બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / આરોગ્ય / aniseed water can be beneficial for health

તમારા કામનું / વરિયાળીનું પાણી છે સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ, જાણો રોજ સેવન કરવાથી થતા 5 મોટા ફાયદા

Khevna

Last Updated: 04:31 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં વરિયાળીનું પાણી પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે, જાણો વરિયાળીનાં પાણીથી સ્વાસ્થ્યને ક્યા ક્યા પ્રકારના લાભ મળે છે.

  • ઉનાળામાં વરિયાળીનું પાણી ફાયદાકારક 
  • વજન ઉતારવામાં પણ ઉપયોગી 
  • કાળઝાળ ગરમીમાં પણ અપાવે છે રાહત 

ગરમીમાં કસરત કરવી અને પરસેવો પાડવો એ બહુ અઘરું કામ છે. ઘણી વખત થોડી કસરત કર્યા પછી મન અને શરીર બંને થાકી જાય છે. આવી સ્થિતિમાં ઉનાળામાં આહાર પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ઉનાળામાં પેટ સંબંધિત તમામ સમસ્યાઓ થવા લાગે છે. હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચવા ઉપરાંત તમારે દરરોજ સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવું જોઇએ.


વરિયાળીનું પાણી દિવસમાં ગમે ત્યારે લઈ શકાય છે અને તેને વારંવાર પી શકાય છે, કારણ કે તેના ઘણા ફાયદા છે તો ચાલો, વરિયાળીના પાણીના છુપાયેલા ગુણો અને કઇ રીતે તે પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે તે અંગે જાણીએ.


ભૂખ ઓછી કરે છે


વરિયાળીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને જો રોજ ચાવવાની આદત બનાવો તો તે વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તે ખાધા પછી ભૂખ ઓછી લાગે છે. તે ભૂખ મટાડે છે અને પેટને ઠંડક આપે છે.


શરીરને કરશે ડિટોક્સીફાઈ
વરિયાળીને કુદરતી ડિટોક્સિફાયર કહેવાય છે. શરીરની ગંદકી બહાર કાઢવાની સાથે તે ‌િલવર અને ‌િકડનીનું કામ પણ હળવું કરે છે, તેનું પાણી જમ્યા પછી પીવું જોઈએ. તે પાચનક્રિયામાં સુધારો કરશે.


ચરબી ઓગાળશે


વરિયાળીનું પાણી પીવાથી તમારા શરીરની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. વિટામિન અને મિનરલ શરીરના શોષણમાં સુધારો કરીને ચરબી ઓગાળવાનું શરૂ કરે છે.
ફુલાયેલા પેટને કરશે અંદર
વરિયાળીમાં ફોસ્ફરસ, સેલેનિયમ, ઝિંક, મેંંગેનીઝ જેવા એ‌િન્ટઓક્સિડેન્ટ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલથી બચાવવાનું કામ કરે છે. ફ્રી રેડિકલ ઓક્સિડે‌િટવ તણાવ પેદા કરે છે અને આ ઓક્સિડે‌િટવ તણાવ સ્થૂળતાનું કારણ બને છે.


મેટાબોલિઝમને કરશે મજબૂત
વરિયાળીનું સેવન કરવાથી મેટાબોલિઝમની પ્રક્રિયા ઝડપી બને છે, ખાસ કરીને જ્યારે ખાલી પેટે લેવામાં આવે છે. આ ઉપરાંત તે એસિડિટી અને ગેસથી રાહત આપે છે. હાઇપર એ‌િસ‌િડટીથી પીડિત લોકો માટે વરિયાળીનું પાણી વરદાન છે. ગેસની સમસ્યામાં પણ તે ખૂબ જ ઉપયોગી છે.


લૂથી બચાવશે
વરિયાળીનું પાણી પેટને ઠંડું કરે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે, જ્યારે પણ તમે ઘર બહાર નીકળો છો ત્યારે વરિયાળીનું પાણી પીઓ અને તેને બોટલમાં ભરી તમારી સાથે રાખો અને સમયાંતરે પીતાં રહો.


કઈ રીતે બનાવવું વ‌િરયાળીનું પાણી?
વરિયાળીનું પાણી બનાવવા માટે એક-બે ચમચી વરિયાળી લો અને તેને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને આખી રાત રહેવા દો. સવારે આ પાણી પીઅો અને વરિયાળી ખાઓ. જો તમે ઈચ્છો તો વરિયાળીનું પાણી ઉકાળીને પી શકો છો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ