બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 08:52 PM, 6 February 2024
ADVERTISEMENT
2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી અને ન્યાય મળ્યો. ફરી ફરીને એ જ વિષય આવ્યો છે કે જ્યારે ખેડૂતને પાકમાં નુકસાની થાય ત્યારે તેના વળતરની ચોક્કસ નીતિ કેમ નથી અને જો નીતિ છે તો તેનો અમલ કેમ નથી. બનાસકાંઠાના 9 હજાર જેટલા ખેડૂતોને તાજેતરમાં જ ગ્રાહક સુરક્ષા કોર્ટે પાક નુકસાની અંતર્ગત 9 ટકા વ્યાજલેખે વળતર ચુકવવા આદેશ કર્યો છે. આખી લડતમાં ઉડીને આંખે વળગે એવી વાત છે વીમા કંપનીઓની સ્વચ્છંદતા. સરકારે જે તે સમયે 32 ટકાને બદલે 35 ટકા નુકસાનીનો નિયમ બનાવ્યો અને વીમા કંપનીઓને શબ્દોના અર્થઘટન કરીને ઉપરછલ્લો સરવે કરાવી લીધો. 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું કે અહીં નુકસાન છે જ નહીં. સરવાળે વીમાનું મોંઘુ પ્રિમિયમ ભરતા ખેડૂતો સતત મુશ્કેલીમાં મુકાતા ગયા. જો કે ખેડૂત મંડળીઓની લડત કામ લાગી અને ગ્રાહક સુરક્ષા કોર્ટે ફટકાર સાથે જે આદેશ આપ્યો તે ખેડૂતો માટે તો રાહત આપનારો હતો. પણ ફરીને એ જ સવાલ થાય કે હક મેળવવા 6 વર્ષ સુધી રાહ કેમ જોવી પડે. સરકાર પણ કેટલાક કિસ્સામાં એવી જ રીતે કેમ વર્તે છે કે જાણે પાક વીમો લેતી કંપનીઓને જ ફાયદો કરાવવાનો હોય. ખેડૂતોના નુકસાનને આંકડાઓની માયાજાળમાં ફસાવીને અદ્રશ્ય કરી દેવાની પેરવીમાં સાથ કોણ આપે છે. SDRF અંતર્ગત જે સહાય મળે છે તેમાં પણ ફેરફાર કરવાની રજૂઆત ઘણાં સમયથી થઈ રહી છે તો તે દિશામાં આખરે કેમ કોઈ કાર્યવાહી થતી નથી. બનાસકાંઠા એક જિલ્લો છે કે જ્યાંના 9 હજાર જેટલા ખેડૂતોનો મામલો સામે આવ્યો ત્યારે રાજ્યના બીજા કેટલા એવા જિલ્લા હશે જ્યાં ખેડૂતો હક માટે ઝઝૂમતા હશે
ADVERTISEMENT
ખેતીમાં પાક નુકસાની સામે વળતરની સ્પષ્ટ નીતિ ક્યારે?
નુકસાનીના વળતર માટેના નિયમોમાં ફેરફાર માટે અનેકવાર રજૂઆત કરાઈ છે. SDRFના ધારાધોરણ બદલવાની લાંબા સમયથી રજૂઆત થઈ સરકાર કે વીમા કંપનીના સરવેમાં મોટેભાગે નુકસાન દર્શાવાતું નથી. બનાસકાંઠાની અનેક ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટે વીમા કંપનીને વળતર ચુકવવા આદેશ કર્યો હતો. નુકસાનમાં સહાયનો નિયમ બદલાતા ઘણાં ખેડૂતો સહાયથી વંચિત રહ્યા હતા
બનાસકાંઠાનો મામલો શું હતો?
2018માં ઓછા વરસાદથી બનાસકાંઠાના ખેડૂતોને નુકસાન થયું હતું. ખેડૂતોએ ખેતી લોન લેતા વીમા કંપનીએ પાક વીમાના રૂપિયા કાપ્યા હતા. વીમા કંપનીઓએ એકપણ ખેડૂતને નુકસાનીનું વળતર ન ચુકવ્યું તેમજ સરકારે પણ વીમા કંપનીઓને વળતર ચુકવવા કહ્યું હતું. સરકારે 35% નુકસાન થયું હોય તો વળતર આપવાનો નિયમ બનાવ્યો તેમજ વીમા કંપનીઓએ 35%થી ઓછું નુકસાન થયું હોવાનું દર્શાવ્યું હતું. ખેડૂત મંડળીઓએ એડવાન્સ લોન લઈ ખેડૂતોને ધીરાણ આપ્યું હતું. જે ખેડૂતે લોન લીધી હોય તે ખેડૂતે પાક વીમો લેવો ફરજિયાત હતો. મંડળીઓએ હજારો ખેડૂતો પાસે વીમાનું પ્રિમિયમ લીધું હતું. 66 ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9%ના વ્યાજે વળતર ચુકવવા આદેશ કર્યો છે. 8762 જેટલા ખેડૂતોને 11 કરોડનું વળતર ચુકવવા આદેશ કરાયો છે.
બેફામ વીમા કંપનીઓ, લગામ ક્યારે?
ખેડૂતો મોટેભાગે વીમાના પ્રિમિયમ અને નુકસાનીના વિષચક્રમાં ફસાય છે. પહેલા 32% નુકસાનીનો નિયમ હતો જે હવે 35% નુકસાનીનો કરવામાં આવ્યો હતો. પાક ધીરાણ માટે લોન લેનાર દરેક ખેડૂત માટે વીમો લેવો ફરજિયાત કરાયો છે. લોન લીધા બાદ પ્રિમિયમ ભરવામાં ખેડૂતને ઘણી મુશ્કેલી પડે છે. વીમા કંપનીઓ ઉપર સરકારનું ખાસ નિયંત્રણ નથી. પ્રિમિયમ વસૂલીને વીમા કંપનીઓ તગડો નફો કરે છે. ખેડૂતો પાસે સમય અને રૂપિયાનો અભાવ હોય છે. કાયદાકીય ગૂંચવાડાને કારણે ખેડૂતો વીમા કંપનીઓને પડકારવાનું ટાળે છે
વાંચવા જેવું: અમદાવાદમાં જાન્યુઆરીથી આ રોગોનું તાંડવ, અચાનક હોસ્પિટલોના ધક્કા વધ્યા, લાંભા સહિત 2 વિસ્તાર હોટસ્પોટ
ગ્રાહક સુરક્ષા કોર્ટે શું કહ્યું?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.