બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / astrological remedies for accidents baar baar haadse hota hain

જ્યોતિષ જ્ઞાન / સાચવજો! આ ચાર રાશિના લોકો સાથે વારંવાર થાય છે દુર્ઘટના, જાણો સંકટ દૂર કરવાના ઉપાયો

Premal

Last Updated: 07:19 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘટનાઓ-દુર્ઘટનાઓ કોની સાથે થતી નથી. જીવનમાં નાની-મોટી દુર્ઘટના થવી સામાન્ય વાત છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે, જેની સાથે વારંવાર ઘટના અથવા દુર્ઘટનાઓ ઘટતી રહે છે. સામાન્ય રીતે આ દુર્ઘટનાઓને લોકો એક-બે વખત સામાન્ય રીતે લે છે, પરંતુ ઘણી વખત જીવલેણ અકસ્માત અથવા દુર્ઘટનાઓ વારંવાર થવા લાગે તો કોઈ પણ પરેશાન થાય છે.

  • શું જીવનમાં થતી દુર્ઘટનાને રોકવી શક્ય છે?
  • જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલા આ ઉપાય કરો, દુર્ઘટના નહીં ઘટે
  • ઘટના-દુર્ઘટનાઓ કુંડળીમાં ગ્રહોના યોગ અને યુતિ પર નિર્ભર 

આખરે જીવનમાં દુર્ઘટના કેમ થાય છે?

જ્યોતિષ કહે છે કે ઘટના દુર્ઘટનાઓ કુંડળીમાં ગ્રહોના યોગ અને યુતિ પર નિર્ભર કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં વારંવાર થતી દુર્ઘટનાઓના સંદર્ભમાં ગ્રહોની સ્થિતિને લઇને ઘણા પ્રકારના અભ્યાસ કરવામાં આવ્યાં છે. જ્યોતિષ કહે છે કે ચર લગ્ન અને ચર રાશિઓ (મેષ, કર્ક, તુલા અને મકર રાશિ ચર રાશિ કહેવાય છે)માં જન્મેલા જાતકોની સાથે વારંવાર દુર્ઘટના થવાની સંભાવનાઓ હોય છે. 

બીજા ભાવમાં રાહુ-મંગળની યુતિ

જે જાતકોના લગ્ન અથવા કુંડળીના બીજા ભાવમાં રાહુ-મંગળની યુતિ હોય. એવા જાતકોની સાથે સતત દુર્ઘટના થતી રહે છે. એવા જાતકોને ઘર બેઠા અથવા સૂતા સૂતા પણ ઈજા થાય તો કોઈ મોટી વાત નથી. તમે જોયુ હશે કે અમુક લોકો હંમેશા હાલતા-ચાલતા ઈજાનો શિકાર થાય છે. આ ચર લગ્નના જાતક હોઇ શકે છે. 
લગ્ન ભાવમાં શનિ બેઠેલો હોય તો પણ જાતકને ઈજા થવાની શક્યતા પ્રબળ રહે છે. 
લગ્નમાં ગરમ મિજાજનો મંગળ બેઠેલો હોય તો પણ જાતકને વધુ ઈજા થાય છે. આવા લોકોને માથામાં વધુ ઈજા થાય છે. 
કુંડળીના પાંચમા ભાવમાં શનિ-સુર્ય અથવા શનિ-મંગળની યુતિ થતા જાતકોની સાથે મારામારી, વિવાદ અથવા મારપીટની ઘટનાઓ વધુ થાય છે. 

ઉપાય

દુર્ઘટનાઓ રોકી શકાતી નથી. પરંતુ તેની શક્યતાઓને ફરજીયાત ઘટાડી શકાય છે.
લોખંડ અથવા તાંબાની અંગૂઠીમાં મૂન સ્ટોન પહેરવાથી દુર્ઘટનાઓના યોગને નિવારી શકાય છે.
તાંબાની અંગૂઠીમાં લાલ મૂંગા પહેરવાથી મંગળનો ક્રોધ ઓછો થાય છે અને અકસ્માત પણ ઘટી જાય છે.
ચાંદીની વીંટીમાં મોતી પહેરવાથી પણ દુર્ઘટનાની આશંકાને ઘટાડી શકાય છે.
ચર લગ્નના જાતકોએ મહામૃત્યુંજય જાપ કરવો જોઈએ. તે તેમના માટે પ્રભાવશાળી હોય છે. તેનાથી ગરમ સ્વભાવવાળા ગ્રહો શાંત થાય છે. દુર્ઘટનાના સંયોગ આપોઆપ ઘટી જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ