડ રૂપિયાનુ કલેક્શન કરી શકે છે. 

યશ-શાહિદ કપૂર સાથે થશે વિજયની ટક્કર

મહત્વનું છે કે વિજયની ફિલ્મ 13 એપ્રિલે રીલીઝ થઇ રહી છે. સાઉથ સ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ KGF 2 અને શાહિદ કપૂરની જરસી 14 એપ્રિલે રીલીઝ થઇ રહી છે. ટ્રેડ એનાલિસ્ટનું માનવુ છે કે આ ત્રણેય ફિલ્મોની વચ્ચે બૉક્સ ઑફિસ પર જોરદાર ટક્કર જોવા મળશે. ઉલ્લેખનીય છે કે KGF 2નુ પણ ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ