બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / રાજકોટ / Ban on single use plastics in Rajkot, strict enforcement of the rule in Manpa area

કવાયત / રાજકોટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, મનપા વિસ્તારમાં નિયમની કડક અમલવારી

Priyakant

Last Updated: 03:09 PM, 1 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસેને દિવસે પ્લાસ્ટિકથી વધી રહેલા પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જના પરિબળોને ધ્યાને લઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો નિર્ણય કરવામાં આવ્યો છે

  • રાજકોટમાં આજથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ
  • રાજકોટ મનપા વિસ્તારમાં નિયમની કડક અમલવારી
  • ઉત્પાદન અને વેચાણ કરનારા સામે લેવાશે આકરા પગલાં

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમોમાં સુધારો કરી 120 માઇક્રોન સુધીની કેરી બેગના ઉત્પાદન, આયાત કરવા કે વિતરણ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેને લઈ હવે રાજકોટમાં આજથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. રાજકોટ મનપા વિસ્તારમાં નિયમની કડક અમલવારી કરાવવા તંત્રએ કવાયત શરૂ કરી છે. નોંધનિય છે કે, દિવસેને દિવસે પ્લાસ્ટિકથી વધી રહેલા પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જના પરિબળોને ધ્યાને લઈ આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 

રાજકોટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ

પર્યાવરણ મંત્રાલય દ્વારા 1 જુલાઇ એટલે કે આજથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઈ હવે રાજકોટમાં પણ આ નિર્ણયનું પાલન કરાવવા તંત્ર કવાયતમાં લાગ્યું છે. રાજકોટમાં પ્લેટ,કપ,ગ્લાસ સહિતના પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવાયો છે. જેને લઈ રાજકોટ મનપા વિસ્તારમાં નિયમની કડક અમલવારીની કવાયતમાં લાગ્યું છે. રાજકોટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન અને વેચાણ કરનારા સામે આકરા પગલાં લેવાશે. 

પ્રદૂષણને નિયંત્રણમાં લેવા મોટો નિર્ણય 
 

પ્રદૂષણને નિયંત્રણમાં લેવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ માટે ભારતે યુએનમાં રજૂ કરેલા ઠરાવ મુજબ નિર્ણય કરાતા હવે ૧લી જુલાઇ એટલે કે આજથી આવી અનેક વસ્તુઓ પર પ્રતિબંધ અંગેના નિર્ણયની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેને લઈને રાજકોટ મનપાની ટીમ આજથી મેદાનમાં ઉતરી વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે જાણ કરી રહી છે. 

થર્મોકોલની અવેજીમાં બગાસની પ્રોડક્ટ વાપરી શકાય છે 

કેન્દ્ર સરકારના સર્ક્યુલર બાદ હવે અમદાવાદ મનપા દ્વારા પણ 1 જુલાઈ 2022થી ઉત્પાદકો, આયાતકારો, જથ્થાબંધના વેપારીઓ, વેચાણકારો અને ઉપયોગકર્તાઓ માટે પ્લાસ્ટિક આવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ અંગે નિર્ણય કરાયો છે. જેમાં ઈયરબડના પ્લાસ્ટિક, સ્ટીક, બલુન સ્ટીક, પ્લાસ્ટિક ઝંડા, કેન્ડી સ્ટિક, આઇસક્રીમની ચમચી, થર્મોકોલનું ડેકોરેશન, પ્લેટ-કપ, કલાસ, સ્ટ્રો, ટ્રે, બોક્સ પર લગાવવાની ટેપ, સિગરેટના પેકેટ ઉપરનું પ્લાસ્ટીક તેમજ 100 માઇક્રોન કરતા પાતળા પીવીસી બેનર સહિતનો સમાવેશ થાય છે. બીજી તરફ સપ્લાયર પ્રેક્ટિકલી શક્ય ન હોવાની રાવ ઉઠી છે. પેપર કપ વાયેબલ નથી. વુડન સ્પૂન માત્ર ચાઇનાથી આવે છે. લિકવિડ અને ડેઝર્ટ ખાવામાં વુડન સ્પૂનથી સમસ્યા થવાની શક્યતા રહે છે. થર્મોકોલની અવેજીમાં બગાસની પ્રોડક્ટ વાપરી શકાય છે પણ બગાસની પ્રોડક્ટ થર્મોકોલથી મોંઘી આવે છે. બીજી તરફ માલ પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાનું જણાવી રહ્યા છે. 

અગાઉ 40 માઇક્રોન બાદ 75 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર લગાવાયો છે પ્રતિબંધ

નોંધનીય છે કે અગાઉ 40 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક થેલી પર પ્રતિબંધ હતો. બાદમાં 75 માઇક્રોનથી પાતળી થેલી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અને હવે સરકારના પરિપત્ર બાદ હવે 31 મી ડીસેમ્બર 2022 બાદ શહેરમાં 121 માઇક્રોનથી પાતળી કેરી બેગ પર પ્રતિબંધ લાદવામાં આવશે. આ સિવાય કેટલાક પ્લાસ્ટિક પર પહેલી જુલાઈથી પ્રતિબંધની અમલવારી શરૂ કરવામાં આવશે.મહત્વનું છે કે ખાણીપીણી માર્કેટ, શાકભાજી માર્કેટ સહિત અનેક વિસ્તારમાં આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ થઈ રહ્યો છે. મોટા શહેરોની હદ બહાર ઉત્પાદિત થતા આવા પ્લાસ્ટિકનું શહેરમાં અલગ-અલગ વાહનો મારફતે પરિવહન કરી ગેરકાયદે વેચાણ થતું હોય છે ત્યારે વપરાશકર્તા પર કડકાઈ આવકારદાયક છે પરંતુ તંત્ર દ્વારા ઉત્પાદકો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.  

કેવા પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ ?

  • ઈયરબડના પ્લાસ્ટિક
  • પલાસ્ટિક સ્ટિક
  • બલૂન સ્ટિક
  • પ્લાસ્ટિકના ઝંડા
  • કેન્ડી સ્ટિક
  • આઇસક્રીમની ચમચી
  • થર્મોકોલનું ડેકોરેશન
  • પ્લાસ્ટિકના પ્લેટ-કપ
  • પ્લાસ્ટિકની સ્ટ્રો અને ટ્રે
  • બોક્સ પર લગાવવાની ટેપ (સેલોટેપ)
  • સિગરેટના પેકેટ ઉપરનું પ્લાસ્ટીક
  • 100 માઇક્રોન કરતા પાતળા પીવીસી બેનર
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ