બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Ayush Gohil's father runs a grocery shop

વાહ / 28 લાખની નોકરી ઠુકરાવીને આયુષે આપી UPSCની પરીક્ષા, એ નિર્ણય જિંદગીભર યાદ રહેશે, કહાની થઈ રોચક

Dinesh

Last Updated: 09:50 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુષે દિલ્હીની સરકારી સ્કૂલ રાજકીય પ્રતિભા વિકાસ વિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું છે, તેણે CATની પરીક્ષા પણ પાસ કરેલી છે.

  • આયુષ ગોહિલના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે
  • આયુષ ગોહિલે સરકારી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યો હતો
  • આયુષને MBA કર્યા પછી 28 લાખ પેકેજ સાથે નોકરી મળી હતી

યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આપે છે. પરંતુ જેમાં સફળતા કેટલાક જ હાંસલ કરતા હોય છે. આ વર્ષ UPSC CSEનું ફાઈનલ મેરિટ બહાર પડ્યા પછી આયુષ ગોહિલની સૌ કોઈ ચર્ચા કરી રહ્યું છે. આયુષએ 171મી રેન્ક પાપ્ત કરી છે છતા પણ તેની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે. દિલ્હીમાં રહેવાવાળા આયુષ ગોહિલના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે.  આયુષે દિલ્હીની સરકારી સ્કૂલ રાજકીય પ્રતિભા વિકાસ વિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું છે. તેણે  CATની પરીક્ષા પણ પાસ કરેલી છે. CAT પાસ કર્યા બાદ તે આઈઆઈએમ કોજિકોડ કેરલમાં એડમિશન લીધો હતો. 

આઈઆઈએમમાં એમબીએ કર્યા બાદ તેને કેમ્પસ પ્લેસમેન્ટમાં સિલેક્શન થયો હતો. તેમજ જેપી માર્ગન કંપનીમાં 28 લાખના પેકેજની નોકરી પણ મળી હતી. ખાસ વાત એ છે તેણે નોકરી કરતા કરતા UPSCની તૈયારી શરૂ કરી હતી પરંતુ નોકરી સાથે તૈયારી બરાબર થતી ન હતી.એક ઈન્ટરવ્યુમાં આયુષે જણાવ્યું હતું કે, તેણે ભણવા માટે લોન પણ લીધી હતી. પ્રાઈવેટ કંપનીમાં 28 લાખના પેકજ પર નોકરી મળ્યા બાદ તેના માતા પિતા ખુબ ખુશ હતા. આયુષે સાત મહિના નોકરી કરી અચાનક નોકરી છોડી દીધી હતી અને જે પરિવાર માટે મોટા ઝટકા સમાન હતો

નોકરી છોડ્યા બાદ આયુષે યુપીએસસીની જોરદાર મહેનત કરી હતી અને તેણે પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસી પરીક્ષા પાસ કરી લીધી છે અને તેણે AIR 171મો રેન્ક પણ મેળવ્યો છે. યુપીએસસીમાં તેને 984મો અંક મળ્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ