રામમંદિર મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, કોઈ ત્રીજા પક્ષની નહીં ચાલે દખલગીરી

By : krupamehta 04:15 PM, 14 March 2018 | Updated : 04:27 PM, 14 March 2018
નવી દિલ્હી: અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની બાબતે સુપ્રીમ કોર્ટમાં સુનવાણી શરૂ થઇ ગઇ છે. સુનવણી શરૂ થયા બાદ સુપ્રીમ કોર્ટે આ કેસમાં હસ્તક્ષેપ કરનારી ત્રીજા પક્ષની કુલ 32 અરજીઓ ફગાવી દીધી છે. એમાં અપર્ણા સેન, શ્યામ બેનેગલ અને તીસ્તા સીતલવાડની અરજીઓ પણ સામેલ છે. 

બધી કાગળની કાર્યવાહી અને અનુવાદનું કામ પૂરું થઇ ગયું છે. 8 માર્ચે સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રાર સમક્ષ થયેલી બેઠકમાં દરેક પક્ષોને આ જાણકારી આપી. 

હવે સુપ્રીમ કોર્ટ બુધવારે આ મામલાની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના 3 જજોની પીઠ હવે સુનવણીની દિશા નક્કી કરશે. હાઇકોર્ટ આદેશ વિરુદ્ધ સૌથી પહેલા સુન્ની વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાયો હતો.

આ મામલાથી જોડાયેલા 9000 પાનાના દસ્તાવેજ અને 90,000 પાનમાં દાખલ પુરાવા પાલી, ફારસી, સંસ્કૃત, અરબી સહિત વિવિધ ભાષાઓમાં છે. જેની પર સુન્ની વક્ફ બોર્ડે કોર્ટને આ દસ્તાવેજોના અનુવાદ કરાવવાની માંગણી કરી હતી. Recent Story

Popular Story