ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Be careful if you are in the habit of wearing contact lenses every day, this can damage your eyes

તમારા કામનું / કોન્ટેક્ટ લેન્સ પહેરવાની દરરોજ ટેવ હોય તો થઈ જાઓ સતર્ક, આંખોને થઈ શકે છે આ નુકસાન

Published By: Megha

Last Updated: 10:31 AM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું કોન્ટેક્ટ લેન્સ લગાવવાથી ખરેખર આંખને નુકશાન પંહોચે અને અને જો પંહોચે છે તો કેવા કેવા નુકશાન પંહોચે છે એ વિશે આજે અમે તમને જણાવશું..

ADVERTISEMENT

  • ખાસ કરીને આંખોનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ
  • કોન્ટેક્ટ લેન્સ લગાવવાથી ખરેખર આંખને નુકશાન પંહોચે? ચાલો જાણીએ 

આંખ આપણા ચહેરાનો સૌથી નાજુક હિસ્સો છે. આંખ પર લાગેલ એક નાની ઇજા પણ ઘણી ગંભીર સાબિત થઈ શકે છે. એટલા માટે ખાસ કરીને આંખોનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. એવામાં આજકાલ લોકો ફેશન અને નંબર આવવા પર લોકો કોન્ટેક્ટ લેન્સ પહેરે છે. પણ શું તમને ખબર છે કે કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી તમને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોન્ટેક્ટ લેન્સ પહેર કે ઉતારવા સમયે જો થોડી પણ બેદરકારી થઈ જાય તો આંખોને ઘણું નુકશાન પંહોચી શકે છે. તમને જણાવી દઈએ કે કોન્ટેક્ટ લેન્સ તમારી આંખોમાં આખો દિવસ કે ઘણી કલાકો સુધી એક સાથે લાગી રહે છે તો તેનાથી આંખને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શું કોન્ટેક્ટ લેન્સ લગાવવાથી ખરેખર આંખને નુકશાન પંહોચે અને અને જો પંહોચે છે તો કેવા કેવા નુકશાન પંહોચે છે એ વિશે આજે અમે તમને જણાવશું.. 

આંખોની બીમારીનો ખતરો-
જો તમે લાંબા સમય સુધી કોન્ટેક્ટ લેન્સ લગાવી રાખો છો તો એ તમારી આંખોમાં બળતરા અને સંક્રમણનું કારણ બની શકે છે. આ સિવાય આંધળાપણું અને કોર્નીયો જેવી સમસ્યા ઉદ્ભવી શકે છે. 

લાલ આંખની સમસ્યા - 
જો તમારી આંખોમાં કોન્ટેક્ટ લેન્સ લગાવ્યા પછી રેડનેસની સમસ્યા આવી રહી છે તો સમજી જો કે એ તમારી આંખોને નુકસાન પંહોચાડી રહ્યા છે. જો આ સમસ્યા થોડા દિવસોની અંદર દૂર નથી થતી તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 

આંખોમાં અલ્સરની સમસ્યા-
જો તમે ઘણા લાંબા સમય સુધી કોન્ટેન્ટ લેન્સ પહેરી રાખો છો તો તેને કારણે આંખોમાં અલ્સરની સમસ્યા ઉદ્ભવી શકે છે. જણાવી દઈએ કે આ અલ્સર કોર્નીયો પર સફેદ કે ભૂરા રંગની ઇજા જેવા દેખાય છે. જેને કારણે આંખો ખોલવા અને બંધ કરવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Contact Lens Eyes lifestyle કોન્ટેક્ટ લેન્સ Contact lens

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ