બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Arrest of fake PA using name of Home Minister Sanghvi Rauf deploying, photo was also kept on Truecaller

કાર્યવાહી / ગૃહરાજ્યમંત્રી સંઘવીનું નામ આપી રૌફ જમાવતા નકલી PAની ધરપકડ, ટ્રુકોલર પર પણ રાખ્યો હતો ફોટો

Vishal Khamar

Last Updated: 05:54 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ પોલીસે ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં નકલી PA ની ધરપકડ કરી છે. ગૃહમંત્રીની ખોટી ઓળખ આપી લોકો પર રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.

  • ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં નકલી PA ની પોલીસે કરી ધરપકડ
  • ગીર સોમનાથમાં લોકોને ખોટી ઓળખ આપી જમાવતો હતો રોફ
  • ગીર સોમનાથ LCB એ શખ્શની ધરપકડ કરી

 રાજકોટનાં ગીર સોમનાથમાંથી LCB  ની ટીમે ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં નકલી PA ની ધરપકડ કરી છે. ત્યારે પોલીસનાં હાથે ઝડપાયેલો શખ્સ ગૃહમંત્રીનાં PA તરીકે રોફ જમાવતો હતો.  ગૃહમંત્રીની ખોટી ઓળખ આપી લોકો પાસે જઈ રોફ જમાવતો હતો. તેમજ ટ્રુ કોલરમાં ગૃહમંત્રીનો ફોટો અને PA  તરીકે લોકો પર રોફ જમાવતો હતો. ગીર સોમનાથ LCb ની ટીમે આરોપીને પકડી તેને પૂછતા તેણે તેનું નામ જગદીશ નંદાણીયા જણાવ્યું હતું. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. 

ગૃહમંત્રીનો PA હોવાનું જણાવી રોફ મારતો શખ્શ

અગાઉ નકલી PMO,  નકલી પોલીસ તેમજ નકલી IB અધિકારીઓ પણ ઝડપાયેલ છે
થોડા મહિના અગાઉ જમ્મુ કાશ્મીરમાંથી PMO નાં ઉચ્ચ અધિકારીની ખોટી ઓળખાણ આપી ફરતો કિરણ પટેલ ઝડપાયો હતો. જે બાદ વડોદરાનાં વાઘોડિયામાંથી પણ નકલી સરકારી અધિકારી ઝડપાયો હતો. PMo ઓફિસમાં કામ કરતો હોવાનું કહી લોકો પર રોફ જમાવતા  શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી. તેમજ રાજકોટમાંથી પણ નકલી પોલીસ અધિકારીની ઓળખ આપી રોફ જમાવતો શખ્શ ઝડપાયો હતો. અને રાજકોટમાં તો એક શખ્શે બોટાદમાં ડે. કલેક્ટર તેમજ IB  માં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકેની ઓળખાણ આપી છેંતરપીંડી આચરી હતી. જે બાદ ગીર સોમનાથમાં ગૃહમંત્રીનાં PA તરીકે ઓખળાણ આપી રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ