ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / asia cup live pakistan vs hong kong asia cup 2022

એશિયા કપ / પાકિસ્તાને હોંગકોંગને 155 રને હરાવ્યું: માત્ર 38 રનમાં આખી ટીમ પેવેલિયનભેગી કરી દીધી, ફરી એક વાર ભારત સામે ટકરાશે

Published By: Pravin

Last Updated: 11:13 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2022ની અંતિમ લીગ સ્ટેજ મેચમાં પાકિસ્તાને હોંગ કોંગને 155 રને ભૂંડી હાર આપી છે.

ADVERTISEMENT

  • એશિયા કપની અંતિમ લીગ મેચમાં હોંગકોંગની પાકિસ્તાન સામે હાર
  • ફરી એક વાર ભારત અને પાકિસ્તાનની થશે ટક્કર
  • પાકિસ્તાને સુપર 4 ગ્રુપ માટે ક્વાલિફાય કર્યું

એશિયા કપ 2022ની અંતિમ લીગ સ્ટેજ મેચમાં પાકિસ્તાને હોંગ કોંગને 155 રને ભૂંડી હાર આપી છે. પ્રથમ બેટીંગ કરતા મોહમ્મદ રિઝવાન અને ફખર જમાંની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 2 વિકેટ ખોઈને 193 રન બનાવ્યા હતા. તેના જવાબમાં હોંગ કોંગની ટીમે 10.4 ઓવરમાં ફક્ત 38 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે પાકિસ્તનાને ભારત, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની સાથે સુપર 4માં જગ્યા બનાવી લીધી છે. રવિવારે પાકિસ્તાની ટીમ ફરી એક વાર ભારત સાથે ટક્કર લેશે. 

એશિયા કપ 2022: હોંગકોંગ સામે જંગી સરસાઈ સાથે જીત્યું પાકિસ્તાન, 155 રનથી વિજય, 194 રન ચેઝ કરવા ઉતરેલી હોંગકોંગની આખી ટીમ 35 રનમાં ઓલઆઉટ, હવે સેમી ફાઇનલમાં ફરી ભારત પાકિસ્તાન ટકરાશે

પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમને બાબર આઝમ તરીકે પ્રથમ ઝટકો લાગ્યો હતો. બાબર આઝમ 9 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ રિઝવાન અને ફખર જમા ઈનિગંસ્ સંભાળી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 81 બોલમાં 116 રનની ભાગીદારી થઈ હતી. ફખર જમાએ 41 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ રિઝવાને 57 બોલમાં 78 રન બનાવ્યા હતા. ખુશદીલે 15 બોલમાં 35 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. હોંગકોંગ તરફથી અહેસાન ખાને 2 વિકેટ લીધી હતી. 

એશિયા કપ 2022માં ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાઈ હતી. શ્રીલંકાએ ગુરુવારે બાંગ્લાદેશને હરાવીને સુપર-4 માટે ક્વોલિફાય કર્યું હતું, જ્યારે પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની આજની મેચમાં જીત બાદ હવે પાકિસ્તાન સુપર-4માં પહોંચનારી છેલ્લી ટીમ બની ગઈ છે અને રવિવારે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ સામે ટકરાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup Sports News asia cup 2022 pakistan vs hong kong Sports News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ