જ્યોતિષશાસ્ત્ર મુજબ ધનવાન બનાવના પાંચ ઉપાય, તમારી ઈચ્છા થશે પૂર્ણ 

By : vishal 05:22 PM, 12 June 2018 | Updated : 05:22 PM, 12 June 2018
પૈસાએ દરેક માણસની પહેલી જરૂરિયાત છે. જ્યાં જાઓ ત્યારે બધો વહેવાર પૈસાથી જ સચવાય છે. ઘણી જગ્યાએ ઉપદેશો આપવામાં આવેછે કે, ઘનની લાલચ ન રાખવી જોઈએ, હા જરૂર વધારે પડતી લાલચ આપણને ક્યારેક હેરાન કરી મુકતી હોય છે, પરંતુ જીવન નિર્વાહ માટે આ પહેલી જરૂર બધાને હોય છે.

બધા પૈસા કમાવા માટે બધું કરતા હોય છે જેમ કે, નોકરી, બિઝનેસ વગેરે... પરંતુ છતાં ઘણા લોકોને પૈસાની હેરાનગતિ વેઠવી પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ધનનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુના શુભ પ્રભાવથી વ્યક્તિને ધન, ધર્મ, જ્ઞાન અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. વૈવાહિક જીવનના સુખ માટે પણ ગુરુને જવાબદાર માનવામાં આવે છે.જે માટે જ ગુરુની કૃપાદ્રષ્ટિ દરેક જાતક માટે જરૂરી છે. પરંતુ ક્યારેક ગુરુ કોઈ રાશિને અનુકૂળ ના પણ હોય. આવી સ્થિતીમાં તમને જ્યોતિષશાસ્ત્ર મદદરૂપ થઈ શકે છે, અને તમને આ દુવિધામાંથી બહાર લાવી શકે છે.

આ પાંચ કામ એવા છે જેને કરવાથી ગુરુની કૃપા તમારા પર વરસતી રહેશે. આ ઉપાય ગુરુવારે કરવાથી વિશેષ ફળ આપે છે.

– જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે કે ગુરુવારે ઘીનો દીવો કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને કેળા, ગોળ-દાળીયા, ચણાનો લોટ અને ખાંડનો ભોગ ધરાવવો. પૂજા કરી પ્રસાદ લોકોમાં વહેંચી દેવો.

– નવા કામની શરૂઆત ગુરુવારે કરવી. ખાસ કરીને એ કામ કે જેનાથી ધનલાભ થવાનો હોય તે કામની શરૂઆત ગુરુવારે કરવી. ધર્મ-કર્મ અને ખાસ કરીને સોનાની ખરીદી આ દિવસે કરવી.

– ગુરુવારે હળદર અથવા કેસરનું તિલક કરવું.

– કેળાના ઝાડની પૂજા કરવી અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો.

– ગુરુવારે પીળા રંગના કપડા પહેરવા.

આ પાંચ કાર્ય કરવાથી ગુરુની કૃપા તમારા પર વરસતી રહેશે, અને તમે બધી જગ્યાએ સફળતાને પામશો. આ ઉપરાંત તમારા માતા-પિતાની કાળજી રાખો એમની ઈચ્છા તમે પુરી કરશો, તો તમારી ઈચ્છા સો ટકા પૂર્ણ થશે. Recent Story

Popular Story